Top News

More Posts

   The Latest

Most Popular

ડ્રેનેજ જેવાં જરૂરી કામોને કારણે કોટ વિસ્તારના અનેક રસ્તાઓ ઉપર ખોદકામ ચાલુ છે. એટલે એ રસ્તાઓ ઉપર ટ્રાફિકની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આથી વાહનચાલકોને હાડમારી તો ભારે  પ્રમાણમાં પડી રહી છે. પણ રસ્તાઓ ઉપર કામ ચાલતું હોય ત્યારે નાછુટકે વાહનવ્યવહાર ફરજીયાતપણે બંધ રાખવાની ફરજ સુરત મ.ન.પા.ને પડી છે. આ બધાં કામો, આપેલા સમયની અવધિમાં પૂરાં થાય, એવું સૌ લોકો, વાહનવાળા અને દુકાનદારો હૃદયથી ઇચ્છે છે. ડ્રેનેજનાં કામો ગુણવત્તાસભર થાય. એ પણ એટલું જ જરૂરી છે. રસ્તાઓ, કામોને કારણે બંધ છે.

નાગરિકોની હાલાકીનો કોઇ પાર નથી. એટલે અમે અત્રે, જયાં – જયાં આવાં કામો ચાલે છે, ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો, જરા સક્રિય બને અને જે તે સ્થળે હાજર રહે, એવી વિનંતી કરીએ છીએ. કોર્પોરેટરો, માથા ઉપર ઊભા રહીને આ કામો કરાવે, અને જલ્દી કરાવે, તો શહેરના નાગરિકો રાજી થશે. ચાલુ કામ  ઉપર ઊભા રહેવાનું કામ, કોર્પોરેશનના અધિકારીઓનું છે. પણ કોર્પોરેટરો પણ પોતાની ફરજ સમજીને, અંગત રસ લઇને કામનાં સ્થળોએ ઊભા રહેશે તો, કામ જલ્દી  પૂરું થશે અને શહેરીજનો, રસ્તાઓ સમયસર ખુલ્લા થવાથી હાશકારો અનુભવશે.
સુરત     – બાબુભાઇ નાઇ       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top