સુરતના વેસુ વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં પ્રેમી સાથે રંગેહાથ પકડાયેલી પત્નીએ શરમાવાના બદલે પ્રેમી સાથે મળી જાહેરમાં પતિને...
સુરત: (Surat) એક બાજુ સુરત સ્માર્ટ સિટી (Smart City) બની ગયું હોવાની આલબેલ પોકારી સુરત મનપાના તંત્રવાહકો રાષ્ટ્રીય સ્તરે એક પછી એક...
સુરત: (Surat) કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ગુજરાતના 5 સ્વાતંત્ર્યવીરોની ટપાલ ટિકિટ (Postal stamp) રજૂ કરી હતી. ગુજરાતના આ પાંચ અનામી સ્વાતંત્ર્યવીરોમાં...
બુલેટ ટ્રેનને (Bullet Train) લઈને મોટા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે એક મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાનના...
સુરત: (Surat) મનપા દ્વારા દર વખતે તહેવારો નિમિત્તે વિવિધ ખાદ્ય વાનગીઓનાં સેમ્પલ લેવામાં આવે છે અને તહેવારો (Festival) પૂર્ણ થયા બાદ સેમ્પલોના...
સુરત: (Surat) સુરત મનપા (Corporation) દ્વારા એક બાજુ શહેરના વેક્સિન (Vaccine) મુકવા લાયક તમામને પ્રથમ ડોઝ મુકીને 100 ટકા લક્ષ્યાંક પુરો કરી...
સુરત: (Surat) સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને (Electric Vehicles) પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સુરતમાં પણ ઈલેક્ટ્રિક...
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે. અહીં દુર્ગાપૂજાના ઉત્સવ દરમિયાન જ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવતા રમખાણો ફાટી...
રૂપિયા 200 કરોડની ખંડણીથી શરૂ થયેલા બિઝનેસમેન સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરીંગ કેસમાં જેક્લીન ફર્નાન્ડિઝ (Jaqline Fernanidse) બાદ હવે દિલબર ગર્લ મુશ્કેલીમાં મુકાઈ...
મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લાની એક શાળામાં ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા અંગેના વિવાદ બાદ એક વિદ્યાર્થી અને એક શિક્ષકને કથિત રીતે...
હમણાં રણબીર કપૂર-આલિયા ભટ્ટ જોધપુર ગયા તો મિડીયાના કાન હાથીના થઈ ગયા ને આંખો દુરબીન બની ગઈ. બધાને લાગે છે કે તેઓ...
શાહરૂખ ખાનના દિવસો નહીં વર્ષો ખરાબ ચાલી રહયા છે. તે પોતે ઘમંડી મિજાજનો ય છે અને અમિતાભથી ય મોટો સ્ટાર છે એવું...
તાપસી પન્નુ અભિનીત ‘રશ્મિ રોકેટ’ રજૂ થવામાં છે. સાવ નાનકડા ગામની છોકરી એથ્લેટ તરીકે રાષ્ટ્રીય સ્તરે કેવી રીતે નામ કાઢે છે તેની...
સુરત: આ વર્ષે ચોમાસાની સિઝનમાં શહેરના મોટા ભાગના રસ્તાની હાલત બદતર થઈ ગઈ હતી. વરસાદે વિરામ લેતાં જ મનપાએ તાબડતોબ રસ્તા રિપેર...
અલાયા ફર્નિચરવાલા ફર્નિચર વેચવાનું કામ નથી કરતી. પૂજા બેદીની દિકરી છે અને કબીર બેદી તેના નાના છે એટલે એકટિંગ જ કરે. ગયા...
સુરત: સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને (Electric vehicles in Surat) પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સુરતમાં પણ...
દુનિયાના દેશો વીજળીની તંગી સામે ઝઝૂમી રહ્યા છે, પણ ખરેખર વીજળીનો વપરાશ પર્યાવરણ માટે હાનિકારક છે. જેમ જેમ વીજળીનો વપરાશ વધતો જાય...
દેશમાં ચાલી રહેલા કોલસાના સંકટને જોતા સરકારે આગામી 5 દિવસમાં કોલસાનું ઉત્પાદન 19.4 લાખ ટન પ્રતિ દિવસથી વધારીને 20 લાખ ટન પ્રતિદિન...
મોદી દિલ્હીની ગાદીએ બેઠા ત્યારથી ભાજપવાળા અને મોદી ખુદ વારંવાર ઉપર મુજબના શબ્દો ઉચ્ચારી અણસમજુ પ્રજાને ભરમાવતા રહે છે. હાલમાં એક સંભાષણમાં...
સુરતમાં હવે મેટ્રો ટ્રેનની કામગીરી ચાલુ થઈ ગયેલ છે તે સુરત માટે ગર્વની વાત છે, પરંતુ સુરત સ્ટેશનની ઉપર રોજબરોજની ગાડીઓની અવરજવર...
માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા સરકારી, ગ્રાન્ટેડ ,નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં બોર્ડ દ્વારા જ મુખ્ય વિષયોની પરીક્ષા લેવાનો કડક સર્ક્યુલર કાઢ્યો...
એક સ્ત્રીને પણ એવું થતું હશે ને એક રજા લઉં. ઘરકામમાંથી થોડી મજા લઉં. પળભર મારા માટે વિચારું. આ બધું જયારે કોરોનામાં...
સુરત શહેરમાં પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે રૂપિયા ૧૦૦ અને ૯૯ પર પહોંચ્યા. જે પ્રક્રિયા હજુ ચાલુ છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવ ફક્ત...
ચોક એક ફકીર એક શાહી કબ્રસ્તાનમાંથી પસાર થતા હતા.અંધારી રાત હતી. તેમનો પગ એક ખોપડીને લાગ્યો.ફકીર ડરી ગયો અને તે ખોપડીને જોઇને...
ચોકલેટ શી રીતે નુકસાનકારક છે? ગળી ચોકલેટ મોટે ભાગે દાંતે ચોંટી રહેતી હોવાથી દાંતના સડાને નોંતરે છે. ગળપણ તેમ જ વધુ કેલરીને...
જમ્મુ અને કાશ્મીરના ડિવિઝનલ કમિશનરે કાશ્મીરની ખીણમાં નોકરી કરનારા સરકારી કર્મચારીઓને આદેશ આપ્યો છે કે કાં તો તેઓ ફરજ પર પાછા ફરે...
વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબા રમતા વિદ્યાર્થીઓને ઉમરા પોલીસ દ્વારા માર મારવાની ઘટના બાદ ABVP (અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ) દ્વારા આજે ગુરુવારે યુનિવર્સિટીના...
વિશ્વભરમાં હાલમાં કોલસાની તંગી ઊભી થઈ રહી છે અને તેને કારણે વીજ સંકટ પેદા થાય તેવી સ્થિતિ જોવાઈ રહી છે પરંતુ આ...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. શિરીષ કુલકર્ણી સામે અધ્યાપક મંડળ દ્વારા બાંયો ચડાવવામાં આવી છે. આ અંગે બુધવારના...
નડિયાદ: ઠાસરાની ૧૬૫ વર્ષ જુની તાલુકા પ્રાથમિક શાળા (કુમાર શાળા) આવેલી છે. આ શાળામાં ધોરણ ૧ થી ૮ માં કુલ ૧૩૬ વિદ્યાર્થીઓ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરતના વેસુ વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં પ્રેમી સાથે રંગેહાથ પકડાયેલી પત્નીએ શરમાવાના બદલે પ્રેમી સાથે મળી જાહેરમાં પતિને જ ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં પતિને મારવા માટે રાહદારીઓને પણ ઉશ્કેર્યા હતા. પત્નીના પાપનો ભાંડો ફોડવા જતાં બિચ્ચારા પતિને હોસ્પિટલમાં પાટાપિંડી કરાવવા દોડવું પડ્યું હતું. આ આખીય ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
વાત એમ છે કે ઘરકંકાસના લીધે છેલ્લાં એક વર્ષથી પતિ-પત્ની અલગ રહેતાં હતાં. દરમિયાન પત્ની એક જિમ ટ્રેનર સાથે પ્રેમલીલા આચરી રહી છે તેવી પતિને ખબર પડી હતી. તેથી બુધવારે મોડી સાંજે પત્નીને તેના કથિત પ્રેમી સાથે રંગેહાથ પકડવા માટે પતિ પહોંચી ગયો હતો. પત્ની તેના પ્રેમી સાથે કારમાં રંગરેલિયા મનાવી રહી હતી ત્યારે જ પતિએ જ કાચ પર નોક કર્યું હતું. પતિને જોઈ બંને જણા દંગ રહી ગયા હતા અને કાર દોડાવી દીધી હતી. પતિએ ફિલ્મી સ્ટાઈલમાં બંનેનો પીછો કરીને રોક્યા હતા.

પતિને જોઈ ગભરાવાના કે શરમાવાના બદલે પત્ની નાલાયકી પર ઉતરી આવી હતી અને કથિત પ્રેમી સાથે મળીને જાહેર રસ્તા પર જ પતિને મારવા માંડી હતી. પતિએ કહ્યું કે, એક વર્ષથી મારી પત્ની દીકરી સાથે અલગ રહે છે. કોર્ટના ઓર્ડર પછી પણ મને મળવા દેતી નથી અને બીજા સાથે ફરી રહી છે. આજે મારી પત્નીની કાર ઉભી હતી અને તેની બાજુમાં બીજી એક કાર હતી. જેમાં તે બીજા સાથે બેઠી હતી. આથી મેં કાચ ઠોક્યો તો દરવાજો ખોલ્યો નહીં અને ગાડી રિવર્સ લઈ ભાગી ગયા હતા. આથી મેં પીછો કર્યો. તેઓ યુટર્ન લેતા હતા ત્યારે મેં રોક્યા હતા અને પૂછ્યું કે ગાડીમાં શું કરો છો તો ઉલટાના મારી પર ગુસ્સો કરવા લાગ્યા હતા. કારમાંથી નીચે ઉતરી મને મારવા માંડ્યા હતા. ગાળો દીધી અને જીમ ટ્રેનરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી દીધી હતી.
મારી પત્ની તો જોરજોરમાં બૂમો પાડી લોકોને ભેગા કરવા લાગી હતી. લોકોને કહેતી હતી કે હું તારી પત્ની નથી અને આને મારો.. મારી પત્નીએ પણ મને તમાચા માર્યા હતા. લોકોએ પોલીસ બોલાવી ત્યારે હું માંડ બચ્યો હતો. એટલી વારમાં પત્નીએ તેના મિત્રને ભગાવી દીધો હતો.

પોલીસમાં ફરિયાદ દાખલ કરનાર પતિ યોગેશ જગદીશ અગ્રવાલ (ઉં.વ. 32, રહે. સિટીલાઈટ ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ)એ કહ્યું કે, હું મિલકત લે-વેચનું કામકાજ કરું છું. 10 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. એક દીકરી છે. ઘરકંકાસના લીધે 1 વર્ષથી પત્ની દીકરી સાથે અલગ રહે છે. પત્નીએ દહેજનો કેસ કર્યો છે. દર મહિને ભરણપોષણના 1.10 લાખ માંગે છે. કોર્ટે દીકરીને મળવા મને મંજૂરી આપી હોવા છતાં મને મળવા દેતી નથી.
પતિએ વધુમાં કહ્યું કે, જિમ ટ્રેનર સાથે પત્નીનું લફરું હોવાની જાણ થતાં હું તેની પર વોચ રાખતો હતો. બુધવારની રાત્રે હાઈટેક બિલ્ડિંગ નજીક પ્રેમી સાથે હોવાની માહિતી મળતા હું પહોંચી ગયો હતો. મારા હાથમાં મોબાઈલ કેમેરા ઓન જોઈ મારી પત્ની અને તેનો જિમ ટ્રેનર કથિત પ્રેમી વિશાલ સાળુંકે ભાગી ગયા હતા. હાલ પોલીસે આ સમગ્ર મામલે મારામારીની ફરિયાદ દાખલ કરી છે. પતિએ ન્યાયની માંગણી કરી છે.