Top News

More Posts

   The Latest

Most Popular

ગત સોમવારે બજેટના દિવસની સાથે સપ્તાહની શરૂઆત થઇ હતી, જે શરૂઆતની સાથે જ સારા બજેટના પગલે શેરબજારમાં તેજીનો દોર શરૂ થયો હતો, જે સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજારમાં વણથંભી તેજી જોવા મળી હતી અને શેરબજારમાં સન્સેકસ-નિફ્ટી નવા ઐતિહાસિક સપાટી કૂદાવતા જોવા મળ્યા હતા. બેન્ક નિફ્ટી 36000 પોઇન્ટની સપાટી કૂદાવી દીધી હતી. આજે બેન્ક શેરોમાં ભારે તોફાન જોવાયું હતું અને બેન્ક નિફ્ટીએ 36615 પોઇન્ટની નવી ઉંચાઇ હાંસલ કરી હતી.

સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ 51000ને પાર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટીએ 15000 પોઇન્ટની સપાટી કૂદાવી દીધી હતી. બાદમાં રિઝર્વ બેન્કની મોનીટરીંગ પોલીસી જાહેર થઇ હતી. જેના વ્યાજદરમાં કોઇ બદલાવ કરાયો નથી. જેની પાછળ થોડોક નફાવસુલી રહ્યા બાદ અંતિમ સેસન્સમાં ફરીથી નવી લેવાલી નીકળી હતી અને શેરબજારમાં તેજીનો દોર જળવાઇ રહ્યો હતો. આમ, બજેટના સપ્તાહમાં શેરબજારમાં સતત તેજી રહીને નવા વિક્રમો સર્જતા જોવા મળ્યા હતા. આમ, બજેટ બાદ તેજીની રેલીમાં શેરબજાર સતત પાંચમા દિવસે વધતા સેન્સેક્સ-નિફ્ટમાં એપ્રિલ-2020 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો નોંધાયો હતો. વિતેલા પાંચ દિવસમાં સેન્સેક્સ 4446 પોઇન્ટ અને નિફ્ટી 1289 પોઇન્ટ ઉછળ્યો હતો.

ભારતીય શેરબજારમાં બીએસઇ ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 200 લાખ કરોડ રૂપિયાની સપાટી વટાવી દીધી છે, જે આગેકૂચ જળવાઇ રહેલી જોવા મળી હતી. સપ્તાહ દરમ્યાન 10 મહિનાનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. આજે શેરબજારમાં બેઉતરફી ઉથલપાથલ રહ્યા બાદ છેલ્લે ઐતિહાસિક ઉંચાઇએ બંધ રહ્યો હતો. શેરબજારે ભલે નવી ઉંચાઇ હાંસલ કરતું જોવા મળ્યું હતું. પરંતુ રોકાણકારોએ સાવધાની રાખવાની જરૂર છે કેમ કે બીએસઇ માર્કેટ બ્રેડથ નેગેટિવ છે.

બુલરનના પગલે શેરબજાર નવા શિખરો સર કરતાં જોવા મળ્યા હતા અને આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 51000, નિફ્ટી 15000 અને બેન્ક નિફ્ટી 36000 પોઇન્ટની સપાટી પાર કરતાં જોવા મળ્યા હતા. આમ, સાપ્તાહિક તેજીમાં નિફ્ટી 9 ટકા અને બેન્ક નિફ્ટી 17 ટકા ઉછળી છે.
ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 117.34 પોઇન્ટ એટલે કે 0.23 ટકા વધીને 50731.63 પોઇન્ટની ઉંચાઇએ બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 51000 પોઇન્ટની સપાટી કૂદાવીને 51073.27 પોઇન્ટ અને નીચામાં 50565 પોઇન્ટ સુધી ઘટયો હતો.

નિફ્ટી 28.60 પોઇન્ટ એટલે કે 0.19 ટકા વધીને 14900 પોઇન્ટની સપાટી કૂદાવીને 14924.25 પોઇન્ટની બંધ રહી હતી. આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટીએ 15000 પોઇન્ટની સપાટી કૂદાવીને 15014.65 પોઇન્ટની નવી ઐતિહાસિક સપાટી રચી હતી, જ્યારે નીચામાં 14864.75 પોઇન્ટ સુધી ઘટી હતી. બેન્ક નિફ્ટી 309.70 પોઇન્ટ એટલે કે 0.88 ટકા ઉછળીને 35654.50 પોઇન્ટની સપાટી પર બંધ રહી હતી. આજે ઇન્ટ્રાડેમાં બેન્ક નિફ્ટીમાં ભારે તોફાન જોવાયું હતું અને 36000 પોઇન્ટની સપાટી કૂદાવીને 36615.20 પોઇન્ટ સુધી ઉછળી હતી.

બોર્ડર માર્કેટમાં નફાવસુલી જોવા મળી હતી. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.93 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.26 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જેના લીધે માર્કેટ બ્રેડથ નબળું પડયું હતું. બીએસઇ ખાતે 1332 શેરો વધ્યા હતા અને 1644 શેરો ઘટયા હતા, જ્યારે 152 શેરો યથાવત રહ્યા હતા.

To Top