Gujarat

પાર્લામેન્ટ્રી બોર્ડમાં લેવાયો નિર્ણય: ભાજપમાં ‘સગાવાદ’ નહીં ચાલે, 60થી વધુ વર્ષના નેતાઓને પણ સ્થાન નહીં

ગાંધીનગર (Gandhinagar): રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગર પાલિકા સહિતની (Municipal Elections) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ પહેલા રાજ્યમાં રાજકરણમાં માહોલ થોડો ગરમ ચાલી રહ્યો છે, કારણ કે જેમ ભાજપ (BJP) અન્ય રાજ્યોમાં પગપેસારો કરવા કમર કસીને બેઠી છે. એમ અન્ય રાજ્યોની પાર્ટીઓ પણ ગુજરાતમાં પગ પેસારો કરવા વ્યૂહરચના બનાવીને બેઠી છે. થોડા દિવસો પહેલા ભાજપ પર એવા આરોપો હતા કે આ પાર્ટીમાં સગાવાદ અને ભાઇવાદ ચાલી રહ્યો છે. સાંસદોના નજીકના લોકોને અને સગા-સંબંધીઓને ટિકીટો વહેંચાઇ રહી છે.

જો કે આજે એટલે કે સોમવારે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડમાં એક મહત્વનો અને કેટલાક અંશે કડક કહી શકાય એવો એક નિર્ણય લેવાયો છે. પ્રદેસ અધ્યક્ષ C.R.Patilની આગેવાનીમાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે ભાજપમાં કોઈ પણ નેતાના પરિવારના સભ્યને ટિકિટ નહિં મળે આ સિવાય સૌથી ચોંકાવનારો નિર્ણય એ છે કે 60 વર્ષથી ઉપરનાં નેતાઓને ટિકિટ નહિ મળે. વધુમાં જે વ્યક્તિ છેલ્લા ત્રણ ટર્મથી કાઉન્સિલર છે તેમને પણ ભાજપ ટિકિટ નહિ આપે.

આ નિર્ણય આવતા જ ભાજપમાં ભાઇવાદ ચાલી રહ્યો હોવાનો આરોપ કરતા લોકોના મોઢા બંધ થઇ ગયા છે. આજથી ત્રણ દિવસ માટે ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani), નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની (Dy. CM Nitin Patel) હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં ભાજપ પાસે પ્રત્યેક વોર્ડ દીઠ 16 નામોની યાદી છે, જેના પર ચર્ચા કરીને લગભગ ચોથી ફેબ્રુઆરી સુધી ભાજપ પોતાના મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરશે એવુ જાણવા મળ્યુ છે.

બીજી બાજુ અમદાવાદમાં ભાજપના ઉમેદવાર નક્કી થાય તે પહેલા મેયરપદ માટે ભારે રસાકસી શરૂ થઇ છે. અંદરના સૂત્રોએ આપેલા અહેવાલ મુજબ અડધા અમદાવાદની ટિકિટ અમિત શાહ (Amit Shah) નક્કી કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષનું આ વલણ જોતા એવું લાગે છે કે આ વખતે ભાજપ યુવા નેતાઓને પ્રાધાન્ય આપશે. જો કે C R Patilએ ઘણા સમય પહેલા એવી જાહેરાત કરી હતી કે હવે 60થી વધુ વર્ષના નેતાઓને ટિકીટ મળશે નહીં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top