વરસાદમાં ધોવાઈ ગયેલા શહેરના 62 કિલોમીટર રસ્તાનું રીપેરીંગ કામ સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા શરૂ કરાયું છે. પરંતુ અહીં પણ લીપાપોતી...
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે આજનો (4 ઓક્ટોબર) દિવસ મહત્ત્વનો છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) આર્યનની કસ્ટડી કોર્ટમાં માગશે નહીં. વકીલ...
આણંદ : વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ના સંક્રમણ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ મહાઅભિયાન મહીસાગર જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય...
આણંદ : આણંદ શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે ધડાકાભેર ડિવાઇડર સાથે કાર અથડાઇ...
આણંદ : આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર કતલ માટે લાવવામાં આવેલી બે ગાયને ગૌરક્ષકોની જાગૃતિના પગલે બચાવી લેવામાં આવી હતી. ગૌરક્ષકોને...
વડોદરા: પીડીતા સાથે નિર્દયપૂર્વક બળાત્કાર ગુજારનાર રાજુ ભટ્ટે રિમાન્ડ દરમ્યાન ક્રાઇમબ્રાંચને ગોળગોળ જવાબ આપીને સમય વ્યતિત કર્યો હતો. તેથી વધુ તપાસર્થે આજે...
વડોદરા : વડોદર શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા નૂમ આવાસના બ્લોક નંબર 40માં એક મકાનનો સ્લેબ તૂટી પડતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા.ધડાકા...
સુરત: ખટોદરા વિસ્તારમાં દુષ્કર્મના કેસમાં પેરોલ ઉપર આવીને 11 વર્ષના સાળાનું અપહરણ કરી બનેવીએ સાળાને ગળે ટુંપો આપી હત્યા કરી હતી. બાળકની...
વડોદરા : શહેરમાં સમા વિસ્તરામાં પિયરમાં રહેતી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને દહેજ પેટે 50 લાખ રૂપિયાની માગણી કરનાર પતિ સામે...
વડોદરા: ગુજરાત સરકારના મહેસુલ ,કાયદા અને આપત્તિ વ્યવસ્થાપનના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જીલ્લા કલેક્ટર કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી.મુખ્યત્વે એસડીએમ પ્રાંત...
સુરત: ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયામાં આસીસ્ટન્ટ મેનેજરની સાથે તેના ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા યુવકે 2.76 લાખની છેતરપિંડી કરી...
વડોદરા : વડોદરા શહેર નજીક આવેલા સમયાલા ગામ ખાતેની તરાલી ઈન્ડસ્ટ્રીયલ કંપનીમાં અજગર દેખા દેતા ફરજ પર હાજર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.બનાવની...
વડોદરા: માતા પિતા અને ભાઈની ચઢામણીથી સાસરીયાઓને જાનથી મારી નાખવાની અને દહેજના ગુનામાં ફરસાવી નાણા પડાવવાની ધમકી આપતી પરીણીતાના તેના માતા-પિતા તથા...
સુરત : સુરતમાં એક એવી ઈમારતનું નિર્માણ થઈ રહ્યું છે, જે માત્ર સુરત શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય, દેશની તાસીર બદલી...
દુનિયાની બધી જ ગંદકી ફિલ્મી દુનિયામાં ભેગી થઈ છે; તો પણ આજકાલના યુવાનો બોલિવૂડના સિતારાઓ પાછળ પાગલ છે, તેનું રહસ્ય સમજાતું નથી....
શિક્ષણમાં બાળકો પર વધુ પરીક્ષાનો ભાર પડવો ન જોઇએ. શિક્ષક દર અઠવાડિયે બાળકોની પરીક્ષા લે તો પેપર કાઢવા અને તેને તપાસવામાં શિક્ષકો...
અગાઉની કોંગ્રેસ (યુ.પી.એ.) સરકારની દરેક યોજનાઓનો વિરોધ તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કરેલો, જેમાં આધારકાર્ડનો પણ સમાવેશ થાય છે. નરેન્દ્ર...
ભારત અને રશિયાની જુગલબંધી ૭ દાયકાથી પણ વધુ જૂની છે. ૧૩ એપ્રિલ, ૧૯૪૭ના રોજ રુસ (તે વખતનું સોવિયત સંઘ) અને ભારતે અધિકારિક...
સરકારના આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, પંચાયત, કાયદો વિ. મંત્રાલયો કે સરકારી નિગમો, બોર્ડ વિ. જ્યારે કોઈ પરિપત્ર પ્રગટ કરે છે...
રાહુલ ગાંધીને રાજકારભારનો કોઇ અનુભવ નથી અને નેતાગિરિ કોને કહેવાય એનું તેને કોઇ ભાન નથી. એવા અપરિપકવ માણસના હાથમાં 150 વર્ષ જુની...
આક્રમણ અને ઘુસણખોરીનો ભય ભારતને સતત રહે છે, એટલે સતત સખત શીઘ્ર કાર્યવાહી અને પ્રતિકાર માટે તૈયાર રહેવું જરૂરી છે. દગાબાજ દુશ્મન-દોસ્તનો...
દિશા એન્જીનિયર થઇ ગઈ.સરસ જોબ મળી.કંપનીમાં સાથે કામ કરતા સિનિયર નિહાર સાથે દિલ મળી ગયું.ખાસ એકબીજા માટે જ બન્યા હોય તેવા દિશા...
સુરત : વલસાડ (Valsad)ના સેગવી ગામના બ્રેઈનડેડ (brain dead) યોગશિક્ષિકા (yoga teacher) રંજનબેન ચાવડાના પરિવારે તેમના કિડની (kidney), લિવર (liver) અને ચક્ષુ...
સુરત : કોરોના (corona)ની રસીકરણ (vaccination)માં સુરત (Surat) મનપા (SMC) માત્ર રાજ્યમાં જ નહી દેશમાં અવ્વલ છે, ત્યારે સુરત મનપા અને અમદાવાદ...
ત્રીજા વેવની દહેશત વચ્ચે પણ કહેવું જોઇએ કે કોરોનાનો પ્રભાવ હમણાં ખૂબ ઓછો થઇ ગયો છે. આમ છતાં પણ તેના વિશે નિશ્ચિંત...
સ્વિટઝરલેન્ડ સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા વિશ્વના પ્રમુખ અર્થતંત્રોના પ્રતિસ્પર્ધા સૂચકાંકમાં ભારતનો રેન્ક 2016ના 41થી લપસીને 2020માં 43 થયો છે. તેને...
કોંગ્રેસ એવો મજબૂત વિપક્ષ છે કે તેની મતોની ટકાવારી ગણીએ તો દેશનો મોટો વર્ગ હજી પણ કોંગ્રેસની વિચારધારામાં માને છે અને વર્ષોથી...
આગામી ગુરુવારથી નવરાત્રીનો પ્રારંભ થશે. જો કે છેલ્લાં દોઢ વર્ષથી કોરોના મહામારીના ભય હેઠળ તહેવારોની ઉજવણીમાં ઘણી જ મર્યાદાઓ આવી ગઇ છે....
આપણી આસપાસ બનતી ટ્રેડિંગ અને ટ્રોલિંગ ઘટનાઓ આપણી માનસિકતા છતી કરતી હોય છે. એમાં પણ ખાસ કરીને મિમ્સવાળી જે પ્રથા શરૂ થઇ...
નવરાત્રી અંબિકા પૂજન એટલે નવશકિતનો વિજયોત્સવ. બાળક, વૃધ્ધ, નરનારીનો, યુવા-યુવતીઓનો અને ગૃહસ્થીઓનો, પરામર્થિક સંત સાધુઓનો, બધી જ્ઞાતિઓ, પંથ, સંઘ, સજ્જનોનો ‘નવરાત્રી’ સાર્વજનિક...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
વરસાદમાં ધોવાઈ ગયેલા શહેરના 62 કિલોમીટર રસ્તાનું રીપેરીંગ કામ સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા શરૂ કરાયું છે. પરંતુ અહીં પણ લીપાપોતી જ કરવામાં આવી રહી છે. જ્યાં રસ્તા કરતાં વધુ ખાડા (Pits on Surat Road’s) હોય ત્યાં ડામરનું કારપેટીંગ કરવાના બદલે થીંગડા મારવામાં આવી રહ્યાં છે. ત્યારે શહેરીજનોના મનમાં એવો સવાલ ઉભો થાય છે કે શું આ રીતે બનશે સુરત નંબર 1?
સપ્ટેમ્બરના છેલ્લાં 10 દિવસમાં સુરત શહેરમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. જેના લીધે શહેરના 62 કિલોમીટરના રસ્તા ગાયબ થઈ ગયા હતા. અહીં મોટા મોટા ખાડા પડી ગયા હતા. કેટલાંક ઠેકાણે તો એટલા મોટા ખાડા પડી ગયા હતા કે તેમાં વરસાદી પાણીના ખોબોચિયાં ભરાઈ ગયા હતા. લોકોએ રસ્તે ચાલવા કે વાહનો લઈ જવા માટે ખાડા વચ્ચે રસ્તો શોધવો પડે તેવી હાલત થઈ હતી. ખાસ કરીને જૂના શહેર કોટ વિસ્તાર તથા વરાછાના રસ્તાઓની હાલત કથળી ગઈ હતી. સેન્ટ્રલ ઝોનમાં 35 કિલોમીટર રસ્તા પર ખાડા પડી ગયા હતા.

આવી જ હાલત 2016માં ખૂલ્લા મુકાયેલા અણુવ્રતદ્વાર ખાતેના ફ્લાય ઓવર બ્રિજની થઈ હતી. 64 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજ પર મોટા મોટા ગાબડાં પડી ગયા હતા. સળીયા બહાર દેખાવા લાગ્યા હતા. રસ્તાઓની બદતર હાલતના પગલે શહેરીજનોએ સોશિયલ મીડિયા પર સુરત મનપાના કાન આમળ્યા હતા, જેના લીધે તંત્ર દોડતું થયું અને છેલ્લાં 3 દિવસથી રસ્તાનું રિપેરીંગ શરૂ કર્યું છે, પરંતુ અહીં પણ તંત્ર ઢાંકપિછોડો જ કરી રહી છે.

રોજ 12 કિલોમીટર રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં મનપા દ્વારા 1000 મેટ્રીક ટન ડામર વાપરી નાંખવામાં આવ્યો છે. મનપાની રીપેરીંગની કામગીરી પણ જોવા જેવી છે. ખાડાઓ પર ડામર પાથરી થીંગડા મારવામાં આવી રહ્યાં છે, જેના લીધે રસ્તાની સપાટી ઊંચીનીચી થાય છે. તેથી લોકોની હેરાનગતિ યથાવત જ રહેવા પામે એમ લાગી રહ્યું છે.
ખરેખર તો મનપાએ વધારે ખાડા હોય તેવા રસ્તાઓ પર થીંગડા મારવાના બદલે ડામરનું રીકાર્પેટીંગ જ કરી દેવું જોઈએ તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે. લોકો પૂછે છે શું આ રીતે સુરત નંબર 1 બનશે? કદાચ આ સવાલનો જવાબ સુરત મનપાના અધિકારીઓ જ આપી શકશે.