Gujarat Main

ચુંટણી નજીક આવતા જ ભાજપ હાઉસફૂલ, કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી (Gujarat Assembly Election)જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ(BJP)માં ફૂલ બહાર તો કોંગ્રેસ(Congress)માં કાળા વાદળો છવાયા હોય તેવો માહોલ સર્જાયો છે. કોંગ્રેસ નેતા (Congress leader)જયરાજસિંહ પરમારે (Jayaraj Singh Parmar) આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. આ અગાઉ કોંગ્રેસના પૂર્વ નેતા અને મહિસાગર લુણાવાડાના બે ટર્મથી ચૂંટાયેલ પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલ તેમના સમર્થકો સાથે સોમવારે ભાજપમાં જોડાયા છે. જયરાજસિંહ પરમારે શક્તિ પ્રદર્શન કરતાં અડધો કિલોમીટર લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે કમલમ પહોંચ્યા છે.કમલમ પર જયરાજસિંહ સાથે એક હજાર કરતાં વધુ સમર્થકો આવતાં મેદાન પણ નાનું પડું ગયું હતું તેમજ ખુરશીઓ ખૂટી પડી હતી.

  • કોંગ્રેસમાં નિરાશા મળતા પક્ષ છોડ્યો : જયરાજસિંહ પરમાર
  • ક્ષત્રિય સમાજનો મોટો ચહેરો જયરાજસિંહ પરમાર
  • ટ્વિટ કરીને ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી હતી

જયરાજસિંહ પરમારે પોતાના વતનમાં અજાય મતાજી, ઈસ્ટદેવ માંડવરાય દાદા તથા વિજાપુરના લાડોલ ગામમાં કુળદેવી હરસિધ્ધમાતાજીના દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ તેમણે પરિવારમાં વડીલોના આશિર્વાદ લીધા. બાદમાં તેઓ પોતાના અમદાવાદના નિવાસ સ્થાન સેન્ટોસા ગ્રીનલેન્ડ જવા નીકળ્યા હતાં અને ત્યાંથી સોલા ઓવરબ્રિજ પાસેના બહુચર માતાજીના મંદિરમાં દર્શન કરીને કમલમ જવા નીકળ્યા હતા.જયરાજસિંહ પરમાર ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. કોંગ્રેસ પાસેથી તેઓએ ટીકીટ મેળવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ અંતે નિરાશા મળતા તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેઓની સાથે તેમણે ઉત્તર ગુજરાતના તેમના ટેકેદારો મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજી તાલુકા કોંગ્રેસપ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજીના પૂર્વ પ્રમુખ રણુભા ઝાલા,બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જશુ પ્રજાપતિ સહિતના 150 જેટલા આગેવાનોને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.

જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા

કાર્યકર્તાઓને લઈને આપની સમક્ષ ત્રુટીઓ પુરવા આવ્યો છું : જયરાજસિંહ
જયરાજસિંહે કહ્યું હતું કે,મારા 37 વર્ષ અને અનેક કાર્યકર્તાઓએ ખૂબ લોહી રેડ્યું છે. એવા કાર્યકર્તાઓને લઈને આપની સમક્ષ આવ્યો છું જે ત્રુટીઓ છે એ પુરવા આવ્યો છું. એની ખાતરી આપું છું. પહેલા જમાન હતો કે રાજાનો દીકરો રાજા થતો, આ સમયમાં થતી લડાઈમાં સત્તાઓ બદલાતી હતી. અત્યારે રક્તનું ટીપું ના પડ્યું હોય અને આખી સત્તા બદલાય એનું નામ લોકશાહી છે.રાજનીતિ એ સેવાનો વિષય છે,આઝાદીની લડાઈ ચાલતી ત્યારે હેતુ એક હતો. નેશન ફર્સ્ટ. જે કાર્યકર્તા પ્રજા સાથેનો નાતો તૂટી જાય છે. હું નેતા પણ કોના નેતા એતો કહો. આ મંચ આ રાષ્ટ્રવાદી મંચની ઉપર એવો શું કામ આપણો સમય વેડફી નાંખીએ જેટલો સમય આપણે રાષ્ટ્રનિર્માણ માટે વાપરી શકીએ. અબ તો તૂફાન હી કરેલા ફેંસલા રોશની કા, દિયા વહીં જલેગા જીસમે દમ હોગા.

હું લેવા નથી ગયો, મને જયરાજ મળ્યાં : સી.આર.પાટીલ
ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, નક્કી કર્યું હતું કે કોંગ્રેસમાંથી કોઈને લાવવા નહિ.હું લેવા નથી ગયો, મને જયરાજ મળ્યાં. અમારા બીજા નેતાઓએ કહ્યું કે આપણે તેમને લેવા જોઈએ.મેં તેમને પૂછ્યું કોઈ એપક્ષા છે તો તેમણે ચૂંટણી લડવામાં રસ નથી એવું જણાવ્યું હતું. હવે તેમના માટે પાર્ટી નક્કી કરશે તેમને શુ જવાબદારી આપવી. કોઈ એક પાર્ટીનો કાર્યકર્તા પ્રવક્તા હોય તેને એવું લાગે કે તે રેતીમાં વહાણ ચલાવી રહ્યો છે તેનાથી નિરાશા જન્મે છે.આજે ભાજપ પર વિશ્વાસ મૂકીને 37 વર્ષની કારકિર્દી છોડીને ભાજપમાં જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે જયરાજસિંહ પરમાર પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાતા હવે ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજના મત હવે ભાજપને મળી શકે છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં જ રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. ભાજપ દ્વારા પહેલા મધ્ય ગુજરાત, બાદમાં દક્ષિણ ગુજરાત અને હવે ઉત્તર ગુજરાતનાં બિનપટેલ નેતાઓને પોતાના પડખે લેવામાં આવી રહ્યા હોય તેમ દેખાઇ રહ્યું છે.

Most Popular

To Top