Top News

More Posts

   The Latest

Most Popular

સુરત (Surat): રફ ડાયમંડ (Raw/ Rough Diamonds) સપ્લાઇ કરતી વિશ્વની સૌથી મોટી ડાયમંડ માઇનિંગ કંપની ડિબિયર્સના (De Beers Sa) 2020ના રફ ડાયમંડના વેચાણમાં 27 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. 2020માં ડી-બિયર્સનું રફ ડાયમંડનું વેચાણ 22.7 મિલિયન કેરેટ રહી ગયુ હતુ. જો કે ડીબિયર્સે જણાવ્યું છે કે કોરોનાની રસી (Corona Vaccine) મળી ગયા પછી નવા વર્ષમાં વેપારમાં સુધારો જોવા મળી રહ્યો છે. ડાયમંડ જ્વેલરીની (Diamond Jewelry) ફરી ડિમાન્ડ નીકળી છે. પરંતુ વૈશ્વિક બજારોમાં અત્યારે લિક્વિડિટીની (liquidity) સમસ્યા છે.

2020ના છેલ્લા ક્વૉટરમાં ડી-બિયર્સે રફ ડાયમંડનું પ્રોડક્શન 14 ટકા ઘટાડી રફ ડાયમંડના ઉત્પાદનમાં 6.7 મિલિયન કેરેટનો ગણતરી પૂર્વકનો ઘટાડો કર્યો છે. હીરાની ખાણ (Diamond Mines) ધરાવતી કંપનીએ બોટસ્વાનામાં 28 ટકા નામીબિયામાં (Namibia) 26 ટકા, કેનેડામાં (Canada) 23 ટકા ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. દક્ષિણ અફ્રીકામાં (South Africa) 2020માં ઉત્પાદન 1.3 મિલિયન રહ્યુ હતુ. જે અગાઉના વર્ષો કરતા ખુબ વધુ રહ્યુ છે. કંપનીએ 2019ની તુલનાએ 2020માં કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી હીરાની ક્વોલિટી (diamond quality) પ્રમાણે 3થી 10 ટકા ભાવ પણ ઘટાડ્યો હતો. તેને લીધે કંપનીના વેચાણના આંકડાઓમાં પણ ઘટાડો નોંધાયો છે.

ભારત, અમેરિકા અને યુરોપના દેશોમાં 2020માં કોરોનાની વ્યાપક અસરને લીધે ડી-બિયર્સ, અલરોઝા (Alrosa) અને રીયો-ટિન્ટો (Rio Tinto) જેવી ડાયમંડ માઇનિંગ કંપનીઓના રફ ડાયમંડના વેચાણમાં 27થી 40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. નવેમ્બર-2019થી નવેમ્બર-2020 સુધી અમેરિકાના પોલિશ્ડ ડાયમંડના (polished diamond) એક્સપોર્ટમાં (export) 28 ટકા ઇમ્પોર્ટમાં (import) 42 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે વીતેલા વર્ષો કરતા સર્વાધિક રહ્યો છે. રફ ડાયમંડના ઇમ્પોર્ટમાં 33 ટકા અને એક્સપોર્ટમાં 25 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આ બધાની અસર ભારતમાં સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગ (Mumbai Diamond Business) પર જોવા મળી છે.

હાલમાં આખા દેશ સહિત રાજ્ય અને શહેરમાં પણ કોરોનાનું જોર ઘટ્યુ છે. વળી દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત પણ થઇ ચૂકી છે. આ બધા સાથે દરેક પ્રવૃત્તિઓ સામાન્ય તરફ વળી છે, એ જોતા એવું લાગે છે કે દેશમાં ટૂંક સમયમાં અર્થતંત્ર પાટે ચઢવું જોઇએ. જો કે અર્થતંત્રને પાટા પર લાવવા માટે ઘણા પડકારોનો આપણે સામનો કરવો પડશે. આ માટે સરકારની આત્મનિર્ભર ભારત નીતિ કેટલી કામ લાગે છે?

To Top