Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ (Ahmedabad) મનપાની ચૂંટણીમાં (Election) ટિકિટની વહેંચણીના મુદ્દે નારાજ થયેલા જમાલપુર ખાડીયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું છે. ઈમરાન ખેડાવાલા એ જણાવ્યું હતું કે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા પ્રદેશ અધ્યક્ષે રાજીનામું સોંપ્યું હતું. આજે તેમણે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા નિરીક્ષક, તામ્રધ્વજ શાહુ અને ગુજરાતના (Gujarat) પ્રભારી રાજીવ સાતવ સાથે મુલાકાત કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જોકે હાઈકમાન્ડ દ્વારા તેમની નારાજગી દૂર કરવા કોશિશ કરવાની ખાત્રી મળતા, તેમણે પોતાનું રાજીનામું (Resign) પરત ખેંચ્યું છે.

ખેડાવાળા એ કહ્યું હતું કે મેં મારી નારાજગી પાર્ટી સમક્ષ રજૂ કરી હતી. અમિત ચાવડાએ નારાજગી દૂર કરવાની કોશિશ કરવાની ખાતરી આપી છે, જે કંઈ પણ બન્યું છે, તેનાથી પાર્ટી અને સિનિયર આગેવાનો પણ દુઃખી છે, મને વિશ્વાસ અપાવ્યો છે કે આવનારા દિવસોમાં આવી કોઈ વાત હશે, તો ધારાસભ્ય તરીકે મને ચોક્કસ વિશ્વાસમાં લેવામાં આવશે. પાર્ટીએ મારું રાજીનામું સ્વીકાર્યું નથી તેવી વાત મને કરી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ નથી. મારી નારાજગી ફક્ત બહેરામપુરા વોર્ડ પૂરતી છે. આ નારાજગી અંગે મને ખાત્રી મળતા અમદાવાદના તમામ કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે હું અને મારા કાર્યકરો કામે લાગી જઈશું. મને જેમ મારી નારાજગી દૂર કરવાની ખાતરી આપી છે, તેમ હું પણ મારા મત વિસ્તારમાં આવતા તમામ વોર્ડ સહિત કોંગ્રેસના તમામ ઉમેદવારોની જીત માટે કામે લાગી જવાની ખાત્રી આપું છું.

To Top