Top News

More Posts

   The Latest

Most Popular

દેશની રાજધાની દિલ્હી (DELHI CAPITAL) હાલમાં ઓક્સિજનની તીવ્ર તંગી સાથે સંઘર્ષ કરી રહી છે. ઘણી હોસ્પિટલોમાં થોડા કલાકોનો પ્રાણવાયુ ઓક્સિજન (OXYGEN) સ્ટોક બચ્યો છે, જ્યારે અમુક સ્થળોએ છેલ્લી ઘડીએ ઓક્સિજન મોકલાય રહ્યું છે. સતત બે દિવસથી દિલ્હીની ઘણી હોસ્પિટલો (DELHI’S HOSPITALS) વહેલી તકે ઓક્સિજન પહોંચાડવા સરકારને વિનંતી કરી રહી છે.  

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ કહે છે કે તેમની હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 25 ગંભીર દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અમારી પાસે હવે માત્ર થોડાક જ કલાકોનો ઓક્સિજન બાકી છે. સાથે જ વેન્ટિલેટર (VANTILATER) પણ યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી. અને અમને તરત જ એરલિફ્ટ(AIRLIFT)ની મદદથી ઓક્સિજનની જરૂર વર્તાય રહી છે, કારણ કે અન્ય 60 દર્દીઓના જીવ જોખમમાં મુકાય ગયા છે. ત્યારે આજે સવારે દસ વાગ્યે ગંગારામ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય આપવામાં આવ્યો છે.

મેક્સે ઓક્સિજનની અછત અંગે ફરિયાદ કરી
શુક્રવારે સવારે દિલ્હીની મેક્સ હોસ્પિટલ (MAX HOSPITAL) દ્વારા ટ્વીટ કરાયું હતું કે તેમને જાણ કરવામાં આવી હતી કે તેમની હોસ્પિટલમાં ઓક્સિજનની અછત છે. આ ટ્વિટમાં કહ્યું છે કે મેક્સ સ્માર્ટ હોસ્પિટલ, મેક્સ હોસ્પિટલ સાકેટમાં એટલું જ થોડુ ઓક્સિજન બાકી છે કે તરત જ પુરવઠાની જરૂર પડે.

જો કે સવારે 10 વાગ્યાની આસપાસ મેક્સ સાકેત હોસ્પિટલને ઓક્સિજન સપ્લાય કરવામાં આવ્યો હતો. હમણાં, ત્રણ કલાકનો ઓક્સિજન સપ્લાય મેક્સ સુધી પહોંચ્યો છે. દક્ષિણ દિલ્હી ડીસીપી કહે છે કે મેક્સને ઓક્સિજન મળી ગયું છે, બીજું વાહન જલ્દીથી ઓક્સિજન લઈને આવી રહ્યું છે. 

મેક્સ કહે છે કે તેને 2 એમટી ઓક્સિજન મળ્યો છે. જેનો ઉપયોગ બે જુદી જુદી હોસ્પિટલોમાં થઈ રહ્યો છે. બંને હોસ્પિટલોમાં દર્દીઓની કુલ સંખ્યા 700 છે, જેમાંથી 550 કોવિડ દર્દીઓ છે. 

મહત્વની વાત છે કે દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રાણવાયુ ઓક્સિજનનું સંકટ છે. દિલ્હી સરકારે કેન્દ્રને અપીલ પણ કરી છે, કેન્દ્રએ પણ ક્વોટામાં વધારો કર્યો છે. પરંતુ પરિસ્થિતિ ફક્ત વિકટ બની રહી છે, કારણ કે ઓક્સિજન સપ્લાય કરવામાં પણ સમય લાગ્યો છે. અને ઓક્સિજન સપ્લાય માટે દિલ્હીની કેટલીક હોસ્પિટલોએ હાઇકોર્ટનો સંપર્ક પણ કરવો પડ્યો હતો. 

To Top