Charchapatra

પ્રજાસત્તાક દેશની પ્રજા પાસે સત્તા કેટલી..?

આપણે ભારતવાસી દર ૨૬ મી જાન્યુઆરીના રોજ પ્રકાસત્તાકદિનની ઉજવણી કરીએ છીએ. પરંતુ ક્યારેક વિચાર્યું છે કે જે દિવસને પ્રજાસત્તાક અથવા ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. એમાં ગણ એટલે કે પ્રજાનું કેટલું અને શું મહત્વ છે.? અથવા પ્રજા પાસે કેટલી સત્તા છે.? ગણતંત્રમાં ગણ એટલે પ્રજા. પ્રજા દ્વારા ચાલતું તંત્ર એટલે ગણતંત્ર. બોલવામાં અને સાંભળવામાં જેટલું સારું અને સીધુ લાગે છે એટલું વાસ્તવમાં નથી..! કેમ કે ગણતંત્રમાં ગણ (પ્રજા) માલિક છે જેમાં ગ્રામપંચાયતથી લઈ સંસદભવન સુધીના તમામ ચૂંટેલા જનપ્રતિનિધિઓ તેમજ સરકારી અમલદારો આ બધા પ્રજાના નોકર (સેવક) છે. આ સેવકો એટલે કે તંત્ર. આ ‘તંત્ર’ ગણ (પ્રજા) ઉપર હાવી થઈ રહ્યું છે. જેના કારણે ‘ગણ’ ‘તંત્ર’ને સલામ ભરવા તેમજ સાહેબ અથવા માઈબાપ જેવા શબ્દોથી બોલાવવા મજબૂર થઈ છે.! હાલ ‘ગણ’ ‘તંત્ર’ની આગળ સાવ નતમસ્તકે પડ્યું છે. આવું જોઈ કોઈ કહી શકે ખરું કે આ ગણતંત્ર છે.? માલિક નોકરને આજીજી કરે અને નોકર માલિક સાથે ગુલામ જેવું વર્તન કરે ત્યારે દેશની આઝાદીના લડવૈયાઓને કેટલું દુઃખ થતું હશે.? આ એક નવા પ્રકારની અને પ્રજાતંત્રને ઠંડા કલેજે રહેંસી નાંખનારી અત્યંત ગંદી સિસ્ટમ આકાર લઈ રહી છે. જે દેશભક્તિના ઓથા હેઠળ ચાલી રહી છે.. પાંચ વર્ષે મત માગવા આવતા જનપ્રતિનિધિઓ એક વાર ચૂંટાય જાય એટલે હવામાં ઉડવા લાગે છે. આવા સત્તા લાલચુઓને પોતાનું સ્થાન અને જવાબદારીનું ભાન કરાવવું આવશ્યક છે. તે માટે “રાઈટ ટુ રીકોલ” અને “રાઈટ ટુ રીજેક્ટ” જેવા કાયદાઓની તાતી જરૂર છે. ગણતંત્ર શબ્દને ઉલટો કરી “તંત્રગણ” કહીએ તો ખોટું નથી..! કારણ જ્યાં પ્રજાના મૌલિક અને બંધારણીય અધિકારો ઉપર પ્રહાર થતો હોય અને તેને છીનવી લેવામાં આવતા હોય. ત્યારે એને ગણતંત્ર નહીં પણ સરમુખત્યારશાહી કહી શકાય.. આવા નફ્ફટ અને નાલાયક નોકરોને તેમની હેસિયત બતાવી પ્રજાએ પોતાની સત્તાનો પરિચય આપવો જ રહ્યો….

ગાંગપુર  -મનિષ બી.પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top