વડોદરા : વડોદરાજિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે અનેક ગામોમાં ઘૂંટણ સમાં પાણી ભરાયા છે.જેમાં વડોદરાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે...
વડોદરા: યુનોના સમર્થન થી દર વર્ષે ૨૩ મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ સંકેત ભાષા દિવસ એટલે કે વર્લ્ડ સાઈન લેન્ગવેજ દિવસ ઉજવવામાં આવે...
ગોધરા: ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલ કોમન પ્લોટમાં ગેરકાયદે કબ્જો કરવામાં આવતા ગોધરા એ ડીવીઝન પોલીસે એક વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબનો...
બારડોલી ડેપો દ્વારા મનમરજી મુજબ બસોનું સંચાલન થતું હોય શાળા કોલેજના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બારડોલીની છાત્ર યુવા સંઘર્ષ...
કઠોદરા પાટિયાથી કઠોદરા ગામ જતા રોડ પર મહારાષ્ટ્રથી ફૂલો ભરીને સુરત જતો ટેમ્પો પલટી મારી જતાં ટેમ્પોની સાઈડમાં ઊભેલા ટેમ્પો ડ્રાઈવરને બીજા...
ઓલપાડના કુડસદ વિસ્તારમાં આવેલી એક ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બનતાં ચાર જેટલા ફાયર ફાયટરો દ્વારા આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યા બાદ...
તાપી જિલ્લામાં કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી બસ સેવા શરૂ કરવા સોનગઢ બસ સ્ટેન્ડ ખાતે ABVP તાપી દ્વારા બસ રોકો આંદોલન કરવામાં...
અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે બિનઅધિકૃત ઝૂંપડપટ્ટીમાં રહીશો રહેતા લોકો રેલવે ઝૂંપડાં ખાલી કરવા કરવા નોટિસ ફટકારતાં શ્રમજીવી પરિવારના સભ્યોની હાલત કફોડી બની...
‘વિકાસ’થી તો હવે ‘ખમ્મા’: માંડવી તાલુકામાં રોડ પર કમર તોડી નાંખે એવા ખાડા પડી ગયા માંડવીમાં ‘વિકાસ’ને શોધવો પડે એવી સ્થિતિ હાલ...
કડોદરા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી સ્કૂલ, હોસ્પિટલ, હાઈરાઇડ્સ એપાર્ટમેન્ટ, બિલ્ડિંગને ફાયર એનઓસી મેળવવા માટે નોટિસો આપી કડકાઇ કરવામાં આવી રહી છે....
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 27 આદિવાસી બેઠકો પર કેસરિયો લહેરાય તે માટે બાજપની નેતાગીરીએ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ખાસ કરીને આજે...
રાજ્યમાં વરસાદથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્તો વિવિધ સહાયમાં રાજય સરકારે આજે મળેલી કેબિનટ બેઠકમાં નિર્ણય લઈને તેમાં વધારો કર્યો છે....
રૂપાણી સરકાર સામે એક ફરિયાદ એ પણ હતી કે અધિકારીઓ તેમને ગાંઠતા ન હતાં એટલું જ નહીં ધારાસભ્યોના વિકાસના કામો પણ કરતાં...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 5 સહિત 20 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ સાજા થયા છે....
સુરત: (Surat) સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદ (Rain) ધીમે ધીમે વિદાય તરફ છે. આજે જિલ્લાના મહુવામાં એક ઇંચ જેટલો વરસાદ...
પહેલાં ન્યૂઝીલેન્ડ (Newzealand) અને પછી ઈંગ્લેન્ડે (England) પાકિસ્તાનનો ક્રિકેટ પ્રવાસ રદ કરી દેતાં પાકિસ્તાન (Pakistan) ભૂરાંટું બન્યું છે. વૈશ્વિસ્તરે થૂ થૂ થતાં...
પાંચ વર્ષ બાદ રુપાણી સરકારે શરૂઆત કરી હતી.. હવે તમે પૂરી કરજો..અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય એવી આશા રાખું છું.....
નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટના (Supreme Court) સખત ઠપકા બાદ કેન્દ્ર સરકારે (Government) દેશમાં કોરોનાને (Corona) કારણે દરેક મૃત્યુના કિસ્સામાં પરિવારને 50...
ગુજરાતના CM તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું તે ઘડીથી જ રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યાં છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનું (Flood)...
હવામાન વિભાગની (Weather Department) આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ વરસી રહ્યો છે. વલસાડ, વાપી, દમણ, સંઘપ્રદેશ વિસ્તારમાં બે દિવસથી ધોધમાર...
સંતરામપુર : કડાણા પાસેથી પસાર થતી મહિસાગર નદી પર પુલ બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી 35 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. જે...
સુરત: (Surat) ભેસ્તાનનાં જર્જરીત આવાસોમાં (Bhestan Awas) પ્લાસ્ટરના પોપડા પડતાં માસૂમ બાળકીનું મોત થયા બાદ પણ અહીંના રહીશો મનપા દ્વારા ફાળવવામાં આવેલી...
સુરત: (Surat) સુરત માટે ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી તબક્કાવાર ઝડપથી આગળ વધી રહી છે. ખાસ કરીને...
અમદાવાદ (Ahmedabad) પોલીસે અહીંના નરોડા વિસ્તારમાંથી સેક્સ રેકેટનો (sex racket) પર્દાફાશ કર્યો છે. અહીંની એક હોટલમાં દેહવ્યાપારનો ધંધો બેફામ ચાલી રહ્યો હતો....
સુરત: (Surat) શહેરની પાણીની જરૂરિયાતને પૂરી કરતો એકમાત્ર જળસ્ત્રોત તાપી નદીમાં સીંગણપોર ખાતેનો વિયર કમ કોઝવે (Weir cum Causeway) તેના નિર્માણનાં 26...
સુરત: (Surat) લાલ દરવાજા ખાતે આવેલા સુરત મહાનગર પાલિકા (Municipal Corporation) હસ્તકના પ્લોટ પર વર્કશોપ અને ગાર્ડન બનાવવાની તજવીજ વચ્ચે મંગળવારે મેયર...
ભારત (India)માં ઓડી ઇ-ટ્રોન જીટી અને ઓડી આરએસ ઇ-ટ્રોન જીટી ઇલેક્ટ્રિક કાર (Electric car) લોન્ચ કરવામાં આવી છે. જર્મન ઓટોમેકર ઓડી ઇન્ડિયા...
લાંબા સમય બાદ UAE માં શરૂ થયેલા IPL ના Phase-2માંથી ખૂબ જ ચિંતાજનક સમાચારો સામે આવ્યા છે. IPL પર ફરી એકવાર કોરોના...
કોરોનાને (Covid-19) લઈને મોટા સમાચાર આવ્યા છે. હવે કોરોના નબળો પડી ગયો છે. તેનાથી ડરવાની જરૂર નથી. દિલ્હી એઈમ્સના (AIIMS) ડિરેક્ટર ડૉ....
આણંદ : બાલાસિનોરના સલિયાવડી ગામના યુવક સાથે 18 વર્ષ પહેલા લગ્ન કરનાર સલિયાવડીની પરિણીતાને સંતાન ન થતાં ત્રાસ આપી ઘરેથી કાઢી મુકી...
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
વડોદરા : વડોદરાજિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે અનેક ગામોમાં ઘૂંટણ સમાં પાણી ભરાયા છે.જેમાં વડોદરાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે વાઘોડિયા તાલુકાના કેટલાક ગામોનો પાણીમાં ગરકાવ થવા પામ્યો છે.બુધવારે સવારે વડોદરાથી વાઘોડિયા તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. વાઘોડિયાને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા તથા ભારે વરસાદની આગાહીના પરિણામે વડોદરા શહેર-જિલ્લામાં અસર કરતાં ડેમ અને તળાવો તથા તેની આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ખાસ કરીને વઢવાણા તળાવ તથા તેની આસપાસના તેર ગામોને એલર્ટ કરી મામલતદાર ટીડીઓ ને સૂચના આપી સલામતીના પગલાં તાત્કાલિક ધોરણે ભરવા અને હેડ કવોટર ના છોડવા આદેશ સાથે દરેક તાલુકા લેવલે કલાસ વન અધિકારીની નિમણૂક કરી મામલતદાર ટીડીઓની ટીમ બનાવવામાં આવી છે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે.હાલ વડોદરા શહેર જિલ્લામાં 64 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.સૌથી વધુ પાદરામાં 93 ટકા વરસાદ વરસ્યો છે.
એક તરફ જીલ્લાના ધારાસભ્યો દૂધ ઉત્પાદકો ને ન્યાય અપાવવા મ્યાન માંથી તલવાર કાઢીને વાઢી નાખવા સુધીના નિવેદનો કરતા ફરી રહ્યા છે. જ્યારે તેઓના જ વિધાનસભા મતવિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.30 વર્ષથી ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવના મત વિસ્તાર વાઘોડિયાની હાલત કંઈક એવી હતી કે મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો.વાઘોડિયા GIDCમાં નોકરી પર જતાં અને યુનિ.માં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા.
વાઘોડિયા રોડના ગાયત્રી મંદિરથી પીપળીયા ગામ સુધી એક તરફના માર્ગ પાણીમાં ગરકાવ થયો. પીપળીયા ગામમાં જવાના રસ્તામાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા.ગામના લોકોને ટ્રેક્ટરમાં અવર જવર કારવાની નોબત આવી હતી. પીપળીયાની નવી નગરી બેટમાં ફેરવાઈ ગઈ હતી.જ્યારે જાંબુઆ નદીમાં પાણી આવતા આસપાસના અનેક વિસ્તારોનો પાણીમાં ગરકાવ થયો હતો.ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જાંબુઆ નદીમાં પુરની સ્થિતિ દર વર્ષે સર્જાય છે.સિંચાઈ વિભાગમાં વારંવારની રજૂઆતો કરી છતાંય ગ્રાન્ટના અભાવનો હવાલો આપી કામ કરવામાં આવતું નથી.