Top News

More Posts

   The Latest

Most Popular

ભારતની કોકિલા સ્વર સામ્રાગ્નિ લતાજી 91 વર્ષ પૂરા કરી 92 વર્ષમાં પ્રવેશ્યા. ખૂબ આનંદની ઘડી છે. આ સરસ્વતી માનો અવતાર સમી દેવી સંગીતની વર્ષોથી રસિકોની સ્વરનો જાદુ અવનવી રીતે પીરસતા આવ્યા છે. જે ગ્રહણ કરતા સદા મનને આનંદ જ આનંદ મળી રહે છે. આવો સ્વર આવનારા વર્ષોમાં પણ કદાચ ન મળે. પ્રભુની દેન જ છે કે આપણને આવા મીઠા સ્વરના ગાયીકા મળ્યા. જે આજે વિશ્વમાં મશહુર છે. અરે! લંડનમાં કદાચ આલ્બર્ટ કોલમાં એમનો ગાયકીનો રંગારંગ એમનો કાર્યક્રમ સુપર ડુપર રહેલો. તો તે વખતે એમના ગળમાં સ્વરપેટીમાં એવો તો શો જાદુ છે કે જેને જાણવા માટે વિજ્ઞાનીઓએ પ્રયત્ન કરેલો. પ્રભુ લતાજીને દીર્ઘાયુઅર્પે શત શત વર્ષના ધની બનાવે.
સુરત     – જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top