સુરત: (Surat) સુરત શહેરમાં સરેઆમ પ્રદૂષણ (Pollution) ફેલાવતો સચીન જીઆઇડીસી વિસ્તાર ફરી વિવાદમાં (Controversy) આવ્યો છે. સચીનની (Sachin) બે ડાઈંગ મિલોને (Dyeing...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) ચંપાવતમાં (champawat) સોમવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના (accident) બની છે. ચંપાવત જિલ્લાના ડાંડા વિસ્તારમાં સોમવારે રાત્રે લગ્ન પતાવી...
સુરત: (Surat) સુરતમાં હજીરા (Hajira) પટ્ટીમાં આવેલા ઉદ્યોગોને માલવહન માટે વધુ સુવિધા આપી શકાય તે માટે આ વિસ્તારમાં 40 કિ.મી.ની નવી રેલવે...
સુરત : ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડે (Grishma vekariya murder) દેશભરમાં ચકચાર જગાવી છે.ફેનિલ ગોયાણી નામના યુવકે ગઈ તા. 12મી ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્માની તેના...
હિમાચલ: હિમાચલ (Himachal) પ્રદેશના ઉના (Una) જિલ્લાના તાહલીવાલની (Tahliwal) ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ (Blast) થતાં મોટો અકસ્માત (accident) થયો છે. આ અકસ્માતમાં છ...
પલસાણા: પલસાણા (Palsana) તાલુકાના જોળવા ખાતે આવેલ પરપ્રાંતીય વસતી ધરાવતા વિસ્તારમાં રવિવારે સમગ્ર પંથકને હચમચાવતી ઘટના બની હતી. 11 વર્ષની માસૂમ બાળાને...
સુરત: છેલ્લાં 20 દિવસથી કર્ણાટકમાં ચાલી રહેલો હિજાબ વિવાદ હવે સુરત સુધી લંબાયો છે. આજે વરાછાના હીરાબાગ પાસે આવેલી વિદ્યાભવનમાં કેટલીક મુસ્લિમ...
વડોદરા: યુક્રેન અને રશિયા વચ્ચે સર્જાયેલા વિવાદને (Ukraine Russia dispute)લઈ સમગ્ર વિશ્વ (world)ચિંતામાં છે. ગમે તે ઘડીએ યુદ્ધ થવાની સંભાવના છે. જેને...
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રહીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા તત્કાલીન સીઈઓ ચિત્રા રામકૃષ્ણ રિટાયર થયા તેનાં પાંચ વર્ષ પછી તેમના કબાટમાં રહેલાં હાડપિંજરો...
તાજેતરમાં ‘બ્રહ્મમોસ’ મિસાઈલ અંગેના એક કાર્યક્રમમાં ટોચના એન્જીનિયરો અને વિજ્ઞાનીકોની હાજરીમાં ભારતના રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહે શબ્દો ઉચ્ચાર્યા કે ભારત બ્રહ્મોસ મિસાઈલ...
આ વર્ષે એક વાત ધ્યાને આવી કે 14 ફેબ્રુઆરીના રોજ લોકોના વોટ્સઅપ સ્ટેટસ ઉપર વેલેન્ટાઈન દિવસની શુભકામનાઓ આપતાં સ્ટેટસથી વધુ પુલવામા એટેકમાં...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી (Gujarat Assembly Election)જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ(BJP)માં ફૂલ બહાર તો કોંગ્રેસ(Congress)માં કાળા વાદળો છવાયા...
અપેક્ષાઓ, ઈચ્છાઓ નથી સંતોષાતી ત્યારે માનવી પ્રેમ, કરુણા , સહિષ્ણુતા છોડી દાનવી વૃત્તિવાળો બની જાય છે. પોતાને ગમતી એક ચીજ કે વ્યક્તિને(...
ડિસેમ્બર માસમાં રિલીઝ થયેલી એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’ અત્યંત ટૂંકા સમયગાળામાં થિયેટરમાંથી અદ્રશ્ય થઇ ગઇ. સ્ત્રીની સમસ્યા, વેદના, પરિવારમાં થતી...
દરેક પક્ષમાં અપરાધી વ્યકિતઓની ભરમાર હોય છે કારણ આજે રાષ્ટ્રવાદી વ્યકિતઓની પ્રજામાં કોઇ કિંમત નથી અને અપરાધીઓની બહુમતિ આગળ ને આગળ આવતાં...
સુરત : ગ્રીષ્મા હત્યાકાંડમાં (Grishma Murder) વાસ્તવમાં ફેનીલનો (Fenil) કોઇ મદદગાર છે કે નહી તે મામલે કરૂણેશની (Karunesh) પૂછપરછ એક દિવસ કરવામાં...
આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા લોકો ઘરથી તેમના કામ ધંધાના સ્થળ સુધી સામુહિક પરિવહન સેવામાં એક જ ટિકીટથી મુસાફરી કરી શકે તે માટે...
એક દિવસ એક પ્રોફેસર ક્લાસમાં એકદમ નવું કડક લિનનનું સફેદ શર્ટ પહેરીને આવ્યા શર્ટ સાથે તેમણે એકદમ જુદુજ લાગે તેવું લાઈટપિંક કલરનું...
અમુક તો એટલાં ભુખેશ કે, મસાલા-ઢોસાનું પાટિયું વાંચે ને મોઢામાં પાણી છૂટવા માંડે. દીનાનાથ જાણે કે, મસાલા-ઢોસામાં અડદ-ચોખાના પૂડલામાં કાંદા-બટાકા ને કઢી-લીમડા...
શિક્ષણને ઓફલાઇન કરવાની સાથે જ સરકારે શિક્ષકોના કેટલાક લાંબા ગાળાથી માંગણી રૂપે પડેલા પ્રશ્નો ઉકેલવાની પણ શરૂઆત કરી છે. એક તો શિક્ષકોના...
સુરત : છેલ્લાં થોડા સમયમાં સુરત શહેરમાં ક્રાઈમ રેડ ચિંતાજનક હદે વધી ગયો છે. મર્ડર, બળાત્કાર જેવા ગંભીર ગુના વધતા પોલીસ પર...
ભારતમાં ૨૦૧૮ અને ૨૦૨૦ની વચ્ચે કેન્સરના ૪૦ લાખ કરતા વધુ કેસો નોંધાયા હતા અને આ રોગથી આ સમયગાળામાં ૨૨.પ૪ લાખ લોકોના મૃત્યુ...
આણંદ : મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે લક્ષ અમૃતવિલા સોસાયટીમાં સરકારી અધિકારીઓના ત્રણ બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂ.7.30 લાખની મત્તા ચોરી કરતાં ભારે...
નવી દિલ્હી: યુક્રેનને લઈને રશિયાએ મોટી જાહેરાત કરી હતી. જેમાં પુતિને પૂર્વ યુક્રેનના બે ભાગોને અલગ દેશ જાહેર કર્યા છે. આ વાતને...
સુરત: સરાજાહેર તાલીબાની સ્ટાઈલમાં 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયાની હત્યાના વાયરલ થયેલા વીડિયોએ લોકોને હલાવી મૂક્યા છે. પોલીસ અને રાજકારણીઓ પણ અંદરથી હચમચી...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં સોમવારે મહા વદ પાંચમના દિવસે 251માં પાટોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી...
વડોદરા : શહેરના ખાટકીવાડમાં રહેતા અને બાબા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા મહેબૂબ ખાન પઠાણ પરિવાર તથા અન્ય 24 લોકો સાથે કચ્છ...
વડોદરા : કરજણ પાસેના ગામમાં ઓરમાન પિતા તેમની દિકરી સાથે અવારનવાર જાતી છેડછાડ કરતા હતા. દિકરીની મદદ તેની માતા પણ ન કરી...
રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ(Ukraine Russia Dispute) સતત વકરી રહ્યો છે. ગતરોજ યુક્રેનની સીમાઓ પર રશિયાએ પોતાની મૂવમેન્ટ આગળ વધારી હતી. સીમાઓને...
વડોદરા: વડોદરાના નિશાકુમારીએ સાહસ અને પર્વત ચઢવાના મહાવરા રૂપે મધ્ય રાત્રિએ કડકડતી ઠંડી અને ફૂંકાતા પવનો વચ્ચે ગિરનારનું આરોહણ કર્યું હતી. તેના...
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણી: મહાયુતિએ 214 બેઠકો જીતી, ભાજપની 120 બેઠકો સાથે બંપર જીત
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
સુરત: (Surat) સુરત શહેરમાં સરેઆમ પ્રદૂષણ (Pollution) ફેલાવતો સચીન જીઆઇડીસી વિસ્તાર ફરી વિવાદમાં (Controversy) આવ્યો છે. સચીનની (Sachin) બે ડાઈંગ મિલોને (Dyeing Mill) જીપીસીબી (GPCB) દ્વારા ક્લોઝર નોટીસ (Notice) ફટકારવામાં આવી છે. રોબીન ડાય એન્ડ ઇન્ટરમિડિએટ સહિત હોજીવાલા ઇન્ડસ્ટ્રીની રચના વીવ્ઝને જીઆઇડીસીની લાઇનમાં પાણી છોડવા બદલ કલોઝર ફટકારવામાં આવ્યા છે.
સુરત શહેરમાં લાંબા સમયથી પ્રદૂષણ માફિયાઓ સરકારી તંત્રને ખુલ્લો પડકાર ફેકી રહ્યા છે. શહેરના પાંડેસરા જીઆઇડીસી સહિત સચીન જીઆઇડીસી વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા એકમો બેફામ બન્યા છે. સચીન જીઆઇડીસીના કેમિકલકાંડના ડાઘ હજી દુર થયા નથી ત્યાં ફરી પ્રદૂષણ ફેલાવનારા એક્ટિવ થઇ ગયા છે. સચીન જીઆઇડીસી અને હોજીવાલા સહિત પાંડેસરા વિસ્તારમાં સતત નિરીક્ષણ ચાલુ કરી દેવાયું છે. આ અંગે પુછપરછ કરતા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના કાર્યકારી પ્રાદેશિક અધિકારી જીજ્ઞાબેનએ કહ્યું હતું કે તેમની તપાસ દરમિયાન 3 એકમો પકડાયા હતા. જ્યાં પોલ્યુશન રીલેટેડ કાયદાઓનો ભંગ થતો હતો. સચીન જીઆઇડીસી વિસ્તારની ગૌતમ ઇન્ડસ્ટ્રી તેમજ રોબીન ડાય એન્ડ ઇન્ટરમિડિએટને પંદર દિવસમાં પૂર્તતા કરવા સમય અપાયો હતો.
આ એકમો ખુલ્લેઆમ પ્રદૂષણ ફેલાવાતા હતા. તે પૈકી રોબીન ડાયમાં તો સિક્યુરીટી કેબીન પાસે વ્યવસ્થા કરી પાણી છોડાય તેવી ભીતિ હતી. જેને પગલે જીપીસીબીએ આ એકમને પંદર દિવસમાં કમ્પ્લાયન્સ કરવા સમય આપ્યો હતો. તેવી જ રીતે હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં રચના વીવ્ઝના કારભારીઓ વોટરજેટ મશીન ઓપરેટ કરી તેમાંથી નીકળુતું દૂષિત પાણી જીઆઇડીસીની લાઇનમાં છોડતા હતા. આ મામલે આ એકમને પણ પંદર દિવસમાં પૂર્તતા કરવા જણાવાયું હતું. પરંતુ આ એકમો કોઇ પૂર્તતા નહિં કરી શકતા કલોઝર આપી પાવર કટ કરી દેવાયા છે. સુરત શહેરમાં પ્રદૂષણ ફેલાવનારા એકમો સામે હવે જીપીસીબી વધુ આકરા પગલા ભરવા સંકતો આપી દીધા છે.