Top News

More Posts

   The Latest

Most Popular

મોડાસા:  માલપુરના અંધારીવાડીમાં રહેતા શ્રમજીવી પરિવારના ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઘરમાં પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારો અને ઘરવખરી બળીને ખાખ થઇ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું આગની ઘટનાને પગલે આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.

માલપુરના સેવાકીય કાર્યો સાથે સંકળાયેલ લાલજી ભગતે શ્રમજીવી પરિવારના મકાનમાં આગના પગલે ભારે નુકશાન થતા જવાબદાર તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથધરી ભોગ બનનાર પરિવારને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.

રવિવારની સવાર માલપુરના અંધારવાડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવાર માટે આફત લઈને આવી હતી અંધારવાડીમાં રહેતા લક્ષ્મણભાઈ કોહ્યાભાઇ કોટવાળના મકાનમાં સવારે ૧૦ વાગ્યાના સુમારે અગમ્ય કારણોસર આગ લાગતા ઘરવખરી અને પશુઓ માટે સંગ્રહ કરી રાખેલો ઘાસચારો આગમાં રાખ થઈ ગયો હતો.

આગની ઘટનાના પગલે  આજુબાજુથી લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા આગ પ્રસરતા અટકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આગની ઘટનાને પગલે શ્રમજીવી પરિવારે ભારે નુકશાન વેઠવાનો વારો આવતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.

To Top