તિરંગાની ગરિમા જાળવો 

આપણાં ભારત દેશને અમૂલ્ય આઝાદી સ્વતંત્રતા મળી, અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવનારા ભડવીરો જેવા કે પૂ. મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ વિગેરેનું યોગદાન છે. આ વર્ષે આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. ત્રણ રંગનો બનેલો તિરંગો આપણો રાષ્ટ્રધ્વજ છે, જે શૌર્ય, શહાદત, બલિદાન, વિરતાથી રંગાયેલો છે, આથી તિરંગાની આન-બાન-શાન જળવાવી જોઈએ. તાલુકા-જિલ્લા-રાજ્ય કક્ષાએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાય છે. ત્યારે તિરંગાને સલામી આપવી ફરજ છે. પરંતુ આજના જમાનામાં તિરંગાની ગરિમા જળવાતી નથી અને ઘણાં યુવાનો કાર પર કે મોટર બાઈક ઉપર પ્લાસ્ટીકનો તિરંગો લગાવી ફરતા હોય છે. ઘણીવાર તે લગાવેલો તિરંગો પવનના સુસવાટાના કારણે વાહન પરથી ઉડીને રોડ પર પડતાં ધૂળ ખાતો હોય છે. જે તિરંગાની અવદશા જોતાં રાષ્ટ્રનું અપમાન છે. આથી 26 જાન્યુઆરી હોય કે 15મી ઓગષ્ટ હોય. આ બંને રાષ્ટ્રીય પર્વ વેળાએ તિરંગાનો દુરૂપયોગ ન કરવો જોઈએ, અને તિરંગાની શાન જાળવવી જોઈએ તેજ સાચી રાષ્ટ્રભક્તિ છે.
તરસાડા – પ્રવિણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top