Top News

More Posts

   The Latest

Most Popular

આપણાં સૌના પ્રિય કલાકાર અમિતાભ બચ્ચન આ સદીના મહાનાયક છે અને આદરને પાત્ર છે. હાલમાં જ એક દિવસ માટે એમના ઘરે કોર્પોરેશનનું પાણી ન આવ્યું અને એમના પરિવારને (એક દિવસ!) પાણી વગર રહેવું પડયું. આદરણીય અમિતાભજીને અને એમના પરિવારને તેને લીધે જે તકલીફ પડી હશે એ સમજી શકાય એમ છે. સોશ્યલ મીડિયા પર પણ એમને પડેલ આ તકલીફ બદલ ચિંતા વ્યકત કરવામાં આવી જે એમના પ્રત્યેનો લોકોનો આદર જ પ્રગટ કરે છે અને એ સ્વાભાવિક છે. પરંતુ સામે બીજું એક ચિત્ર પણ તાદૃશ થયું. આપણા દેશમાં એવા અનેક વિસ્તારો છે અને એવાં અનેક લોકો છે કે જેમના ઘરે આખી જિંદગીમાં કયારેય એકેય વખત પાણી આવતું નથી! જેટલી ચિંતા આપણે અમિતાભ બચ્ચન સાહેબના ઘરે એક દિવસ પાણી ન આવ્યું એની કરી, એટલી જ ચિંતા જો આપણે પાણી વગર ટળવળતાં લોકો માટે કરીએ તો?
નવસારી  – ઇન્તેખાબ અનસારી           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top