Top News

More Posts

   The Latest

Most Popular

ત્રીજા વેવની દહેશત વચ્ચે પણ કહેવું જોઇએ કે કોરોનાનો પ્રભાવ હમણાં ખૂબ ઓછો થઇ ગયો છે. આમ છતાં પણ તેના વિશે નિશ્ચિંત બની જઇએ એવું ય હજુ નથી. કોરોના વિશે અત્યાર સુધીમાં દુનિયાભરમાં ખૂબ વિચાર થયા, તર્ક લગાવાયા. એ તો હકીકત છે કે કોરોના વાયરસ દુનિયાના લગભગ બધા જ દેશોમાં  ફેલાયો. પણ તેનો વ્યાપ એકસરખો રહ્યો નથી. અમુક દેશમાં તેનો ફેલાવો પવનવેગી રહ્યો તો અમુક દેશમાં તેનું જોર પ્રમાણમાં ઓછું રહ્યું. પ્રશ્ન એ થાય છે કે આ રોગ જો કોઇક કારણના પ્રતાપે થયો હોય તો તેનો ફેલાવો અમુક ચોક્કસ જગ્યા સુધી જ રહે છે.

એટલે આ રોગ ઉત્પન્ન થવાના કારણમાં ઘણા નિષ્ણાતોનો મત છે તે મુજબ તે માનવસર્જીત હોય એમ લાગે છે. કેટલાક રોગનાં ચિહ્નો રોગ કયો છે તેનું અનુમાન થઇ શકે છે. કોરોના વાયરસના રોગમાં માણસમાં તાવ, ખાંસી, હાંફ, અશકિત જેવાં લક્ષણો જણાયાં તો તે કોરોના લક્ષણ છે. પણ ખરેખરું નિદાન તેનું પરીક્ષણ કર્યા પછી જ કહી શકાય છે. બધા રોગોમાં તેનાં લક્ષણો માલુમ પડતાં નથી. જયારે તેની અસર માણસ પર થયા પછી જ રોગના નામનું નિદાન થઇ શકે છે.

કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ કોરોના રોગના વિશ્લેષણ પછી તેઓ એક તારણ પર આવ્યા છે કે આ રોગ ચાયના દેશની વુહાન સીટીની એક લેબોરેટરીના કોઇક પદાર્થનું પ્રાયોગિક અને તેનું પૃથકકરણ કરવાથી તે વિકસિત થઇ ગેસમાં રૂપાંતર થયો અને એની ફેલાવાની પ્રક્રિયાની ઝડપ સેંકડો માઇલ થવાથી આ રોગ સમગ્ર દુનિયાના દેશોમાં આ ઝેરી વાયરો ફેલાઇ ગયો, એટલે એનો અર્થ એ થયો કે આ રોગ હવાથી ફેલાય છે. તેના મૂળમાં કયા કયા અણુઓ સમાયેલા છે તે શરૂઆતના સમયમાં નિષ્ણાતો કોઇ ચોક્કસ નિદાન પર આવી શકયા ન હતા.

એટલે આ રોગને નાથવા  કે તેના ફેલાવા માટે અને માનવજીવન પર તેની અસર ન થાય એ માટેની કોઇ ચોક્કસ દવા કે રસીની શોધ કરી શકયા ન હતા, પણ સમય જતાં અને વધુ રિસર્ચ થતાં આ રોગ માનવશરીર પર હુમલો ન કરે અને માનવજીવનને તે નુકસાન ન કરે એના ઇન્સ્યુલીન તૈયાર કર્યા. આજે પણ આ ઇન્સ્યુલીન-ઇન્જેકશન માનવશરીરને કોઇ પણ રીતે નુકસાન ન કરે એવા હેવાલો પ્રગટ થઇ રહ્યા છે. પણ હાલમાં થોડી સફળતા મળવાથી આ રોગને અટકાવવા માટે આ રસીના બે ડોઝ લેવા જરૂરી છે એવા અભિપ્રાયો નિષ્ણાતોના છે.

ભારત દેશમા કરોડો લોકોએ આ રસીકરણનો લાભ લીધા પછી કેટલાકને તેની આડ અસર માણસના શરીરની રચનાના આધારે થઇ. ઘણાને તાવ, ઉલટી, ચક્કર અને શરીરમાં અશકિતનો સંચાર થયો, તો કેટલાકને તેની કોઇ અસર થતી નથી એટલે એમ કહેવાય છે કે જે માણસમાં ઈમ્યુનીટી પાવર પૂરતા પ્રમાણમાં હોય તો તેનું રીએકશન આવતું નથી. જો કે હજુ ભારતમાં કોરોનાના નવા કેસો સાવ બંધ થયા નથી. તેનો પ્રભાવ ખસ્સો ઘટી ગયો છે. નવરાત્રી જેવા ઉત્સવ પછી તેની અસર કેવી રહે તે સમજાશે. નિષ્ણાતો કહેતા પણ હતા કે આ ત્રીજી લહેરની તીવ્રતા બીજી લહેર કરતાં ઓછી રહેશે અને એમ્સના ડિરેકટરે તો એના કારણમાં વધુ નિશ્ચિંત કર્યા છે.

ભવિષ્યમાં તે શરદી-ખાંસી જેવો સામાન્ય રોગ ગણાશે. દરમ્યાન દેશમાં લગભગ બધી જગ્યાએ રસીના ડોઝમાં ખૂબ ઝડપી અને મોટો વધારો થયો છે. પરિણામે પ્રજાની ઇમ્યુનિટી વધી છે ને રસીકરણ વધારેમાં વધારે લોકો સુધી પહોંચી જતાં ચિંતા ઘટી છે. આ રોગ માણસની શ્વાસોશ્વાસની ક્રિયાને ધીમી પાડે છે અને તેનો ઉપાય કરવામાં ન આવે તો માણસના ફેફસાંમાં  ફેલાવાથી ફેફસાનું કાર્ય થંભી જાય છે. તે માણસને માટે એક ગંભીર શારીરિક રોગ કહેવાય છે. એટલે આના ઉપાય માટે ફેફસાંની ક્રિયાને બહારથી ઓકિસજન અપાતો હતો. જો માણસની  રોગ પ્રતિકાર શકિત ઓછી હોય તો તે ફેફસાંના સમગ્ર ભાગમાં ફેલાઇને તે માણસને મૃત્યુ સુધી પહોંચાડે એવું આપણે જોયું.

વીતી એક સદીમાં આટલો વ્યાપક રોગ કેમ આવ્યો તે વિચારવું જોઇશે. કોરોનાના જીવલેણ વેરિઅન્ટ એ પ્લસ ડેલ્ટા બીજો ભાગ છે. તે વધુ વિકસે તે પહેલાં તેને રોકથામનાં પગલાં લેવા માટે દુનિયાની ડબલ્યુ.એચ.ઓ. એ જાહેરાત કરી હતી.હૈદ્રાબાદના રિસર્ચ ઇન્સ્ટીટયુટ આઇ.આઇ.ટી.ના મથુક્રુમલ્લી વિદ્યાસાગર અને આઇ.આઇ.ટી.ના કાનપુરના મનિન્દ્ર અગ્રવાલે કહ્યું છે કે દેશમાં આર્થિક ગતિવિધિ માટે દેશમાં કોરોના હેઠળનાં નિયંત્રણો હળવાં કરાયાનું કહેલું. લોકોએ સાવધ રહેવાની જરૂર હજુ પણ છે.

 સુરત મહાનગરપાલિકા અને સરકારે રસીકરણની પ્રબળ ઝુંબેશ ઉપાડી, પછી સુરતની વસ્તીમાં કોરોનાનો પ્રસાર ધીમો પડયો. આજે કોઇ હોસ્પિટલ કે ડોકટર્સ કોરોનાની ચિંતામાં નથી. વિશ્વને કોરોનાની ભેટ આપનાર ચીન અત્યારે કોરોનાથી મુકત બની વૈશ્વિક રાજકારણમાં સક્રિય છે.કોરોનાને કારણે વિશ્વભરમાં વિમાની સેવા અટકી પડેલી તે નોર્મલ બની રહી છે. દેશમાં ફરી ટ્રેઇનોનાં પ્રમાણ વધી રહ્યાં છે અને દિવાળી દરમ્યાન બધું નોર્મલ બનશે એવું વર્તાય છે.

લોકોએ ફરી વ્યવસ્થામાં આવ્યા વિના છૂટકો પણ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારો અત્યારે કોરોનાની તાણથી મુકત બની ગઇ છે ને ફકત વેક્સિનેશન પર જ સહુ કેન્દ્રિત છે. કોરોનાનાં 21.9 કરોડ કેસીસ વિશ્વભરમાં મળ્યા અને 45.5 લાખ લોકો તેમાં મૃત્યુ પામ્યાં. સમજો કે વિશ્વયુધ્ધથી ય બૂરી દશામાં બધા દેશો સપડાયા. અમેરિકા જે પોતાને સૌથી વધુ આધુનિક દેશ ગણાવે છે ત્યાં સૌથી વધુ 7 લાખથી વધુ લોકો મર્યા. ત્યાર પછી બ્રાઝિલમાં 5.97 લાખ, ભારતમાં 4.49 લાખ અને રશિયામાં 2.04 અને યુ.કે.માં 1.37 લાખનાં મૃત્યુ થયાં.

આ બધા દેશોમાં ઇસ્લામી દેશોના આંકડા મળ્યા નથી. શું એ દેશોને કોરોનાની અસર નથી થઇ? મુસ્લિમોમાં કોરોના વેક્સિન હલાલ કે હરામ એ વિશે ભારે ચર્ચા રહી છે. દક્ષિણપૂર્વના એશિયાઇ અને મુસ્લિમબહુલ દેશો ઇન્ડોનેશિયા અને મલેશિયામાં તેની ચર્ચા શરૂ થઇ હતી. જો કે કોરોના દરમ્યાન ઇરાન અને સઉદી અરબના દેશોમાં ધાર્મિક આયોજનો નિયંત્રણમાં રહ્યાં હતાં. પાકિસ્તાનમાં કોરોનાના ઘણા કેસો હતા પણ તેના આંકડા તેમણે બહાર  આવવા નથી દીધા. પણ એક વાત નક્કી છે કે આ કોરોના કાળમાં ઇસ્લામિક દેશોની સ્થિતિ શું રહી તે વિશે સંશોધન કરવું પડશે. જો ત્યાં ઓછી અસર રહી હોય તો કારણ તપાસવાં જોઇએ કે જેથી ફરી આ પ્રકારની મહામારી ન ફેલાવામાં મદદ થઇ શકે. કોરોનાએ સમગ્ર વિશ્વના સમાજ, રાજકારણ, આરોગ્ય, પર્યાવરણ વિશે પાયાથી વિચારવાની ફરજ પાડી છે.
– જયોતીન્દ્ર ભ. લેખડિયા
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top