Top News

More Posts

   The Latest

Most Popular

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર(Surendrnagar) જિલ્લાના ધાંગધ્રા(Dhangadhra) તાલુકામાં એક મોટી દુર્ઘટના બનવા પામે છે. ધાંગધ્રા તાલુકાના મેથાણ(Methan) ગામ નજીક તળાવડીમાં ડૂબી જતા પાંચ બાળકો(children)ના મોત(Death) થયા છે. સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાને જાણ પોલીસ તેમજ ફાયર વિભાગને કરી હતી. જેના પગલે પોલીસ તેમજ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તરવૈયાની ટીમની મદદથી મૃતદેહોને તળાવડી માંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. એક પછી એક એમ પાંચેય બાળકો લાશ બહાર કાઢી દેવામાં આવી હતી.

  • સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેથાણ ગામ પાસે મોટી દુર્ઘટના
  • તળાવડીમાં ન્હાવા પડેલા 5 બાળકોના મોત
  • એક બાળકીની લાશને તરતી જોઇને પિતાને ઘટનાની જાણ થઇ

આ બાળકો દરરોજની જેમ જ મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી તલાવડીમાં નાહવા પડ્યા હતા. આ ગોઝારી ઘટનામાં 5 બાળકો મોતને ભેટ્યા હતા. જેમાં ચાર દીકરી અને એક દીકરાનો સમાવેશ થાય છે. એક સાથે પાંચ બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તેમજ પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

પિતાને લાશ તરતી દેખાતા ઘટનાની જાણ થઇ
તળાવમાં નહાવા પડેલા બાળકો જોવા ન મળતા એક પરિવારના પિતાએ તળાવની આસપાસ બાળકોને શોધવા લાગ્યા હતા. તળાવની બાજુમાં છોકરાઓને જોવા જતા આજે પિતાને તળાવમાં એક બાળકીની લાશ કરતી જોવા મળી હતી. જેના પગલે તેઓ ચોંકી ઉઠ્યા હતા અને બુમાબૂમ કરી મૂકી હતી જેના પગલે આજુબાજુના લોકો દોડીને ઘટના સ્થળે આવ્યા હતા. ફાયર વિભાગે તરવૈયાઓની મદદથી એક પછી એક પાંચે બાળકોની લાશ બહાર કાઢી દીધી હતી. બાળકોની લાશો ને જોતા પરિવારજનોમાં આકરંદ છવાઈ ગયો હતો.

તમામ બાળકો આદિવાસી પરિવારનાં
ધાંગધ્રા તાલુકા ના મેથડ ગામના સરપંચ રંજનબા ઝાલાએ જણાવ્યું હતું કે ખેતરમાં મજૂરી કામ માટે આવેલા બે પરિવારના પાંચ બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા. આ તમામ બાળકો આદિવાસી પરિવારના હતા તેઓ રોજબરોજની ક્રિયા મુજબ તળાવમાં નાહવા પડ્યા બાદ એકાએક ડૂબી જવા લાગ્યા હતા જેના કારણે ચાર બાળકી અને એક બાળકનો કમકમાટી ભર્યું મોત થયું હતો

To Top