Top News

More Posts

   The Latest

Most Popular

ગોધરા: ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાના દિવસે  છુટાહાથની મારામારી થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો પાલિકાના વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા વોર્ડ 4 ના કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે બબાલ થતાં આ મારામારી ની ઘટનામાં ગોધરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મહેશ હરૂમલાણી વચ્ચે આવતા વધુ મામલો બીચકયો હતો ગોધરા કેલકટર કચેરી કમ્પાઉન્ડમાં જ છુટા હાથની મારામારી થતા પોલીસ કાફલો અને રાજકીય આગેવાનો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલા ને થાળે પાડયો હતો.

શહેર બી ડીવીઝન પોલીસે ધટના ના પગલે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. આગામી 28મી ફેબ્રુઆરી ના રોજ ગોધરા નગરપાલિકા ના 11 વોર્ડની 44 બેઠકો માટેની ચૂંટણી યોજાનાર છે જેને લઇ ભારે ચૂંટણી માહોલ જામ્યો છે આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે ગોધરા કલેકટર કચેરી કંપાઉન્ડમાં છુટાહાથની મારામારી ના દ્રશ્યો સર્જાયા હતા.

To Top