Top News

More Posts

   The Latest

Most Popular

ચીને (China) ચેતવણી આપી હતી કે ત્રીજું વિશ્વ યુદ્ધ કોઈ પણ સમયે શરૂ થઈ શકે છે, (Third World War) આ પહેલાં તેણે ડઝન જેટલાં લડાકુ વિમાનો તાઈવાનના (Taiwan ) હવાઈ ક્ષેત્રમાં મોકલ્યા હતાં. સરકારના ટેકાવાળા સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સમાં (Global Times) મંગળવારે કહેવાયું હતું કે અમેરિકા (America) અને તાઈવાન વચ્ચેનો મેળાપ બહુ જ ઉદ્ધત છે. સ્થિતિ હવે એવી છે કે તેમાં દાવપેંચ માટે કોઈ જગ્યા નથી અને તે આમને સામને થવા તડપી રહી છે.


સમાચાર પત્રના લેખમાં દાવો કરાયો હતો કે ચીનના લોકો અમેરિકા સાથેના યુદ્ધમાં ટેકો આપવા તૈયાર છે, અને ચેતવણી આપી હતી કે તાઈવાન આગ સાથે રમી રહ્યું છે. શુક્રવારથી અત્યાર સુધી લગભગ 150 ચીની લડાકુ વિમાનોએ તાઈવાનના હવાઈ ક્ષેત્રનો ભંગ કર્યો હતો જેમાં સોમવારે ગયેલા 56 જેટ વિમાનો સામેલ છે. ચીન સ્વશાસિત લોકશાહી વિરૂદ્ધ આક્રમક થઈ રહ્યું છે. અમેરિકી પ્રમુખ જો બાઈડને ચીન પ્રમુખ શી જિનપિંગ સાથે તાઈવાન મુદ્દે વાત કરી હતી અને તેઓ તાઈવાન સમજૂતીનું પાલન કરવા તૈયાર થયા હતા જ્યારે તાઈપેઈ અને બીજિંગ વચ્ચે તણાવ ચાલુ છે.

જો કે આ વાતચીત 9 સપ્ટેમ્બરના રોજ થઈ હતી અને તેઓ કઈ સમજૂતીના સંદર્ભમાં વાત કરી રહ્યા હતાં તે સ્પષ્ટ થયું નથી.
તાઈવાન પ્રમુખ ત્સાઈ ઈન્ગ-વેને મંગળવારે ચેતવણી આપી હતી કે જો તેના સહયોગી દેશોની મદદ નહીં મળશે તો ચીની સરમુખ્ત્યારશાહી તેની લોકશાહીને બદલી નાંખશે. બ્રિટન અને અમેરિકાના યુદ્ધજહાજો ફિલીપાઈન દરિયામાં પોતાનું શક્તિ પ્રદર્શન કરતા નજરે પડયા હતાં. હાલમાં તાઈવાનના દરિયામાં બ્રિટન અને અમેરિકાના નૌકાદળ દ્વારા કવાયતથી બીજિંગ રોષે ભરાયું હતું અને તેણે દક્ષિણ ચીન દરિયામાં પોતાનું શક્તિ પ્રદર્શન વધાર્યું હતું.

To Top