SURAT

ફેનિલ છ મહિનાથી આ સિરીયલ જોઈ મર્ડરની ટ્રેનિંગ લેતો હતો, પાટીદાર આગેવાન કરૂણેશ..

સુરત : ગ્રીષ્મા હત્યાકાંડમાં (Grishma Murder) વાસ્તવમાં ફેનીલનો (Fenil) કોઇ મદદગાર છે કે નહી તે મામલે કરૂણેશની (Karunesh) પૂછપરછ એક દિવસ કરવામાં આવી હતી. આજે ફરીથી પૂછપરછ કરવામાં આવશે. એસીપી વનારે જણાવ્યું હતું કે, કરૂણેશની જવાબદારી છે કે નહી તે તપાસ પછી જ ખબર પડશે. હાલમાં આ મામલે તપાસ કાર્યવાહી કરી રહ્યા છે. હાલમાં કોર્ટ પ્રોસિડિંગ ચાલી રહ્યું હોવાને કારણે અમે વધારે કંઇ કહી શકીએ તેમ નથી. દરમિયાન આ મામલે ફેનીલન જો કોઇએ મદદ કરી હશે તો તેને છોડવામાં આવશે નહી. આ મામલે પોલીસ ગંભીર છે. અને કોઇને છોડશે નહી. એસીપી વનારે ફેનીલ સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછની વાત કરી છે.

અગાઉ એકવાર કરૂણેશની પૂછપરછ કરાઈ હતી
આ અગાઉ પાટીદાર આગેવાન કરૂણેશ સામે ગ્રીષ્માના (Grishma) પરિવારજનો દ્વારા અપાયેલી ફરિયાદ બાદ તેની પૂછપરછ સીટ દ્વારા કરવામાં આવી હતી. એસીપી વનારે આ મામલે કરૂણેશને હાજર રહેવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. આ કરૂણેશની એસીપી ભગવતસિંહ વનાર દ્વારા આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. કરૂણેશ રોયલ પાટીદાર ગ્રુપનો (Royal Patidar Group) સ્થાપક છે. પાટીદાર સમાજમાં યુવા આગેવાન તરીકે કરૂણેશનું નામ મોટુ હોવાની વાત છે. અલબત છેલ્લા કેટલાક સમયથી તેની સામે ગંભીર ફરિયાદો ઉઠી હતી. તેમાં ફેનીલ તેનો રાઇટ હેન્ડ હોવાની વાત પણ સામે આવી છે. ગ્રીષ્માની હત્યા (Murder) પછી તેનો જે વિડીયો ઉતારાયો હતો તે ડીલિટ કરાવવા માટે કરૂણેશ સ્થળ પર આવ્યો હતો અને ત્યાં આવીને તેણે લોકોને ધાક ધમકી આપી હોવાની ગંભીર બાબત પણ સામે આવી છે. આ મામલે ગ્રીષ્માના પરિવારજનો દ્વારા પણ કરૂણેશનું બેકિંગ હોવાના કારણે જ ફેનીલે સરેઆમ ગ્રીષ્માની હત્યા કરી હોવાના આક્ષેપ કર્યા છે.

છ મહિનાથી સીઆઇડી ક્રાઇમ જોઇને ગુનો કેવી રીતે કરવો તેની ટ્રેનિંગ મેળવતો હતો ફેનીલ
ફેનીલ દ્વારા વધુ એક કબૂલાત કરવામાં આવી છે તેમાં તે સીઆઇડી ક્રાઇમના તમામ યુ ટયૂબના રેકોર્ડેડ વિડીયો જોઇ નાંખ્યા હતા. તેમાં હત્યા કયારે અને કેવી રીતે કરવી અને તેમાંથી કેવી રીતે છટકી જવુ તે તમામ બાબતે તે આગોતરુ પ્લાનિંગ કરવા માંગતો હતો. આ ઉપરાંત મીરઝાપુર જેવી સિરીયલો જોઇને તેનુ ડેરીંગ ખુલ્યૂ હોવાની કબૂલાત તેણે કરી હતી.

Most Popular

To Top