સુરત: ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FogWa) દ્વારા શુક્રવારે શહેર પોલીસ કમિશનર અજય તોમરને (Surat Police Commissioner Ajay Tomar)આવેદનપત્ર આપી કાપડ...
આણંદ : આણંદના અડાસ ગામે રહેતી 21 વર્ષિય પરિણીતાને સાસરિયાએ ત્રાસ આપતાં કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે તેના...
યુપી (UP)ના ઔદ્યોગિક શહેર કાનપુર (Kanpur)માં પત્ની (wife) અને બાળક (children) સાથે એક વેપારીની હત્યા (merchant murder)થી સામાન્ય લોકોની સાથે પોલીસ (police)...
સુખસર: સુખસર માર્કેટયાર્ડ ખાતે જન આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાજપના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આ...
દેશના સૌથી સ્વચ્છ અને નિરોગી ગામની ઉપાધિ મેળવનાર પાલનપુરના પીપળી ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi live streaming pipli) આજે ગાંધીજીના...
દાહોદ: સંજેલી પંચાયત દ્વારા વાંચનાલયનો પંચાયત સભ્યો અને ગ્રામજનોને અંધારામાં રાખીને ફરસાણના વેપારી અને સંજેલીના પ્રખ્યાત કરિયાણાના વેપારીને બારોબાર ઠરાવ કરી...
કાલોલ: કાલોલ શહેરમાં ગુરૂવારે રાત્રે પાલિકા કચેરીના પાછળના વિસ્તારમાં આવેલી અને ખુબ જુની તો નહીં પરંતુ ભ્રષ્ટાચારના ભોગે મહદઅંશે જર્જરિત બની ગયેલી...
દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ પોલીસ મથકની નજીક માં પંચેલા ગામે રહેતા એપીએમસીના ચેરમેન તેમજ આ વિસ્તાર ના ભાજપના અગ્રણી ને ત્યાં...
કાવઠ પાટીયા નજીક શુક્રવારના રોજ વહેલી સવારે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ આઈશર અને આઈ૨૦ કાર સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો....
નવી દિલ્હી : પેટ્રોલ અને ડિઝલમાં ફરીથી ક્રમશ: 25 પૈસા અને 30 પૈસા પ્રતિ લીટરનો વધારો (petrol diesel price hike) કરાતા શુક્રવારે...
વડોદરા: હરિયાણા રોકતકની યુવતી પર લાંબા અરસાથી પાશ્વી બળાત્કાર ગુજારનાર વાસનાભૂખ્યા હેમંત રાજુ ત્રંબકલાલ ભટ્ટને લઈને ક્રાઈમ બ્રાંચે દિવાળીપુરા તથા આજવા રોડ...
સુરત: સુરત મનપાના લિંબાયત ઝોનમાં અધિકારીઓ રાજકીય હાથા બની રહ્યા હોવાથી એક પછી એક વિવાદ ઊભા થઇ રહ્યા છે. પે એન્ડ પાર્કના...
સુરત: સુરત (Surat) આવકવેરા વિભાગ (IT Dept) પાસે એક વિચિત્ર કિસ્સો આવ્યો છે જેમાં સુરતના જાણીતા મહિલા ડોક્ટર (Lady doc)ના નામે ટીડીએસ...
સુરત: મનપા (SMC)ની સામાન્ય સભામાં સિનિયર નગરસેવક પર દારૂ પીવાના ટાઇમની એટલે કે 6.45ની કોમેન્ટ કરીને વિવાદમાં આવેલા તેમજ શાસક પક્ષના દંડક...
વડોદરા : કિશોરીની છેડતી મુદ્દે બેકોમના ટોળા સામ સામે આવી ગયા હતા.સગીરાની સગાઇ હોવા છતાં ઋષભ મોબાઇલ નંબર માંગવા વારંવાર પીછો કરી...
સુરત: કોરોના (Corona) પછી ચાઇના (China)માં પાવર ક્રાઇસિસ (power crisis) અને પર્યાવરણના પ્રશ્નોને લઇ ટેક્સટાઇલ સહિતનાં સેગમેન્ટમાં 45 ટકા પ્રોડક્શન નીચું (production...
વડોદરા : મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ચાલતા પાયોનિયર સિક્યુરિટી કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા સિક્યુરિટીના એક્સ આર્મી મેન કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
વડોદરા : શહેરના જે.પી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કાર્મીનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યાંબાદ સારવાર દરમિયાન મોત...
રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યમાં ”ડિજીટલ ગુજરાત”...
રાજ્ય સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા તલાટી-ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરી હતી, ત્યારબાદ આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી....
ગાંધીનગર મનપાની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. ખાસ કરીને શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા ભાજપ અને કોંગ્રેસ...
રાજ્યમાં શુક્રવારે સૌથી વધુ સુરત મનપા 6 સાથે નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા થયા છે. આમ...
ભારત સરકાર દ્વારા આજે ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિટેનથી (Briten Passengers in India Corona RTPCR Test Compulsory ) આવતા પ્રવાસીઓ માટે...
રોમાનિયાના કાંઠા (Romania Covid Hospital Fire 7 Dead) પર આવેલા શહેર કોન્સ્તાંતાની એક હોસ્પિટલમાં શુક્રવારની સવારે આગ લાગતા ઓછામાં ઓછા 7 કોવિડ-19ના...
દોઢ વર્ષ બાદ માતાજીના ભક્તો ગરબા રમવા માટે આતુર બન્યા છે. રાજ્ય સરકારે શેરીગરબાની (Gujarat Government permit SheriGarba) છૂટ આપી હોય ખૈલેયાઓ...
બે દાયકા બાદ અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનોએ ફરી એકવાર કબ્જો જમાવી દીધો છે. બંદૂકના નાળચે તાલિબાનો શાસન કરી રહ્યાં છે, જેના લીધે...
આવતીકાલે 2 ઓક્ટોબરને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજ્યંતિના (2 October Mahatama Gandhi Birthday ) દિવસથી દેશભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે. ગુજરાત...
રાજકોટના ઉદ્યોગપતિઓનો વાયરલ થયેલા એક વીડિયોએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. રંગીલા રાજકોટના અય્યાશ ઉદ્યોગપતિઓએ અહીંની એક લક્ઝુરીયસ હોટલમાં ન્યૂડ પાર્ટી કરી હતી....
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ઔદ્યોગિક અને સામાજિક વિકાસના હેતુથી દિલ્હી-મુંબઈ વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઈવેનું (Delhi-Mumbai Green Express Highway) નિર્માણ કરવામાં આવી રહ્યું...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત: ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FogWa) દ્વારા શુક્રવારે શહેર પોલીસ કમિશનર અજય તોમરને (Surat Police Commissioner Ajay Tomar)આવેદનપત્ર આપી કાપડ માર્કેટમાં (Surat Textile Market) ભાડાની દુકાનો રાખી વિવર્સો (Weavers) સાથે ઠગાઇ કરતી ટોળકીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, સુરતની જુદી જુદી માર્કેટોમાં ભૂતકાળમાં ઉઠમણું (Cheaters) કરનાર અને વિવર્સને લાંબા સમયથી પેમેન્ટ નહીં કરનાર લેભાગુ કાપડના વેપારીઓનાં નામ-સરનામાં, મોબાઇલ નંબર સાથેની યાદી પોલીસ કમિશનરને આપવામાં આવી છે.

ચોક્કસ ચીટર ટોળકીઓ કાપડ માર્કેટમાં બેસી આયોજનપૂર્વક ક્રેડિટ પર કાપડની ખરીદી કરી ભાડાની દુકાનને તાળાં મારી નાસી જતી હોય છે. ઠગાઇના આ મામલામા લેભાગુ ચીટર ટોળકીઓ સાથે ગ્રે-કાપડના બ્રોકરો પણ સામેલ હોય છે. આવી ઠગ ટોળકી સામે પોલીસે કાર્યવાહી કરવી જોઇએ. ફોગવાએ આજે પોલીસ કમિશનરને 57 જેટલી પાર્ટીઓનાં નામ-સરનામાં જીએસટી નંબર સાથેની યાદી સુપરત કરી હતી, કે જે લોકો વિવરોનું પેમેન્ટ ઠગાઇ કરવાના આશય સાથે ચૂકવી રહ્યા નથી.



સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ કમિશનર અજય તોમરે ફોગવાના આગેવાનોને સ્પષ્ટ જણાવ્યું હતું કે, પોલીસ કોઇના ફસાયેલાં નાણાં કઢાવવા માટે કામ કરતી નથી. બે પક્ષ વચ્ચે કાયદેસરનો વેપાર થયો હશે અને વિવર્સ પાસેથી માલ ખરીદ્યા પછી પેમેન્ટ નહીં આપવાની અને ઠગાઇ કરવાની વેપારીની મનસા હશે તો વિવર્સે આપેલા પુરાવાના આધારે પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે. ક્રેડિટ પર ગેરકાયદે રીતે થયેલા કોઇપણ સોદામાં પોલીસ દરમિયાનગીરી કરશે નહીં. વિવર્સ સાથે ઠગાઇ થઇ છે તેવા પુરાવા પોલીસને આપવામાં આવશે તો વેપારી વિરુદ્ધ ગુનો દાખલ કરતાં પણ પોલીસ અચકાશે નહીં.
જીએસટીના જે કેસોમાં પોલીસને કોઈ સીધા લેવાદેવા નથી તેવા કેસોમાં તપાસ થતી હોય તો વિવર્સના મામલામાં શા માટે નહીં?
પોલીસ કમિશનરને રજૂઆત કરીને બહાર આવેલા ફોગવાના કેટલાક અગ્રણીઓએ તાજેતરમાં સીજીએસટી અને એસજીએસટી વિભાગે જે વેપારી સામે કાર્યવાહી કરી છે તેવા કિસ્સાઓમાં કોઇપણ પ્રકારના લેવાદેવા વિના ઇકોનોમિક સેલ દ્વારા જો તપાસ કરવામાં આવી હોય તો વિવર્સ સાથે થયેલી ઠગાઇના મામલામાં નામ-સરનામાં, મોબાઇલ નંબર અને જીએસટી નંબર સાથેનો ડેટા હોવા છતાં શા માટે પ્રાથમિક તપાસ ન થઇ શકે.