National

બજેટ: પેટ્રોલ પર રૂ. 2.5, ડીઝલ પર રૂ. 4 એગ્રી સેસ, જોકે સામાન્ય લોકો પર તેનો ભાર નહીં આવે

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમને (Finance Minister Nirmala Sitharaman) આજે વર્ષે 2021-22 નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટમાં પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપિયાના એગ્રી સેસની દરખાસ્ત કરી છે. તે 2 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. જો કે, નાણાં પ્રધાને ખાતરી આપી છે કે તેનો ભાર સામાન્ય લોકો પર પડશે નહીં. આ માટે બેઝિક એક્સાઈઝ ડ્યૂટી અને વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે.

સીતારમણે કહ્યું કે પેટ્રોલ (PETROL) પર લિટર દીઠ રુ. 2.5 અને ડીઝલ (DIESEL) પર પ્રતિ લિટર રૂ. 4 નો વધારો કરવાની અપેક્ષા છે. અને તેનાથી મોંઘવારી વધવાની શક્યતા છે, કારણ કે ડીઝલ મોંઘુ થવાને કારણે ટ્રક્સના ભાડાની કિંમત વધશે. જો કે, સીતારમણે કહ્યું હતું કે સમગ્ર રીતે જોવા જઈએ તો ગ્રાહક પર કોઈ વધારાનો ભાર નહીં પડે.

કોરોના યુગમાં સરકારની તિજોરી ખાલી છે અને કમાણી પર ખરાબ અસર પડી છે. આવી સ્થિતિમાં, ક્યાંકથી વધારાની રકમ એકત્રિત કરવી જરૂરી છે. વર્તમાન નાણાંકીય વર્ષ 2020-21 માટે સરકારે આરોગ્ય અને શિક્ષણ ઉપકર દ્વારા 26,192 કરોડના ભંડોળ એકઠું કરવાની બજેટમાં જોગવાઈ કરી હતી.

બજેટમાં મિડલ ક્લાસને કઈ મળ્યું નહિ. સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી અને કોઈ છૂટ પણ આપવામાં આવી નથી. જોકે અફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખરીદનારને વ્યાજમાં 1.5 લાખ સુધીની એક્સ્ટ્રા છૂટનો સમય એક વર્ષ વધારીને માર્ચ 2022 સુધીનો કરી દેવામાં આવ્યો છે, જ્યારે 75 વર્ષથી વધારે ઉંમરના પેન્શર્સને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મુક્તિ આપવામાં આવી છે.

નાણામંત્રીએ કહ્યું કે, અમે લોકડાઉન ખતમ થયા પછી સરકારી ખર્ચ વધાર્યો છે. 2020-21માં 30.42 લાખ કરોડના સરકારી ખર્ચનો અંદાજ છે, જે વધીને 34.5 લાખ કરોડ થશે. 2021માં રાજકીય ખાધ GDPના 9.5% છે. તેની ભરપાઈ માટે અમને 80 હજાર કરોડ રૂપિયા વધારે જોઈએ. તે માટે અમને બજાર પાસેથી અપેક્ષા છે. 

બીજી તરફ બજેટ ભાષણ દરમિયાન બજારમાં ખૂબ તેજી જોવા મળી છે. આજે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty)માં જોરદાર ખરીદી જોવા મળી છે. સેન્સેક્સમાં 18,00 પોઈન્ટ સુધી વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત નિફ્ટી પણ 14,000 પાર થઈ ગયો છે. કોરોનાની મહામારીને કારણે પાટા પરથી ગબડી ગયેલા અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા માટે સરકારે બજેટમાં અનેક જાહેરાત કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ સેક્ટર્સ ઉપરાંત રોજગારી વધારવા માટે બજેટમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top