Top News

More Posts

   The Latest

Most Popular

નવસારી : વિજલપોરમાં વિઠ્ઠલ મંદિર પોલીસ ચોકી (Police Station) પાસે ભજીયા (Bhajiya) ન બનાવી આપતા લારીમાં તોડફોડ કરતા પોલીસે (Police) યુવાનની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે. વિજલપોર વિઠ્ઠલ મંદિરની સામે રહેતા દિનેશ નન્હેલાલ ગોડ વિઠ્ઠલ મંદિર પાસે આવેલી વિજલપોર પોલીસ ચોકી પાસે નાસ્તાની લારી ચલાવી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. ગત 4થીએ દિનેશભાઈએ રાબેતા મુજબ તેમની લારી ઉભી રાખી ધંધો કરી રહ્યા હતા. ત્યારે વિજલપોરમાં રહેતા મયુર દાદાજી પાટીલ ઉર્ફે કોકરોચ નામનો શખ્સ ત્યાં આવી ભજીયા બનાવવા માટે જણાવ્યું હતું.

દિનેશભાઈએ ભજીયા બનાવવાની ના પાડતા કોકરોચે અપશબ્દો બોલી દિનેશભાઈને માર માર્યો હતો તેમજ દિનેશભાઈની લારીમાં તોડફોડ કરી 500 રૂપિયાનું નુકસાન કરી દિનેશભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે દિનેશભાઈએ વિજલપોર પોલીસ મથકે કોકરોચ નામના ઈમસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઈ. મેહુલભાઈએ હાથ ધરી કોકરોચની ધરપકડ કરી હતી.

રૂ.1.45 લાખ સામે 3.60 લાખ ચૂકવવા છતાં વ્યાજ નહીં આપે તો પતાવી દેવાની ધમકી
ખેરગામ: ખેરગામના આછવણી દાદરી ફળિયામાં રહેતા નવીનભાઈ ઠાકોરભાઈ પટેલે ખેરગામ કુંભારવાડ રમેશ સ્ટુડિયોની સામે રહેતા નદીમ નીઝામ શેખ પાસેથી 1.45 લાખ રૂપિયા 13% વ્યાજે લીધા હતા અને તે રૂપિયાનું વ્યાજ પેટે રોકડ તથા મોબાઇલ ગૂગલ પે દ્વારા 3.60 લાખ રૂપિયા ચૂકતે પણ કર્યા હતા. તેમણે વ્યાજે લીધેલ મૂળ રકમ કરતાં પણ વધારે ચુકવણું કર્યું હોવા છતાં અવારનવાર વ્યાજના પૈસા બળજવરીપૂર્વક માંગતા મામલો ખેરગામ પોલીસ મથકે પહોંચ્યો હતો

ખેરગામ તાલુકાના આછવણી ગામના દાદરી ફળિયામાં રહેતા નવીનભાઈ ઠાકોરભાઈ પટેલે આપેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમણે ખેરગામ કુંભારવાડ રમેશ સ્ટુડિયોની સામે રહેતા નદીમ નિઝામ શેખ પાસેથી 1.45 લાખ 13 ટકા વ્યાજે લીધેલા હતા અને તે રૂપિયાનું વ્યાજ પેટે રોકડ તથા મોબાઇલ ગૂગલ પે દ્વારા 3.60 લાખ રૂપિયા ચૂકતે કર્યા છે. જે તેમણે વ્યાજે લીધેલી મૂળ રકમ કરતાં પણ વધારે ચુકવણું કર્યું હોવા છતાં અવારનવાર વ્યાજના પૈસા બળજબરીપૂર્વક લેવા અને દર મહિનાની પહેલી તારીખે વ્યાજના પૈસા ન અપાય તો તેઓ ગાળો બોલી હાથ પગ તોડી મારી નાખવાની ધમકી આપતા હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે નદીમ નિઝામ શેખ નિગમ નિઝામ શેખ, પાટી ગામના ચિકાર ફળિયાનો હાલ રહે તેમના મામાંના ઘરે ખેરગામ હિલેન નીતિન પટેલ, ખેરગામ તાળ ફળિયા પુષ્પશાંતિ સ્કૂલની પાછળ રહેતો મયંક રતિલાલ પટેલ, અટગામ પાટાતળાવનો સાગર રામુ પટેલ સામે ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ ઇન્ચાર્જ સીપીઆઈ પી.આર કરેણ બીલીમોરાએ હાથ ધરી હતી.

To Top