Top News

More Posts

   The Latest

Most Popular

સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો (CONGRESS CANDIDATES) ફોર્મ ભરવા માટે કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. હાલ દેશમાં ખેડૂત આંદોલનની લહેરને હવા આપતા હોય તેમ આ કાર્યકરો બળદગાડા (bullock carts) પર સવાર થયા હતા. જેથી સડકો પર ખેડૂત આંદોલન સમયના રેલી જેવા દ્રશ્યો સર્જાયા હતા. વોર્ડ નંબર 3 ના ઉમેદવારો ધાર્મિક માલવિયા, જ્યોતિબેન સોજીત્રા, પાયલબેન બોદરા ,અશોભાઈ સાતપડા વરાછાથી બળદગાડુ લઇને માં ઉમા ખોડલના દર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભરવા નિકળ્યા હતા. જોકે બાદમાં જાણવા મળ્યા મુજબ ધાર્મિક માલવિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું ન હતું. ધાર્મિક માલવિયા સાથે ગુજરાતમિત્રએ વાત કરતા જાણવા મળ્યું હતું કે વોર્ડ નં-17નાં વિલાસબેન ધોરાજિયા અને વિજય પાનસુરિયાને આ વખતે ટિકિટ નહીં આપતા તેઓના સમર્થનમાં ધાર્મિક માલવિયાએ પણ ફોર્મ ભર્યું ન હતું. બીજી તરફ કોંગ્રેસના જુના જોગીઓ ભાવેશ રબારી, શૈલેષ રાયકા, પ્રફૂલ તોગડિયા, સતીષ પટેલ, અસ્લમ સાયકલવાલા અને રુચિર રાયકાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં.

સુરત કોંગ્રેસમાં શનિવારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસના વોર્ડ નંબર 17ના ઉમેદવાર નિલેશ કુંભાણી તેમના કાર્યકર્તા સાથે ટ્રેક્ટર (TRACTOR)માં નીકળ્યા હતા. દેશમાં ચાલતા ખેડૂત આંદોલનમાં જે રીતે ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકારનો વિરોધ વ્યક્ત કરવા માટે ટ્રેક્ટર રેલીનો સહારો લીધો હતો. એ જ રીતે ભારતીય જનતા પાર્ટી સમક્ષ પ્રતિકાત્મક વિરોધ દર્શાવી આ રેલી યોજી હતી, અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણી તેમની પેનલના અન્ય ઉમેદવારો સાથે ટ્રેક્ટરમાં નીકળી પડતા લોકોમાં ભારે કુતૂહલ પણ જોવા મળ્યું હતું.

કોંગ્રેસના અનોખા પ્રયાસથી સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા
કોંગ્રેસના આ અનોખા પ્રયાસ સાથે ખેડૂત આંદોલન (FARMER PROTEST)ના પ્રતીક સમાન બળદગાડામાં ઉમેદવારો નીકળતા સમગ્ર વરાછા વિસ્તારમાં ભારે ચર્ચા થઈ હતી. સાથે જ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહે હોય એક ગામડાની ઝલક ઉભી કરતા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ એક રીતે પારંપરિક માર્ગ પણ અપનાવ્યો છે. સાથે જ આ બળદગાડાંનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્ર સમાજમાં એક આકર્ષણ ઉભું કર્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા
ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ (LAST DAT FORM FILL UP) હોવાથી તમામ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે. જેમાં તમામ પાર્ટીના ઉમેદવારો દ્વારા પોતપોતાના અંદાજમાં રેલી કે સરઘસ કાઢવામાં આવી રહ્યું છે. સાથે જ મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાય તેમને શક્તિ પ્રદર્શનમાં મદદ કરી રહ્યા છે. જેના પગલે કોરોના ગાઈડલાઈન (CORONA GUIDELINE)ના લીરેલીરા ઉડતા પણ જોવા મળી રહ્યા છે.

જો કે આ કોઈ નવી વાત નહિ કહી શકાય કારણ કે ગાઇડલાઇન બનાવનારી ભાજપની સરકાર પોતે પણ આવા મેરાવડા કરતી ઘણા સમાચારોની હેડલાઈન બની ચુકી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે માસ્ક વિના પણ નેતા-કાર્યકરો જોવા મળ્યા છે.

To Top