Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા શહેરમાં રસિકરણ વધારવાના  પાલિકા મસ મોટા દાવાઓ કરે છે પરંતુ હકીકત એ છે કે પાલિકાના અણઘડ વહીવટને કારણે રસીકરણની ઝુંબેશને ફટકો પડી રહ્યો છે ફરી એકવાર  કોવિશિલ્ડ રસી ખૂટી પડતાં વડોદરામાં ચાલતા રસીકરણની ઝૂંબેશને બ્રેક વાગી હતી અને રસીકરણ કેન્દ્રોને બંધ રાખતા આ સેન્ટર પર કાગડા ઉડતા જોવા મળ્યા હતા. કોરોના મહામારી નાથવા રસીકરણ એ જ એકમાત્ર ઉપાય છે અને સરકાર રસીકરણને ઝડપી કરવા માટે લાખો કરોડો ખર્ચ કરી રહી છે પરંતુ વડોદરામાં રસીકરણ ને ફરીવાર બ્રેક વાગી છે  રસીકરણ ને વેગ આપવાના દાવાઓ કરાય છે  પણ એ માત્ર કાગળ પર ઘોડા દોડવા જેવા છે.

હકીકતમાં રસીકરણ કરવામાં  પાલિકાનું તંત્ર  નિષ્ફળ રહ્યું છે પાલિકાના વહીવટના કારણે વારંવાર રસીકરણ ને  ફટકો પડી રહ્યો છે  ફરી એકવાર શહેરમાં  કોવિશિલ્ડ રસીનો જથ્થો ખૂટી પડયો છે   કોવિશિલ્ડ રસી ન મળતા હજારો લોકોનો બીજો ડોઝ અટકી પડયો છે રસી લેવા આવતા લોકોને  નિરાશ થવું પડે છે  કોવિશિલ્ડ રસી ખૂટતા શહેરના મોટાભાગના સેન્ટરને બંધ કરવાની ફરજ પડી હતી.ફરી એકવાર રસી ખૂટતા પાલિકાના વહીવટ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે પાલિકાને પૂરતો જથ્થો મળતો નથી કે પછી પાલિકા રસીનો પૂરતો જથ્થો મેળવવામાં અસમર્થ છે તેવા પણ સવાલો થઈ રહ્યા છે જોકે રસીનો જથ્થો  વારંવાર ખૂટી પડતાં અનેક લોકોને તકલીફ થઈ રહી છે અને કોરોનાનો ડર પણ લોકોને ડરાવે છે.

રસી મુકવા આવતા લોકોને ધરમના ધક્કા

વડોદરા શહેરમાં ફરીવાર  કોવિશિલ્ડ રસીનો જથ્થો ખૂટી પડતાં શહેરના સેન્ટરો ખાતે રસીકરણ કરાવવા આવતા  લોકોને ધક્કો પડયો હતો  ખાસ કરીને બીજો ડોઝ લેવા આવેલ હતા લોકો ને કોવિશિલ્ડ રસી ન હોવાને કારણે  પાછા ફરવું પડ્યું હતું તેમજ સેન્ટર પર પોહચેલા લોકોને  રસી ન હોવાને કારણે સેન્ટર બંધ હોવાના પાટિયા લટકતા જોવા મળ્યા હતા  શહેરમાં હજુ પણ હજારો લોકોનો કોવિશિલ્ડ રસીનો  બીજો ડોઝ લેવાનો બાકી છે વારંવાર ખુટી પડતી રસીના  કારણે લોકો પાલિકાના વહીવટ સામે પણ  રોષ વ્યક્ત કરી રહ્યા છે

To Top