Top News

More Posts

   The Latest

Most Popular

સામાન્ય રીતે એક ભારતીય રોજ 200 ગ્રામથી 400 ગ્રામ કચરો પેદા કરે છે. કોઇપણ ક્ષેત્રમાં સ્વચ્છતા જાળવવી એ એક સુચારુ ટેવ છે. આપણે ત્યાં ગામડા કરતાં શહેરી વિસ્તારમાં ગંદકી વધારે જોવા મળે છે. સી.ઇ.ઇ.ના આંકડા પ્રમાણે કચરો જનરલી વનસ્પતિ, ખાદ્ય પદાર્થમાંથી 8 ટકા, કાગળમાંથી 5 ટકા, ધૂળમાંથી 3 ટકા, ધાતુમાંથી 0.5 ટકા, કાચમાંથી 0.6 ટકા, કપડામાંથી 4 ટકા, પ્લાસ્ટીકમાંથી 0.90 ટકા અન્યમાંથી 9 ટકા કચરો પેદા થાય છે.

આમાંથી મોટા ભાગનો કચરો વત્તાઓછા સમયમાં સડી જાય છે. આંકડામાં ઓછો લાગતો પ્લાસ્ટીકના કચરાને સડતા હજારો વર્ષ લાગે છે. એટલે સૌથી વધુ પેદા થતો કચરો વનસ્પતિ કે ખાદ્યા પદાર્થનો 75 ટકા. 0.90 ટકા પ્લાસ્ટીકનો કચરો ઘણો ઘાતક સાબિત થાય છે. ગાંધીજી પોતાનું કામ જાતે જ કરતા. સફાઇનું દરેક ક્ષેત્રે ખૂબ મહત્વ છે. આ બાબતે આપણે (ખાસ કરીને જાહેર ક્ષેત્રોની સફાઇ) પાશ્ચાત્ય દેશો પાસે ઘણું શીખવા જેવું છે.

બામણિયા – મુકેશ બી. મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top