Top News

More Posts

   The Latest

Most Popular

રશિયા (RUSSIA) માં પુતિન સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખો લોકોએ ભાગ લીધો છે. વિપક્ષી નેતા એલેક્સી નવલેની (ALEXEI NAVALNY) ની ધરપકડના વિરોધમાં લોકો રશિયાના લગભગ 100 જેટલા શહેરોમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. પોલીસે વિરોધ કરનાર ઉપર કડક કાર્યવાહી કરી છે અને 3 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિરોધ દરમિયાન નવલનીની પત્ની યુલિયાને પણ કસ્ટડીમાં લેવામાં આવી હતી.

અહેવાલ મુજબ, મોસ્કોમાં (MOSCO) પોલીસ વિરોધીઓને માર મારતી અને ખેંચ તાણ કરતી જોવા મળી હતી. વિપક્ષી નેતા એલેક્સી નવેલિનીની 17 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. નવલેની પુટિનના સૌથી લોકપ્રિય વિવેચકોમાંના એક તરીકે ઓળખાય છે.

ઓગસ્ટ 2020 માં રુસમાં નવેલનીને ઝેર આપવામાં આવ્યું હતું. આ પછી, તે જર્મની આવી ગયા હતા. બર્લિનથી મોસ્કો પહોંચતાંની સાથે જ તેની અટકાયત કરવામાં આવી હતી. નવલેનીને પણ પેરોલની શરતો તોડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. જો કે નવલેની કહે છે કે તેમને ચૂપ કરવા માટે કાવતરું કરવામાં આવ્યું છે.

સ્વતંત્ર એનજીઓ ઓવીડી ઇન્ફો કહે છે કે ફક્ત મોસ્કોમાં પોલીસે 1200 લોકોની ધરપકડ કરી છે અને 3100 થી વધુ લોકોની આખા રશિયામાં ધરપકડ કરવામાં આવી છે. વિરોધીઓએ નવેલનીને મુક્ત કરવાની માંગ કરી હતી અને ‘પુટિન સત્તા છોડો’ ના નારા લગાવ્યા હતા.

રશિયાના દૂરના પૂર્વીય પ્રદેશોથી સાઇબિરીયા, મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ સુધી દેખાવો યોજવામાં આવ્યા હતા. વિરોધ કરનારાઓમાં કિશોર, વિદ્યાર્થીઓ અને વૃદ્ધ લોકો પણ શામેલ હતા. વિરોધ કરી રહેલી મહિલાએ કહ્યું કે રશિયા જેલમાં ફેરવાઈ ગયું છે, તેથી તેણે આ પ્રદર્શનમાં જોડાવાનું નક્કી કર્યું.

રોઇટર્સના એક અહેવાલ મુજબ 40 હજાર લોકો મોસ્કોમાં આ રેલીમાં જોડાયા હતા. જો કે, રશિયન સરકારનું કહેવું છે કે ત્યાં માત્ર 4 હજાર વિરોધ કરનારા હતા. નિષ્ણાંતો કહે છે કે રશિયામાં આટલા મોટા પાયે પ્રદર્શનની ઘટના અભૂતપૂર્વ છે.

એક 53 વર્ષીય વ્યક્તિએ કહ્યું કે તે ડરી ગયો છે અને કંટાળી ગયો છે. તેમણે કહ્યું કે અમે નવલેની અથવા પોતાને માટે નહીં, પરંતુ તેમના પુત્ર માટે આવ્યા છે કારણ કે રશિયામાં કોઈ ભાવિ નથી.

To Top