Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) શહેરમાં રસીકરણ (Vaccination) અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી રહી છે. શહેરમાં કુલ 36,000 કરતા પણ વધુ હેલ્થ વર્કરો નોંધાયા છે. જેઓને હાલમાં વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે હવે સુરત શહેરનાં ઉચ્ચ અધિકારીઓ પણ વેક્સિન લઈ શહેરવાસીઓને વેક્સિન લેવા માટે પ્રેરણા આપી છે.

સુરત જિલ્લા કલેક્ટર (Collector) ડો.ધવલ પટેલ, સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાની, સુરત પોલીસ કમિશનર (Police Commissioner) અજય તોમર તેમજ જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયાએ 31 જાન્યુઆરીના રોજ વેક્સિન લીધી હતી. આ અધિકારીઓ સવારે 10.15 કલાકે સ્મીમેર હોસ્પિટલ ખાતે કોરોના પ્રિતકારક વેક્સિન લેવા પહોંચી ગયા હતા.

વેક્સિન પ્રત્યે લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર થશે
શહેરમાં આરોગ્ય કર્મચારીઓના રસીકરણ બાદ ટૂંક સમયમાં જ ફ્રન્ટલાઈન વર્કર્સ તેમજ આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોનું રસીકરણ કરાશે. આ સાથે જ સામાન્ય લોકો પણ રસીકરણ પ્રત્યે જાગૃત થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ પણ હવે મેદાનમાં ઉતર્યા છે. શહેરના પોલીસ કમિશનર, એસએમસી કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર રવિવારે સવારે વેક્સિન લઇ સઁદેશ ફેલાવ્યો હતો. આનો એક ફાયદો એ પણ થઈ શકે છે કે સામાન્ય લોકોમાં વેક્સિન પ્રત્યેની ગેરસમજ દૂર થશે.

સુરત શહેરમાં કોરોના સામેની લડતમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી રહી છે. શહેરમાં કુલ 36,000 કરતા પણ વધુ હેલ્થ વર્કરો નોંધાયા છે. જેઓને હાલમાં વેક્સિન આપવામાં આવી રહી છે. મનપા દ્વારા છેલ્લા સાત દિવસોમાં કુલ 18,181 હેલ્થ વર્કરોને વેક્સિન મુકી દેવામાં આવી છે.

હવેથી શહેરમાં સોમવારથી શનિવાર એમ અઠવાડિયામાં કુલ છ દિવસ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે તેમ મનપાના આરોગ્ય વિભાગના ડે.કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું. ટૂંક સમયમાં હેલ્થકેર વર્કરોને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી પુરી થનારી હોય આવતા અઠવાડીયાથી શહેરમાં ફ્રન્ટલાઇન વર્કરોને પણ વેક્સિન આપવાનું શરૂ કરી દેવાશે તેવું મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.

શહેરમાં જ્યારે વેક્સિનશન શરૂ કરવામાં આવ્યું ત્યારે અઠવાડિયામા માત્ર ત્રણ જ દિવસ વેક્સિન આપવામાં આવતી હતી. ત્યારબાદ ચાર દિવસ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હવે સોમવારથી શનિવાર એમ કુલ છ દિવસ વેક્સિન આપવામાં આવશે.

To Top