Top News

More Posts

   The Latest

Most Popular

એક વક્તાએ  કહ્યું કે સમાજમાં સૈાથી વધુ માનને પાત્ર શિક્ષકો જ છે. આ લખાણની પ્રેરણા એટલા માટે મળી કે હાલમાં જ એક સૈાથી જૂના અને મજબૂત આઈ.પી.એસ. નો ઇન્ટરવ્યુ જોયો, એમાં એમણે ખૂબ જ સરસ વાત કહી કે કોઇ પણ ગુનેગાર તરત જ મોટો નથી બનતો. સંજોગો ગુનેગાર બનાવવાની શરૂઆત ચોક્કસ કરે છે. ઉદાહરણ તરીકે જો કોઈ નાનો બાળક બીજા બાળકની પેન્સીલ ચોરી કરે તો આ ભાવની શરૂઆત ચોક્કસ થાય. આવા સંજોગોમાં શિક્ષકો જો રસ લઈ જે તે માતા પિતા સાથે ચર્ચા કરે તો ચોક્કસ સમાજમા પરિવર્તનની શરૂઆત થાય. બાળકનાં આવાં કાર્યો માટે શિક્ષકોને જવાબદાર ન ઠેરવીએ,  પરંતુ શિક્ષણ સિવાય પણ જો આવી બાબતો ધ્યાનમાં લેવાશે તો બદલાવની શરૂઆત જણાશે.

હા, એ પણ સચ્ચાઈ હશે કે મોટા ભાગના શિક્ષકો આ કાર્ય કરતા હશે, પરંતુ માતા પિતાનો સહકાર ન મળતો હોય, મોટા ભાગનાં લોકો એવું ચોક્કસ માને છે કે બાળક છે, આવું કરે, સમયે પરિવર્તન આવશે. બાળપણની અલગ અલગ ઘટનાઓ ચોક્કસ નિહાળવી જોઈએ. જો કોઈ ઘટના અલગ લાગે તો સમય સમજણથી આ ઉંમરે પરિવર્તન લાવી શકાય, નહીં તો  મોટા થતાં કંઇ પણ હાથમાં નથી રહેતું. શિક્ષકોની આ જવાબદારી તો નથી, પરંતુ હા, તેઓ ખૂબ જ મોટો સુધારો જરૂર કરી શકે. સમાજના દરેક એ ન સમજે  કે આપણને સોંપેલ કામ જ આપણું છે, સોંપેલ કામની આજુબાજુ નજર કરીએ તો ઘણો સુધાર કરી શકીએ.
સુરત     -જિજ્ઞેશ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top