Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) કાપોદ્રા એ.કે.રોડ ખાતે આવેલા સ્વામી નારાયણ મંદિરના સ્વામીને નવસારીથી બોલતા હોવાનું કહીને એક ઠગે તેને પુત્રનો (Son) જન્મ થયાનું કહીને સોના-ચાંદીમાં (Gold-Silver) બાળકને તોલવાનું કહ્યું હતું. બાદમાં મંદિરમાં સ્વામીએ 12.43 લાખના સોના-ચાંદીના દાગીના લઈને આવ્યા ત્યારે નજર ચુકવીને ઠગ તેની સાથે આવેલા બે સાગરીતો સાથે મળીને આભુષણો લઈને નાસી ગયા હતા.

  • મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે તેને સોના ચાંદીના દાગીનામાં તોલવાનું કહીને 12.43 લાખના દાગીના લઈને ભાગી ગયો
  • ઠગ તેની સાથે આવેલા બે સાગરીતો સાથે મળી સ્વામી પાસેથી સોના ચાંદીના આભુષણો લઈ નાસી ગયો
  • અમદાવાદના ઠગ કાપોદ્રામાં સ્વામી નારાયણ મંદિરના સ્વામીને છેતરી ગયા

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા ખાતે સરગમ કોમ્પ્લેક્ષમાં રહેતા 44 વર્ષીય અનિલભાઈ ધનજીભાઈ કાકડીયા મુળ ભાવનગરના વતની છે. તેઓ હિરાબાગ સર્કલ પાસે કલરની દુકાન ધરાવે છે. ગત 15 સપ્ટેમ્બરે બપોરે તેમના મોબાઈલ ફોન ઉપર રૂસ્તમબાદ સ્વામીનાયારણ મંદિરના સ્વામીજી ન્યાલકરણદાસજીનો ફોન આવ્યો હતો. અને તેમને જલ્દીથી મંદિર પર આવવા કહ્યું હતું. અનિલભાઈ મંદિર પર પહોંચ્યા ત્યારે સ્વામીજીને કહ્યું કે નવસારીથી પોતાનું નામ શૈલેશ છગનભાઈ ઉઘાડ બતાવીને આઠેક દિવસથી એક વ્યક્તિ ફોન પર વાત કરતો હતો.

શૈલેષ ઉઘાડે સ્વામીને ફોન કરી તેને ત્યા પુત્રનો જન્મ થયો છે અને પુત્રને સોના ચાંદીના દાગીનામાં તોલવાની વાત કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ સુરત સ્વામી નારાયણ મંદિરમાં આવી સ્વામી પાસે આભૂષણો લઈ તેમની નજર ચુકવી આભૂષણો લઈને નાસી ગયા હતા. મંદિરમાં આવેલા શૈલેષ છગન ઉઘાડ (રહે, ઈન્દ્રપ્રસ્થ સોસાયટી નિકોલ અમદાવાદ) અને તેના બે સાગરીતોએ સ્વામી પાસેથી 4 કિલો 900 ગ્રામના અલગ અલગ ચાંદીના આભૂષણો જેની કિંમત રૂપિયા 3.43 લાખ અને 152 ગ્રામના સોનાના અલગ અલગ આભૂષણો જેની કિંમત 9 લાખ રૂપિયા મળી કુલ 12.43 લાખના આભૂષણો લઈ જઈ છેતરપિંડી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચે પાલ સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી ઓનલાઈન સટ્ટો રમતા બે દલાલને પકડ્યા
સુરત: પાલ સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી ક્રાઈમ બ્રાંચે હાલ ચાલી રહેલા આઈસીસી વર્લ્ડકપની ઈંગ્લેન્ડ-અફઘાનીસ્તાનની મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા બે દલાલને ઝડપી પાડી ચાર મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 15,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે રવિવારે સાંજે પાલ એલ.પી.સવાણી સ્કુલ પાસે સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી હાલ ચાલી રહેલા આઈસીસી વર્લ્ડકપની ઈંગ્લેન્ડ-અફઘાનીસ્તાનની મેચ ઉપર પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમતા દલાલ કુંજેશ અમરચંદ કાજી (ઉ.વ.65, રહે. પૂજા કિરણ એપાર્ટમેન્ટ, રૂપાલી નહેર, ભટાર રોડ) અને હીરાદલાલ કમલેશ સેવંતીલાલ દોશી (ઉ.વ.52, રહે. મણિભદ્ર રેસિડન્સી, અડાજણ) ને ઝડપી લીધા હતા. બંને પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે તેમની પાસેથી 4 મોબાઈલ ફોન, રોકડા મળીને કુલ 15100 નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમને મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમવા આઈડી-પાસવર્ડ આપનાર સ્નેહલ માકુવાળાને વોન્ટેડ જાહેર કરાયો છે.

To Top