બીલીમોરા: ગણદેવી (Gandevi) તાલુકા સહિત બીલીમોરામાં (Belimora) ગુરુવાર સવારે હલવો ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો.બીલીમોરા પંથક ની બહુમાળી બિલ્ડીંગ માં ગુરુવાર સવારે...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત (Gujarat) પ્રવાસ આજથી પૂર્ણ થયો છે, જેના પગલે હવે ભાજપ (BJP) તથા કોંગ્રેસની...
ગાંધીનગર : ધ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (નાટો) કે જેને નોર્થ એટલાન્ટિક એલાયન્સ કહેવાય છે તેના દ્વારા પ્રમાણિક શસ્ત્રોનું ઉત્પાદન સૌરાષ્ટ્રના રાજકોટમાં...
વાંકલ: માંગરોળ (Mangrol) તાલુકાના નાની નરોલી (Nani Naroli) ગામે ગોચરમાં માટીખનન મુદ્દે ગ્રામસભા તોફાની બન્યા બાદ મામલો વધુ ગરમાયો છે અને હવે...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક છે, ત્યારે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતાઓ અને અસદુદ્દીન અવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમની ઓફિસમાં...
લિઝ ટ્રસ (Liz Truss) 6 સપ્ટેમ્બરના રોજ બ્રિટનના નવા વડાપ્રધાન (British Prime Minister) બન્યા હતા. સત્તા સંભાળ્યાના 44 દિવસમાં જ તેમણે રાજીનામું...
ભરૂચ: ભરૂચના (Bharuch) શ્રીમાળી પોળ જૈન દેરાસરમાં (Jain Derasar) અલિયાદા રૂમમાં લોક એન્ડ કીમાં રહેલા ૧૫૦ વર્ષ જૂના ચાંદીના રથ (Silver Chariots)...
ભારે આર્થિક સંકટ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન (Britain Prime Minister) લિઝ ટ્રુસે (Liz Trusey) બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું (Resignation) આપી દીધું છે. ટ્રસએ...
આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર (PM Modi) મોદી અયોધ્યામાં (Ayodhya) યોજાનાર દીપોત્સવના મેગા ઈવેન્ટમાં (Mega Event) હાજરી આપીને એક નવા વર્લ્ડ રેકોર્ડના (World...
વ્યારા: વડાપ્રધાન મોદીએ તાપી(Tapi) જિલ્લામાં વ્યારા(Vyara)ના ગુણસદા ગામેથી રૂ.2200 કરોડથી વધુના વિકાસનાં કાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ...
દિલ્હી: દેશભરમાં, તમામ સૈન્ય સંસ્થાઓમાં, 27 ઓક્ટોબર ઇન્ફેંટ્રી ડે ((infantry day)-પાયદળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ હજારો પાયદળ સૈનિકોને શ્રદ્ધાંજલિ...
બારડોલી : સુરત બારડોલી (Bardoli) રોડ ધુલિયા ચોકડી પાસે આવેલા એક વેફરના (Wafer) ગોડાઉનમાં (Godown) આજે વહેલી સવારે આગ (Fire) ફાટી નીકળી...
નાનપણમાં જ્યારે આપણે શાળામાં ભણતા હતા ત્યારે અમારા માતા-પિતા આપણને પરીક્ષા સમયે વારંવાર લાલચ આપતા હતા કે સારા નંબર લાવીશ તો તને...
સુરત: રાજ્યના સૌથી સમૃદ્ધ ગણાતા શહેર સુરતમાં હવે રાજ્યની સૌથી મોટી કલેક્ટર કચેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. સુરતમાં 14 માળ ઊંચી...
ઉના: કોંગ્રેસ(Congress)ના નેતા મુકેશ અગ્નિહોત્રી(Mukesh Agnihotri)એ ગુરુવારે હરોલી(Haroli)થી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેઓ જાહેર સભાને સંબોધવા પહોંચ્યા...
8 સપ્ટેમ્બરે, વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન વિરૂદ્ધ સદી ફટકારી હતી, જે તેની છેલ્લી સદીના 1,021 દિવસના લાંબા સમય પછી આવેલી સદી હતી. જો...
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)માં મેટ્રો ટ્રેન(Metro Train) પ્રોજેકટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગત 30મી સપ્ટેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી મોદીએ મેટ્રોને લીલીઝંડી આપી હતી....
નવી દિલ્હી: T20 વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે. આવતા રવિવારે તા. 23મી ઓક્ટોબરના રોજ આ વર્લ્ડકપનો પહેલો મહામુકાબલો કટ્ટર પ્રતિસ્પર્ધી ભારત અને...
કેટલાંક અભિનેતા એવા હોય છે જેમની કારકિર્દી તેમના વડે ફેમસ થયેલા એકાદ-બે પાત્રની ઓશીયાળી બની જતી હોય છે. અર્શદ વારસીને સરકીટનું પાત્ર...
આ વર્ષે જેણે પોતાની સ્થિતિ ખૂબ સુધારી હોય તો તે છે હુમા કુરેશી. જેણે પોતાની સ્થિતિ બગાડી હોય તેમાં કદાચ કંગના રણૌતનું...
ઉજ્જૈન: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં (Ujjain) સૌથી પહેલા મહાકાલેશ્વર મંદિરમાં (Mahakaleshwar Temple) દિવાળીની (Diwali) ઉજવણી કરવામાં આવશે. ગર્ભગૃહમાં અન્નકૂટ હશે. 56 ભોગ ધરાવવામાં આવશે. મહિલાઓ...
ઓસ્કારમાં આ વર્ષે ભારતીય ફિલ્મોનું પ્રતિનિધિત્વ કરતી લેખક – દિગ્દર્શક પાન નલિનની ‘છેલ્લો શૉ’ ફિલ્મના એન્ડ ક્રેડિટ સુરતના એક થિયેટરમાં ચાલી રહ્યા...
બોલિવૂડ એક્ટ્રેસ શ્વેતા મહેતા પોતાની ફિટનેસને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. શ્વેતાના ફિટનેસ વર્કઆઉટના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર સામે આવે છે....
કોઇ અભિનેતા કે અભિનેત્રી માટે ફિલ્મને લગતી વાત જ મહત્વની હોય છે. હા, લોકોને તેમના અંગત જીવનમાં જરૂર રસ હોય છે પણ...
હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) વિધાનસભા ચૂંટણી(Assembly elections) માટે ભાજપે(BJP) ગુરુવારે ઉમેદવારો(Candidate)ની તેની બીજી યાદી (list) બહાર પાડી છે. જેમાં છ...
નવી દિલ્હી: દક્ષિણ ભારતના (South India) લોકપ્રિય અભિનેતા (Actor) બબલુ પૃથ્વીરાજ (Bablu PrithviRaj) વિશે એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે, જે તમારા...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની પોસ્ટને (Post) લઈને ચર્ચામાં રહેલા પીઢ ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું (Anand Mahindra) વધુ એક...
આ એક વર્ષમાં આલિયા ભટ્ટ યા કેટરીના કૈફ જ નહીં બીજી કેટલીક અભિનેત્રીઓ પણ પરણી ગઈ અને તેમાં એક મૌની રોય છે....
વર્તમાન કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણથી રામનો મહિમા ખૂબ વધાર્યો છે અને તેનો પ્રભાવ ફિલ્મોમાં પણ જોવા મળે છે. ‘આદિપુરુષ’ નામની...
વડોદરા : સંસ્કારી નગરી વડોદરા શહેરના લોકોને પ્રાથમિક સુવિધાઓથી માંડીને અનેકવિધ સેવાઓ પૂરી પાડતી અને લોકોના પ્રશ્નોને વાચા આપતી વડોદરા મહાનગર પાલિકાની...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
બીલીમોરા: ગણદેવી (Gandevi) તાલુકા સહિત બીલીમોરામાં (Belimora) ગુરુવાર સવારે હલવો ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો.બીલીમોરા પંથક ની બહુમાળી બિલ્ડીંગ માં ગુરુવાર સવારે 10:26 કલાકે હળવો ભૂકંપ (Earthquake) નો આંચકો અનુભવાયો હતો. બિલ્ડીંગ માં રહેતા લોકો માં ડર વ્યાપી ગયો હતો. જોકે ત્યાર બાદ ધરા શાંત થઈ હતી. કેટલાક લોકો ને તો ખ્યાલ શુદ્ધા આવ્યો ન હતો. ગાંધીનગર સેસ્મોલોજીકલ વિભાગ અનુસાર ભૂકંપ નું કેન્દ્રબિંદુ વલસાડ નજીક અક્ષાસ 20.743 અને રેખાંશ 73.245 અને ઉંડાઇ 9.5 કીમી હતું. જોકે હળવો આંચકો હોવાથી લોકોએ રાહત અનુભવી હતી.કોઈ નુકસાની ના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
વાંસદા – ચીખલી અને ગણદેવી તાલુકો ભૂકંપના આંચકાથી ધ્રૃજ્યો
બીલીમોરા, ઘેજ, વાંસદા : ચીખલી, વાંસદા અને ગણદેવી તાલુકા સહિત બીલીમોરામાં સવારે ભૂકંપનો જોરદાર આંચકો આવતા ધરા ધ્રુજી ઊઠી હતી. જેને પગલે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.વાંસદામાં છેલ્લા ત્રણ મહિનાથી વારંવાર ભૂકંપના આંચકાઓ આવવાની ઘટના બની રહી છે, ત્યારે ફરી તા. ૨૦/૧૦/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૨૬ કલાકે તાલુકામાં જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેની ડેપ્થ 9.5 km અને 3.3 ની તીવ્રતા તેમજ ભુકંપનું એપીસેન્ટર વાંસદા તાલુકાના સારવણી ગામ નજીક હોવાનું જાણવા મળ્યું હતું. વાંસદા પંથક સહિત રાણી ફળિયા, ભીનાર, નવાનગર, ધરમપુરી, હનુમાનબારી, વાલઝર, નાની ભમતી, ચારણવાડા જેવા ગામોમાં લોકોને ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હોવાનું લોકોએ જણાવ્યુ હતુ.
ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડ નજીક
જ્યારે ચીખલીના સારવણી, માંડવખડક સહિતના ગામોમાં સવારે ૧૦:૨૬ કલાકે ધરતીકંપનો જોરદાર આંચકો આવતા ધરા ધ્રુજી ઊઠવા સાથે ઘરમાં વાસણો પણ રણકી ઊઠ્યા હતા અને લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.ઉપરાંત બીલીમોરા પંથકમાં સવારે 10:26 કલાકે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા બિલ્ડીંગમાં રહેતા લોકોમાં ડર વ્યાપી ગયોહતો.ગાંધીનગર સેસ્મોલોજીકલ વિભાગ અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડ નજીક અક્ષાસ 20.743 અને રેખાંશ 73.245 અને ઉંડાઇ 9.5 કીમી હતું. જોકે હળવો આંચકો હોવાથી લોકોએ રાહત અનુભવી હતી. નુકસાનીના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી.
વાંસદાનો કેલીયા ડેમ છલોછલ ભરાતા આ રીતે આંચકા આવતા રહે છે
ઘેજ : વાંસદાનો કેલીયા ડેમ ચોમાસામાં પાણીથી છલોછલ થઇ ગયા બાદ ડેમ નજીકના ગામોમાં છેલ્લા ઘણા વર્ષથી આ રીતે આંચકા આવતા રહે છે. જોકે તંત્ર દ્વારા અગાઉના વર્ષોમાં આ વિસ્તારમાં તીવ્રતા માપવા માટે સિસ્મોગ્રાફી યંત્ર મૂકાયુ હતું. પરંતુ બાદમાં ઊંચકી લેવાયુ હતું. છેલ્લા ઘણા વર્ષથી આ પ્રકારે આંચકા આવતા લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે.
આજનો આંચકો જોરદાર હતો
ઘેજ : માંડવખડકના પૂર્વ સરપંચ રાકેશભાઇએ જણાવ્યુ હતુ કે અમારા વિસ્તારમાં અવાર – નવાર આંચકા આવતા રહે છે. પરંતુ આજનો આંચકો જોરદાર હતો અને લોકોમાં એક સમયે ગભરાટનો માહોલ સર્જાયો હતો.
૬ થી ૭ સેકન્ડ કંપન ચાલુ રહ્યુ હતુ
ઘેઝ – સારવણીના અગ્રણી સુનિલભાઇએ જણાવ્યુ હતુ કે દર વખતે કરતા આજના આંચકાની તીવ્રતા વધુ હતી અને ૬ થી ૭ સેકન્ડ જેટલો સમય કંપન ચાલુ રહ્યા હતા. ખરેખર જવાબદાર અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કરવો જોઇએ. પરંતુ કોઇ અધિકારી આવતા નથી.