Top News

More Posts

   The Latest

Most Popular

દેશમાં કોરોનાવાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવ્યા પહેલા જ માર્ચ મહિનામાં બેરોજગારી 43 મહિનાના ઉચ્ચસ્તમ સ્તર પર પહોંચી ગઇ છે. મંગળવારે મુંબઇ સ્થિત સેન્ટર ફોર મૉનિટેરિંગઇન્ડિયન ઇકોનોમીએ આ જાણકારી આપી હતી. માર્ચ મહિનામાં બેરોજગારી દર 8.7 ટકાએ પહોંચ્યો હતો જે સપ્ટેમ્બર 2016 બાદ સૌથી વધારે છે. આ વર્ષે જાન્યુઆરીમાં આ દર 7.16 ટકા પર પહોંચ્યો હતો. બેરોજગારી સાથે સંકળાયેલી રિપોર્ટ એવા સમયમાં આવી છે જ્યારે ભારતમાં 21 દિવસનો લૉકડાઉન અમલી બન્યો છે.
આ રિપોર્ટના આંકડાઓ પ્રમાણે, શ્રમ ભાગીદારી પહેલી વખત 42 ટકાથી નીચે ગબડ્યો છે. એલપીઆર સક્રિય કાર્યબળનો એક ગેજ છે. માર્ચ મહિનામાં ભાગીદારી દર 41.9 ટકા હતો અને રોજગાર દર 38.2 ટકા રહ્યો હતો. બંને પોતાના સર્વકાલિક નીચલા સ્તર પર છે.
આ આંકડાઓ મુજબ, માર્ચની વચ્ચે શ્રમ ભાગીદારીમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ જાન્યુઆરીમાં 42.96 ટકા હતો જે માર્ચમાં પડીને 41.90 ટકા થયો છે. આવું એટલા માટે થયું કારણ કે, કાર્યરત લોકોની સંખ્યા 41.1 કરોડથી ધટીની 39.6 કરોડ થઇ ગઇ છે. બેરોજગારોની સંખ્યા 3.2 કરોડથી વધીને 3.8 કરોડ થઇ છે.

To Top