Top News

More Posts

   The Latest

Most Popular

રાજયમાં આજે દિવસ દરમ્યાન રાજયમાં કોરોના પોઝિટિવ હોય તેવા નવા 11 કેસો નોંધાયા છે. જેમાં વડોદરામાં 6 , ભાવનગરમાં 4 અને સુરતમાં 1 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત રાજયમાં છેલ્લા બે દિવસમાં 2 મોત નોંધાયા છે. જેના પગલે રાજયમાં કુલ મૃત્યુ આંક વધીને 16 સુધી પહોંચી ગયો છે. જયારે કોરોના પોઝિટિવ હોય તેવા કેસોની સંખ્યા પણ વધીને 186 સુધી પહોંચી જવા પામી છે.
આજે દિવસ દરમ્યાન સુરતમાં હાયપર ટેન્શનની બિમારી ધરાવતા 65 વર્ષીય પુરૂષનું મૃત્યુ થયું હતું. જયારે કોરોનાએ જામનગરમાં એક 14 માસના બાળકનો પણ ભોગ લીધો હતો. આ સાથે રાજયમાં મૃત્યુ આંક વધીને 16 સુધી પહોંચી ગયો છે. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આજે રાત્રે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં રાજયમાં 11 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં વડોદરામાં 6 , સુરતમાં 1 અને ભાવનગરમાં 4 કેસો નોંધાયા છે. આ તમામ કેસોમાં લોકલ ટ્રાન્સમિશન થયું છે. આ સાથે રાજયમાં કોરોના પોઝિટિવ લક્ષણો હોય તેવા કેસો વધીને 186 સુધી પહોચી જવા પામ્યા છે.

121 દર્દીઓને સ્થાનિક ચેપ લાગ્યો

186 પોઝિટિવ કેસો પૈકી અમદાવાદમાં 83, સુરતમાં 23, રાજકોટમાં 11, વડોદરામાં 18 , ગાંધીનગરમાં 13, ભાવનગરમાં 18, કચ્છમાં 2, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં 2 , પોરંબદરમાં 3, પંચમહાલમાં 1, પાટણમાં 5, છોટાઉદેપુરમાં 1, જામનગરમાં 1, મોરબીમાં 1, આણંદમાં 1 અને સાબરકાંઠામાં 1 એમ કુલ 186 કેસોનો સમાવેશ થાય છે. રાજયમાં આ 186 કેસો પૈકી 121 કેસોમાં લોકલ ટ્રાન્શમીશન થયુ છે.જયારે 33 દર્દીઓની હીસ્ટ્રી વિદેશ પ્રવાસની છે.આ ઉપરાંત 32 દર્દીઓએ આંતર રાજય પ્રવાસ કર્યો છે.

12,299 લોકોને ક્વોરન્ટાઇન કરાયા

186 દર્દીઓ પૈકી હાલમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જયારે 143 દર્દીઓનું સ્વાસ્થ્ય સ્થિર છે. સારવાર આપીને રાજયભરમાંથી 25 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. રાજયમાં કુલ 16 દર્દીઓનું મૃત્યુ થયુ છે.રાજયમાં 12,299 લોકોને ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે. જેમાંથી 11173 લોકોને હોમ ક્વોરન્ટાઇન, સરકારી હોસ્પિટલમાં 952 લોકોને અને 174 લોકોને ખાનગી સુવિધામાં ક્વોરન્ટાઇન કરવામા આવ્યા છે. સરકાર હસ્તકની જુદી જુદી હોસ્પિટલમાં 4224 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમાંથી 186 લોકોના ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ આવ્યા છે. 3905 લોકોના ટેસ્ટ નેગેટિવ અને હજુયે 133 રિઝલ્ટ પેન્ડિંગ છે.

કલસ્ટર નિયંત્રણમાં લેવા રણનીતિ
જયંતિ રવિએ કહ્યું હતું કે રાજયમાં સુરતમાં 5 કલસ્ટરમાં 51 ટીમ સાથે 30,850 લોકોનો સર્વે કરીને અહીં સધન સર્વે હાથ ધરવામા આવશે.હાઈ રીસ્કવાળા દર્દીઓને શોધીને તેઓને નિદાન અ સારવાર પણ આપવામા આવશે. તેવી જ સમગ્ર રાજયમાં સુરત સહિત 44 કલસ્ટરમાં 121 તબીબી ટીમ દ્વ્રારા 99321 લોકોનો સર્વે કરાશે.આ કલસ્ટરોમાં સંપૂર્ણ લોકડાઉનનો પમ અમલ કરવામા આવશે.

To Top