National

મેહુલ ચોક્સી સહિત 100 વિલફુલ ડિફોલ્ટર્સની 62,000 કરોડની લોન બેંકોએ લખી વળી

નવી દિલ્હી,તા. 05 : વિલફુલ ડિફોલ્ટર્સ (willful defaulters) એટલે કે જાણીજોઇને લોન પરત ન કરનારા વેપારીઓ પર બેંકોની રહેમ જારી છે. તાજી જાણકારી પ્રમાણે, બેંકોએ 62 હજાર કરોડ રૂપિયાની લોન લખી વાળી છે. લોનને લખી વાળવાનો અર્થ એનો અર્થ લોનમાફી નથી. આની મદદથી બેંકો પોતાની બેલેન્સ શીટને ચોખ્ખી રાખવાની કોશીશ કરે છે.

માહિતીના અધિકાર હેઠળ પૂછાયેલા સવાલના જવાબમાં રિઝર્વ બેંકે (reserve bank) આ માહિતી આપી છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર માર્ચ 2020 સુધીમાં બેંકોએ ટોચના 100 વિલફુલ ડિફોલ્ટરોની 62,000 કરોડ રૂપિયાની લોન લખી વાળી છે. ડિફોલ્ટરોમાં પંજાબ નેશનલ બેંક (પીએનબી), કથિત છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ ટોચ પર છે.રૂ. 5071 કરોડની ગીતાંજલિ જેમ્સ લોન એનપીએ બની છે, જેમાંથી બેન્કોએ 622 કરોડની લોન લખી વાળી છે. વિજય માલ્યાની કંપની કિંગફિશર એરલાઇન્સની લોનને પણ આ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે.

જો કે, આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ તાજેતરમાં મેહુલ ચોક્સીની કરોડોની સંપત્તિ કબજે કરી છે. આ કથિત છેતરપિંડીના કેસની કિંમત 13,000 કરોડ રૂપિયાથી વધુ છે.

જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં મુંબઇના ગોરેગાંવ વિસ્તારમાં ઓ-2 ટાવર સ્થિત 1460 વર્ગ ફુટ આકારનો એક ફ્લેટ, સોનું અને પ્લેટિનમના આભુષણો, હિરા, ચાંદી અને મર્સિડિઝ બેન્ઝ સામેલ છે. ગીતાંજલી સમૂહની કંપનીઓ અને તેના ડિરેક્ટર મેહુલ ચોક્સીના નામની 14.45 કરોડ રૂ.ની સંપત્તિ કૂર્ક કરવાનો અસ્થાયી આદેશ આપવામાં આવ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top