Charchapatra

પ્રજાની સેવા કરવા આટલો ઉત્સાહ કેમ?!

આપણા ભારત દેશમાં જયારે પણ ચૂંટણી આવે છે ત્યારે ચૂંટાઇને પ્રજાની સેવા કરવા માટે ઉત્સાહીઓની લાઇન લાગે છે અને તે માટે મોટો ખર્ચ કરવા પણ તૈયાર છે! હવે આમાં સમજુ અને વિચારવંત નાગરિક પોતાની ક્ષમતા અને ઉત્સાહને દબાવી દેવો પડે છે.

(હાલમાં સંસદમાં ત્રીજા ભાગ ઉપરાંત ગુનેગાર છે) આવો ઉત્સાહ અને આટલો ખર્ચ કેમ તે સમજુ વ્યકિતને સમજતા વાર લાગતી નથી. ચૂંટાયા પછી પણ વેચાયાના તથા ચૂંટણી પહેલા પણ  વેચાયાના દાખલા આપણે વાંચીએ છીએ. શું આ નબીરાઓ પ્રજાની સેવા કરવા ચૂંટાય છે?!

હાલમાં પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર સાંસદોને ગમળતી રકમ પર નજર કરીએ તો 2016ના અહેવાલ મુજબ (બહુગુત તા. 24.1.21 એક લાખનો પગાર, 45 હજાર કન્સ્ટટયુઅન્સી એલાઉન્સ, 15 હજાર ઓફીસ ખર્ચ, 30 હજાર સેક્રેટરિયલ આસિસ્ટન્ટનો ખર્ચ, સત્ર દરમ્યાન રોજના 2000 ખિસ્સા ખર્ચ, એક વર્ષ દરમ્યાન કામને લગતી મુસાફરી 34 ફલાઇટની ટ્રીપ ફ્રી ઉપરાંત રહેઠાણ, પાણી, વિજળી, ટેલીફોન અને મેડિકલ ટ્રિટમેન્ટની સવલત ફ્રી.

વધુમાં કાયમી પેન્શન તો ખરું જ!! આવા 70 વર્ષમાન કેટલા?! આવા રાજકીય ચૂંટાયેલા યુવાન ઘરે બેસી કમાતા હશે તે પણ પેન્શન લેતા હશે? શું આવા ખર્ચ ઘટાડી ન શકાય? મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકના ગેસ સિલિન્ડરની સબસીડી બંધ કરી શકાય!

પરંતુ પ્રજાના સેવકની આવકમાં વૃધ્ધિ થાય ત્યારે દરેક પક્ષો એક થઇ વિના વિરોધે વધારે મેળવે છે. શું આ પ્રજાના સેવક છે? આપણા કિંમતી મતની કિંમત કેટલી છે તે સમજાય છે ને? ફીર ભી મેરા ભારત મહાન…!!

અમરોલી          – બળવંત ટેલરઆ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top