Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: શહેરમાં દિનપ્રતિદિન રખડતાં પશુઓનો ત્રાસ વધતાં આખરે તંત્ર એક્શમા આવ્યું છે.  અને વડોદરાના મેયર કેયુર રોકડીયાએ 15 જ દિવસમાં વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાની જાહેરાત કરી દીધી છે.  જો કે મેયરની જાહેરાતને લોકો હાસ્યસ્પદ પણ ગણાવી રહ્યાં છે.  ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા લેવામાં આવી હતી. અને તેઓની સૂચનાઓ ને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની એક મીટીંગ સર્કિટહાઉસ ખાતે બોલાવવામાં આવી હતી. વહીવટી તંત્રની મદદથી હવે સંગઠન પણ જોડાયું હતું.

જેમાં  મેયર કેયુરભાઇ રોકડીયા તથા સાંસદ  રંજનબેન ભટ્ટ, મ્યુનિ. કમિશ્નર  શાલીની અગ્રવાલ, ડો.વિજય શાહ, શહેર ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓની એક મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં મેયર કેયુરભાઇ રોકડીયાએ જણાવ્યું હતું કે, વડોદરામાં એક અંદાજ મુજબ 2 હજાર થી વધુ પશુપાલકો છે જેઓ પાસે આશરે 20 હજાર જેટલાં પશુઓ છે. આ પશુઓ શહેરના રોડરસ્તાઓ ઉપર છૂટ્ટા મુકી દેવામાં આવે છે જે રાહદારીઓ અને વાહનદારીઓ માટે જોખમરુપ સાબિત થઇ રહ્યા છે.

પહેલી વખત ધરપકડ થાય તો પશુપાલક પાસે 6200 અને 100 રૂપિયા ખાધા ખોરાકી લેવાના અને જો બીજી વખત પકડાય તો તેની પાસે 11200 અને 100 ખાધાખોરાકી લેવાના. 7-8 વર્ષ પહેલાં શહેરના જેમાં ખટંબા, જામ્બુઆ, કરોડીયા તથા છાણી આવા પશુઓ માટે પાંજરાપોળ બનાવામાં આવ્યા હતા. તેમ છતાં શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ છે જે અંગે હવે મહત્વનો નિર્ણય સંકલન કરીને લેવામાં આવ્યો છે. જેમાં શહેર પોલીસ વિભાગ પણ હવે કાર્યવાહી કરશે. આવતીકાલે પશુપાલકો સાથે પણ એક મિટીંગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના અધ્યક્ષસ્થાને કરવામાં આવનાર છે.

પાલિકાના કહેવા મુજબ ૩૦ ટકા જેટલું ટ્રેકિંગ મતલબ 7000 ઢોરને હજુ ટેગિંગ કરવાનું બાકી છે. પશુપાલકોએ પોતાના પશુઓને કોર્પોરેશન દ્વારા જે ટેગિંગ કરવામાં આવે છે તે કરાવી લેવું પડશે જો 30 દિવસ બાદ જે પશુપાલકોએ આ ટેગિંગ નહીં કરાવ્યું હોય તેવા પશુઓ પકડાશે તો છોડવામાં આવશે નહીં, જે પશુઓને કારણે કે પશુએ હૂમલો કરતા કે પશુઓને કારણે કોઇને ઇજા થશે તે પશુના પાલકને પાસાની જોગવાઇ કરવામાં આવશે.

જે પશુઓને પકડ્યા બાદ જો પશુપાલકો તેને છોડાવતા ન હતા અને 7 દિવસ બાદ તે પશુને પાંજરાપોળ ખાતે લ ઇ જવાતા અને પાંજરાપોળ થી તે પશુઓને સાર સંભાળ માટે પાલિકા જે પાંજરાપોળ માં 1500 રૂપિયા આપતી હતી એ વધારી ને હવે 3000 રૂપિયા આપશે. પાલિકા પાંચ ટીમો બનાવશે જે 24 કલાક ઢોર પકડવાની કામગીરી કરશે. પાલિકા અને પાર્ટી બંને કામ કરશે. પાલિકા અને પોલીસની જોઇન્ટ ટીમ બનાવશે.

સ્માર્ટ સિટીમાં લગાડવામાં આવેલા 1000 કેમેરાઓમાં રખડતા ઢોર જ દેખાતા નથી!

પાલિકા સ્માર્ટ સિટીની વાત કરે છે પરંતુ જો શહેર સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું હોય તો તેમાં ઢોર શહેરમાં હોઈ શકે નહીં. તેના માટે એક અલગ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. પાલિકાએ સ્માર્ટ સીટી અંતર્ગત શહેરમાં આશરે ૧૦૦૦ જેટલા સીસીટીવી કેમેરા છે એ જાહેરાત થઈ ચૂકી છે એમાં ભ્રષ્ટાચાર આક્ષેપો પણ થઇ ગયા છે. સીસીટીવી કંટ્રોલરૂમમાં નંબર પ્લેટ તૂટી ગઈ હોય કે વડેલી હોય તો વાહનચાલકને મેમો આપવામાં આવે છે. પુર માં પાણી કેટલું આવ્યું તે પણ દેખાય છે. માણસ દેખાય છે તો શુ એ સીસીટીવીમાં ઢોર દેખાતું નહીં હોય. પાલિકા તંત્ર ચાહે તો 24 કલાકમાં ઢોર પકડાઈ જાય પરંતુ એ પાલિકાને દેખાતા નથી.

રસ્તા પર ઢોર છુટા મુકનાર ગોપાલક વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

વડોદરા મહાનગરપાલિકા હસ્તક ઢોર ડબ્બા શાખામાં સુપ્રિટેંડેન્ટ પદે ફરજ બજાવતા ડો વિજયકુમાર પ્રાણલાલ પંચાલ  સ્ટાફ સાથે શહેરમાં રખડતા પશુઓને પકડવા ટિમ લઈને તપાસમાં નીકળ્યા હતા. બુધવારે  સવારે 10 વાગ્યે રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે રખડતા પશુને પાર્ટીએ પકડીને ડબ્બામાં પુરી દીધા હતા પશુઓને તબેલામાં રાખવાના બદલે જાહેર રોડ ઉપર છુટ્ટા મૂકી દેતા માલિકની શોધખોળ દરમિયાન જાણવા મળેલ કે, આ પશુ રાજેશભાઈ મુળજીભાઈ રબારીના હતા. જેથી  તેમની વિરુદ્ધ સુપ્રિટેન્ડટ રાવપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગોપાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

To Top