Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : શહેરના તરસાલી શાકમાર્કેટના ખસેડવાની 5 દિવસ અગાઉ પાલિકા તરફ થી સૂચના મળતા આજે તમામ વેપારીઓ બેનરો અને સુત્રોચ્ચાર સાથે પાલિકા કચેરી આવી પહોંચ્યા હતા. વેપારીઓ સાથે બેઠક કર્યાં બાદ જ પાલિકા દ્વારા માર્કેટ બનાવવામાં આવે તેવી માગ સાથે વેપારીઓ દ્વારા મ્યુનિ. કમિશનરને આવેદન અપાયો હતો. વડોદરા શહેરના તરસાલી શાકમાર્કેટના તમામ વેપારીઓ સાથે બેઠક કર્યાં બાદ જ પાલિકા દ્વારા માર્કેટ બનાવવામાં આવે તેવી માગ સાથે તરસાલી શાકભાજી માર્કેટ એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો. અમારું માર્કેટ અમારી સાથે.

અમારી રોજગારી છીનવશો નહીં. તેવા પોસ્ટર્સ સાથે શાકભાજીના વેપારીઓ મોરચો લઇને ખંડેરાવ માર્કેટ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોચ્યા હતા. પાલિકાની કચેરી પટાંગણમાં વેપારીઓ દ્વારા પોતાની માગો અંગે સૂત્રોચ્ચાર કર્યાં હતા. તરસાલી શાકમાર્કેટના વેપારીઓેએ જણાવ્યું હતું કે, તરસાલી શાકમાર્કેટ માટે જગ્યા આપવામાં આવી છે. પરંતુ, તે સ્થળે જે નવું શાકમાર્કેટ બનાવવામાં આવનાર છે. તે અંગે અમને અંધારામાં રાખવામાં આવે છે. અમારી માગ છે કે, વેપારી એસોસિએશન સાથે ચર્ચા-વિચારણા કર્યાં પછી જ શાકમાર્કેટ બનાવવામાં આવે. કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે, એક પરિવારના સભ્યને એક જ જગ્યા વેપાર કરવા માટે આપવામાં આવશે. જે સામે અમારો વિરોધ છે. અમારી માગ પરિવારની બે લારીઓ હતી. તે તમામને લારીઓ આપવામાં આવે.

To Top