સુરત: (Surat) વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સ (Diamond Bourse) એટલે કે સુરત ડાયમંડ બુર્સ (SDB)ના નિર્માણનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે....
ભાવનગર/સુરત: (Surat) ઘોઘા-દહેજ રો-રો ફેરી (Ro-Ro Ferry) સર્વિસ છેલ્લા ત્રણ મહિનાથી બંધ હતી, જેનો પુન: પ્રારંભ મંગળવારથી થતાં દિવાળીમાં ભાવનગર (Bhavnagar) અને...
સુરત: (Surat) પશ્ચિમ રેલવેએ (Western Railway) લોકોને વધુ રાહત મળી રહે એ માટે દિવાળી તહેવારમાં (Diwali Feastival) વિશેષ પાંચ સ્પેશિયલ ટ્રેનો (Train)...
જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) સતત સુરક્ષા દળોનું આતંકવાદીઓ (Army Operation Against Terrorist) વિરૂદ્ધનું ઓપરેશન ચાલુ છે. આજે બુધવારે શોપિયાં ખાતે સુરક્ષા દળો...
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Shah Rukh Khan Son Aryan Khan) જામીન અરજી NDPS કોર્ટે ફગાવી દીધી છે. 13 ઓક્ટોબરે બંને પક્ષોની...
વલસાડ: વલસાડના તિથલ રોડ ઉપર બેંક ઓફ બરોડાની સામે એક કારમાં લોહીના ડાઘા દેખાતા પોલીસ દોડતી થઇ હતી. લોકોનું ટોળું ત્યાં ભેગું...
લખીમપુર ખેરીમાં (Lakhmipur Kheri) એક પછી એક બે મોટા બોટ અકસ્માત થયા. ઘાઘરા (Ghaghara River) નદીમાં અલગ અલગ સમયે હોડી પલટી જતાં 25...
ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં (Lakhmipur Khiri) હિંસાના કેસમાં સુપ્રીમ કોર્ટે ફરી એક વખત યોગી સરકારને (UP Government) ફટકાર લગાવી છે . આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે...
ભારતની વન્ય જીવન સંસ્થા ‘WWI’ એ ગંગા નદીના મુખ્ય પ્રવાહની બીજી મોજણીમાં જણાવ્યું છે કે આ નદીનો 49% હિસ્સો ઊંચું જૈવવૈવિધ્ય ધરાવે...
અમેરિકાની ટેંપલટન ફાઉન્ડેશન દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન આપવા બદલ ટેંપલટન પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારના જ્યૂરી પેનલમાં હિંદુ, ઇસાઇ, યહૂદી,...
બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Shah Rukh Son Aryan Khan ) આજે 20 ઓક્ટોબરને બુધવારના રોજ ડ્રગ્સ કેસમાં (Drugs Case...
ઇ.સ. ૧૯૪૭માં ભારતના ભાગલા પડ્યા ત્યારે પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લા દેશ) માં હિન્દુઓની વસતિ ૨૮ ટકા હતી તો ભારતમાં મુસ્લિમોની વસતિ ૯.૮...
દાહોદ: એસ.ટી. વિભાગના કર્મચારીઓની ૨૦ મુખ્ય માંગણીઓનો નિકાલ નહીં આવતાં આગામી તારીખ ૨૦મી ઓક્ટોમ્બર ૨૦૨૧ના મધ્યરાત્રીનાથી એક દિવસની માસ સી.એલ. તેમજ તેમ...
ફતેપુરા: ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમાં જ ઘરફોડ ચોરીના ગુનેગારોને ડિટેક્ટ કરી ગુનેગારોને ઝડપી પાડયા હતા. ફતેપુરા પોલીસ અને ઉપલા અધિકારીઓ દ્વારા આપેલા...
નડિયાદ: કઠલાલ અને મહેમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. જોકે, હવે બુટલેગરો બેખોફ બની ગયા હોય તેમ પોલીસથી...
આણંદ : ખંભાત, પેટલાદ અને તારાપુર પંથકમાં છેલ્લા કેટલાક મહિનાથી વિવિધ મશીનરીની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો હતો. આ ગેંગ કોઇ...
સોમવારથી શરૂ થયેલા એકધારા વરસાદે ઉત્તરાખંડ (Uttarakhand Flood) રાજ્યના વિવિધ ભાગોને ધમરોળવાનું આજે પણ ચાલુ જ રાખતા, ખાસ કરીને કુમાઉ પ્રદેશમાંથી ભારે...
વડોદરા: વડોદરા શહેરમાં બસની સેવા પૂરી પાડતી વિનાયક એજન્સી દ્વારા શરત ભંગ કરી ઓછી બસો દોડાવતા પાલિકાએ એજન્સીને રૂ, 4 લાખના...
વડોદરા : છેલ્લાં કેટલાક વર્ષોથી રજુઆત છતાં પણ સરકાર દ્વારા માંગણી સંદર્ભે યોગ્ય નિર્ણય નહીં લેવાતા એસટી કર્મચારીઓએ એસટી ડેપો ખાતે દેખાવો...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના કહેવાતા સ્માર્ટ શાસકો અને અધિકારીઓ પૂર આવ્યા પછી જ પાળ બાંધવા ટેવાયેલા હોવાની વધુ એક નમૂનારૂપ હકીકત...
વડોદરા : મહાનગરપાલિકાએ બે મહિનામાં પાંચ ઓપન હાઉસમાં રજા ચિઠ્ઠીની 74 ફાઇલનો નિકાલ કરી. પાલિકાને ૭૪ કરોડની આવક થઇ છે. ઇન હાઉસમાં...
વડોદરા: વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામના એક ખેતરમાં આવેલા 12 ફૂટના મહાકાય મગરને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો...
વડોદરા: મૃતક ભાઇની લાખો રૂપિયા મિલ્કત તેના વારસદારોને પાસેથી પચાવી પાડવા સાસરીયાઓએ પરીણીતા અને તેના બંને પુત્રોને વારંવાર ધાકધમકી આપી મિલ્કતના કાગળ...
વડોદરા: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના ગાયત્રીપુરામાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે વારંવાર રજૂઆતો પછી પણ પાલિકાના અધિકારીઓ અને કુંભકર્ણ નિદ્રામાં...
સુરત: સુરતી દેશી મીઠાઈની રેસિપી ગણાતી સુરતી ઘારીની (Surti Ghari) શોધને 183 વર્ષ પૂર્ણ થયાં છે. શહેરનાં સોની ફળિયા દેવશંકર ઘારીવાળાના ખાંચા...
સમાચાર છે કે વ્યાપક વરસાદનેક ારણે કોલસાની ભારે અછતને કારણે ઘણા રાજયોમાં વીજ કટોકટી ઉભી થિ છે તેનું સાચું ચિત્રણ 11.10.21 ‘ગુજરાતમિત્ર’ના...
આજકાલ વર્તમાનપત્રમાં વાંચીએ છીએ કે મહિલાઓનો થતો બળાત્કાર, હત્યા અને યૌન શોષણ વધતા જાય છે. આથી સરકાર તેમજ સમાજ માટે દેશમાં મહિલાઓની...
રોંગ સાઇડ ડ્રાઇવીંગ અને દ્વી ચક્રી વાહનો પર ત્રણ સવારી એ સુરતમાં જોવા મળતી એક અતિસામાન્ય રોજીંદી ઘટના (બીના) છે જેને સુરતની...
હાલમાં જ એક નાના પણ ગુજરાતને આનંદ અને ગૌરવ અપાવે તેવા સમાચાર વાંચવા મળ્યા. રાજકરણ વિશે લોકોની વર્ષો જૂની માન્યતાઓ અને ધારણાઓનો...
તમે ક્યાંય એવું સાંભળ્યું છે…? કે દિકરાના જન્મની વધામણીમાં એવું બોલ્યું હોય કે અમારે ત્યાં વિષ્ણુ પધાર્યા…! તમે ક્યાંય એવું સાંભળ્યું છે..?...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
સુરત: (Surat) વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સ (Diamond Bourse) એટલે કે સુરત ડાયમંડ બુર્સ (SDB)ના નિર્માણનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. 2022ના પ્રારંભમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં બુર્સનું લોકાર્પણ થાય તે પહેલાં વિશ્વની બીજા ક્રમાંકની રફ ડાયમંડની માઈનિંગ કંપનીના 6 અધિકારીઓના ડેલિગેશને SDBના ઓકશન હાઉસની મુલાકાત લીધી હતી. વિશ્વના સૌથી મોટા બુર્સમાં 50,000 સ્કે. ફુટ એરિયામાં ડાયમંડ ઓકશન હાઉસ બનાવવામાં આવ્યું છે. આ ઓકશન હાઉસની અલરોઝાના (AlRoza) પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી છે. અને જો કર માળખું અનુકૂળ હશે તો રશિયાની રફ ડાયમંડ માઈનિંગ કંપની સુરત ડાયમંડ બુર્સના ઓકશન હાઉસમાં રફની હરાજી કરશે.

ખજોદ ખાતે બની રહેલી સુરત ડ્રીમ સિટી પ્રોજેકટના એક ભાગ સ્વરૂપે 66 લાખ સ્કવેર ફિટ એરિયામાં બુર્સ નિર્માણનું કામ 90 ટકા સુધી પૂર્ણ થયું છે. તેમાં ઓકશન હાઉસનો સમાવેશ થાય છે. આજે અલરોઝાના પ્રતિનિધિ મંડળના કંપનીના ડેપ્યુટી સીઈઓ એવજેની એગ્યુરીવ, અલરોઝાના સેલ્સ વાઈસ પ્રેસિડેન્ટ સ્ટેનીસલવ માર્ટેન્સ, અલરોઝા ઈન્ડિયાના ડિરેક્ટર જીમ બી. વિમાદલાલ સહિત 6 લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ડેલિગેશનને ડાયમંડ બુર્સનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. ડાયમંડ બુર્સમાં બનનાર વિશ્વના સૌથી મોટા ઓક્શન હાઉસને પણ તેમણે જોયું હતું. ઓક્શન હાઉસ જોયા પછી જો રફ ઓકશનના ટ્રેડિંગમાં ટેક્સેશનનું ભારણ નહીં નડે તો સુરતમાં જ રફનું ઓક્શન કરવા માટેની તૈયારી દર્શાવી છે. બતાવી હતી. અલરોઝાના પ્રતિનિધિ મંડળ સાથે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણી, એમ.ડી. મથુર સવાણી, કમિટી મેમ્બર સેવંતી શાહ, લાલજી પટેલ, દયાળ વાઘાણી, દિનેશ નાવડિયા, ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવી ઉપસ્થિત રહ્યા હતાં.
2014માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમીર પુતીનની હાજરીમાં સુરત અને મુંબઈની બાર ડાયમંડ કંપનીઓ સાથે અલરોઝાએ વર્ષે 2 બિલિયન યુએસ ડોલરની કિંમતના રફ ડાયમંડ સપ્લાય કરવા માટે કરાર કર્યા હતા. તે પહેલાં મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં ઓકશન હાઉસ તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ, ભારતના ટેક્સ સ્ટ્રકચરને કારણે ઓકશન થઈ શક્યું ન હતું. ફરી એકવાર બંને સરકાર વચ્ચે સંવાદ શરૂ થયો છે. આંકડાઓ પ્રમાણે ભારતમાં આયાત થતી રફમાંથી 40 ટકા રફ રશિયાથી આયાત થાય છે. અત્યાર સુધી સુરતના ડાયમંડ ઉદ્યોગપતિઓએ રફની ખરીદી કરવા માટે રશિયા, દુબઈ, બોત્સવાના, આફ્રિકા સહિતના દેશોમાં જવાની ફરજ પડતી હતી. હવે જો સરકાર ટેક્સમાં રાહત આપે તો સુરતમાં રફ ડાયમંડનું ઓકશન થઈ શકે છે. સુરત ડાયમંડ બુર્સના એમ.ડી. મથુર સવાણીએ જણાવ્યું હતું કે, ‘રફ ડાયમંડ માઈનિંગ કંપની અલરોઝાના 6 વ્યક્તિઓનું ડેલિગેશન ડાયમંડ બુર્સની મુલાકાતે આવ્યું હતું. તેમને ડાયમંડ બુર્સમાં બની રહેલા ઓક્શન હાઉસનું તેમણે નીરિક્ષણ કર્યુ હતું તથા સુરતમાં રફનું સીધું ઓકશન કરવા પણ તૈયારી દર્શાવી હતી.