Top News

More Posts

   The Latest

Most Popular

બારડોલી: (Bardoli) બારડોલીના ગાંધીરોડ પર પોશ વિસ્તારની સોસાયટીમાં (Society) એક મહિલાએ ઉત્પાત મચાવ્યો હતો. તેણી એક વિડીયો (Video) દ્વારા સોસાયટીમાં રહેતા માર્બલના વેપારીએ તેની સાથે અનૈતિક સંબંધ બાંધી દગો આપ્યો હોવાનો આરોપ લગાવી રહી છે. આ વિડીયો વાઇરલ થતાં સમગ્ર મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

  • બારડોલીમાં વેપારીએ દગો આપ્યો હોવાનું જણાવી મહિલાએ વિડીયો વાઇરલ કરતાં ચકચાર
  • પોશ વિસ્તાર ગાંધીરોડની સોસાયટીમાં રહેતાં માર્બલના વેપારીને અનૈતિક સંબંધો બાંધવાનું ભારે પડી ગયું
  • દસેક દિવસ પહેલાંનો વિડીયો, વેપારી પર અનૈતિક સંબંધ બાંધી દગાનો આક્ષેપ, ઘર સામે જ આત્મહત્યાનું તરકટ
  • પોલીસ મહિલાને લઈ ગઈ અને કદાચ સમાધાન થતાં કેસ થાળે પડ્યો, પરંતુ વિડીયો વાઈરલ થતાં રોકી શકાયો નહીં

બારડોલીના માર્બલના મોટા વેપારીને એક મહિલા સાથે અનૈતિક સંબંધ બાંધવાનું ભારે પડ્યું છે. દસેક દિવસ પહેલા મહિલાએ વેપારીના ઘરની બહાર જઈને સેલ્ફી, વિડીયો ઉતાર્યો હતો. જેમાં તેણે વેપારી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વેપારીએ પોતાની સાથે અનૈતિક સંબંધ બાંધી તેની સાથે દગો કર્યો હોવાનો આરોપ મહિલા લગાવી રહી છે. વિડીયોના અંતિમ ભાગમાં તેણી ફિનાઇલ પીને ઘરની સામે જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે. ઘટના દરમ્યાન પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મહિલાને પોલીસ મથક લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને છેલ્લા એક અઠવાડીયાથી આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આ મુદ્દો પોલીસ મથકમાં પહોંચતા ત્યાં બંને વચ્ચે સમાધાન થયું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. જો કે મોટા આર્થિક વ્યવહારની શક્યતા પણ નકારી શકાય એમ નથી. ત્યારે આ પ્રકરણ સમાજ માટે પણ લાલબત્તી સમાન હોય પોલીસ આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે. આ મામલે બારડોલી ટાઉન પી.આઈ. ગાગિયાએ પણ સમર્થન આપ્યું હતું અને ઘટના બની હોવાનું જણાવ્યુ હતું.

To Top