Top News

More Posts

   The Latest

Most Popular

સુરત શહેરમાં પ્રદુષણ ઓકતા એકમોની ભરમાર વચ્ચે જીપીસીબીની વધુ એક લાપરવાહી બહાર આવી છે.શહેરના પાંડેસરા પ્રમુખ પાર્ક સ્થિત બ્રહ્માણી શેરી ખાતે આવેલા મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા લોકડાઉન દરમિયાન બિનઅધિકૃત રીતે બાંધકામ કરી પતરાના શેડ બનાવી બોઇલર બનાવી મિલ ચાલું કરી દેવાઇ છે. પ્રમુખ પાર્કમાં તમામ વિવિંગ એકમો ચાલે છે.

આ સોસાયટીમાં વિવિંગ એકમો વચ્ચ ચૂપચાપ રાતોરાત ડાઈંગ યુનિટ ચાલુ કરવામાં આવ્યું છે. ડાંઇગ યુનિટ સતત ધૂમાડા બહાર ફેંકે છે. જે ખૂબ જ દુર્ગંધ અને ધૂમાડો ફેલાવી રહી હોવાની ફરિયાદો આસપાસ આવેલી સોસાયટીના રહીશોએ કરી છે. નંદનવન ટાઉનશિપના રહેવાસીઓ દ્વારા આ અંગે જિલ્લા કલેકટર, ઝોનલ અધિકારી, જીપીસીબી સહિતના અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

નવાગામ ખાતે નંદનવન ટાઉનશિપની સામે આવેલા પ્રમુખ પાર્ક બ્રિજ રેલવે પાટાની બાજુમાં લોકડાઉન સમયગાળા દરમિયાન મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા બિનઅધિકૃત બાંધકામ કરી મિલ શરૂ કરવામાં આવી છે. જેમાંથી છેલ્લા કેટલાક સમયથી અતિશય દુર્ગંધ અને ધૂમાડો પર્યાવરણમાં ફેલાવવામાં આવી રહ્યો છે.

પરિણામે તમામ રહીશોને શ્વાસ રૂંધાવાની સમસ્યા, આંખોમાં બળતરાં, કાળા ધૂમાડા સહન કરવા પડી રહ્યાં છે. દુર્ગંધ પરથી એવું લાગી રહ્યું છે કે જાણે બોઇલર ટેમ્પરેચર માટે પ્લાસ્ટિકના કચરા અને રબરનો ઉપયોગ કરી રહ્યા હોય. પર્યાવરણના તમામ નિયમોને નેવે મૂકી અમુક મિલો પ્રદૂષણ ફેલાવવામાં વ્યસ્ત છે. જેથી ટૂંક સમયમાં ફેફસાની બીમારી જેવી સમસ્યાઓ અહીંના વયસ્કો અને બાળકોમાં ઉદભવી શકે છે.

જીપીસીબી માટે પ્રદૂષણ બાબતે વડાપ્રધાનની વાતોનું કોઈ મુલ્ય નથી
એક તરફ દેશમાં પર્યાવરણને બચાવવા માટે પ્રધાનમંત્રી દ્વારા વાહનોની સ્ક્રેપિંગ પોલિસી, સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ પોલિસી લાવવામાં આવી છે જે સરાહનીય છે. તેમજ ઇલેક્ટ્રિક વાહનો અને સૌર ઊર્જાને મહત્વ આપવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ આવા આરોગ્ય માટે જોખમી મિલો કઈ રીતે રહેણાંક વિસ્તારમાં જ પ્રદુષણ ફેલાવી શકે? તે પણ એક સવાલ છે. કહેવાય છે કે જીપીસીબીના કવર ઉઘરાવતા બાબુઓની છત્રછાયા વચ્ચે આવી મિલો ગેરકાયદે રીતે ચાલી રહી છે. આગામી દિવસોમાં જીપીસીબીની કૌભાંડી કરતૂતોના વધુ કિસ્સા બહાર લાવવામાં આવશે

To Top