Vadodara

પાદરાની વિઝન પ્રોડક્ટ કંપની આગમાં ખાક

પાદરા: પાદરાના મહુવડ ગામની સીમમાં આવેલ વિઝન પ્રોડક્ટ પ્રા.લી. કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાના પગલે દોડધામ મચી જવા પામી હતી. એકા એક લાગેલી આગ એટલી હદે વિકરાળ બની હતી કે દૂર દૂર સુધી આગના ગોટા ગોટા દેખાવા પામ્યા હતા. જોત જોતામાં આખી કંપની આગની લપેટમાં સમેટાઈ જવા પામી હતી. રેઝીન કેમિકલ પ્રોડક્ટ બનાવતી કંપનીમાં આગ લાગતાની સાથે આસ પાસ ની સ્થાનિક કંપનીઓ, મહુવડ ફાયર તથા વડોદરા ફાયર ફાઇટર નાં જવાનો આગ બુઝાવવા કામે લાગ્યા હતા. મોડી રાત્રે લાગેલી આગ સવાર પડતા સુધી કંટ્રોલમાં લાવવા ફાયર ફાઈટર જવાનોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. સદ નસીબે કોઈ જાનહાની થઇ ના હતી.

પાદરાના મહુવડ બોરસદ રોડ પર મહુવડ ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપ સામે આવેલ વિઝન પ્રોડક્ટ પ્રા. લી. કંપનીમા કોઈ કારણોસર એકા એક લાગી જવા પામી હતી. જે અંગે ની ફરિયાદ કંપની એચ.આર તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ ગણપત સિંહ પઢિયાર, રહે.ઉમેટા, વડોદરા નાઓ એ વડું પોલીસ મથકે નોંધાવેલ છે. સોલ્વન્ટ બેઝ સિન્થેટીક રેઝીન કેમિકલ મટીરીયલ બનાવતી કંપની હોય કંપની માં લાગેલી આગે અચાનક વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ગણતરીની મીનીટોમાં આગે કંપની ના તમામ ભાગ જેવા કે ગોડાઉન રો મટીરીયલ, ફીનીશ પ્રોડક્ટ, મશીનરી તથા બેક ઓફીસ મળી આખી કંપની ને આગ ની લપેટમાં લીધી હતી.

આગ ના કારને સ્ટોરેજ કેમિકલ જત્થા માં વારંવાર બ્લાસ્ટ થતા હતા. અને કંપની બડી ને ખાખ થઇ જવા પામી હતી. અંદાજીત ૭૦ કરોડ રૂપિયાનું નુકશાન વિઝન પ્રોડક્ટ પ્રા. લી. કંપની ને થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. અને પાદરા વડોદરા જંબુસર રોડ પર મોડી રાતના આગ ના બનાવ થી ફાયર ફાઈટર ના સાયરન થી ગુંજી ઉઠી હતી. પરંતુ આગ કાબુ માં આવી રહી ન હતી જેથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઘટના સંદર્ભે વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર સહીત પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, ગામના સરપંચ, તલાટી સહીત આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આગ વિકરાળ બનતા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કંપની આજુ બાજુ માં રહેતા આશરે 25 જેટલા લોકો નું સ્થળાંતર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. સોલ્વન્ટ બેસ સિન્થેટીક રેઝીન કેમિકલ ખાસ કરી ને કલર બનાવવા માટે વપરાય છે, જે પ્રોડક્ટ એક્સપોર્ટ કરવામાં આવતી હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે, કલર બનાવતી કંપની તે રેઝીન કેમિકલ નો રો મટીરીયલ નો ઉપયોગ કરે છે. જે કંપની માં ૧૫૫ થી ઉપરાંત ના વર્કરો ત્રણ શીપ માં કામ કરે છે.

વિઝન કંપનીમાં મોડી રાતના લાગેલી આગ વહેલી સવાર સુધી ૧૨ કલાક ની જહેમત બાદ આગ પર કાબુ આવ્યો હતો. વડોદરા સહિત સ્થાનીક ફાયર બ્રિગેડ ની ની વિવિધ ટીમો બનાવી આગ પર કાબુ મેળવવા સતત ફોર્મ તેમજ પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારે ૧૦ કલાકની ભારે જહેમતે આગ ઓલવાઈ હતી. કોઈ જાતની જાનહાની નહિ થતા વહીવટી તંત્રએ હાફકારો અનુભવ્યો હતો.

રાતે 2 વાગે કોલ મળતા કાફલા સાથે રવાના
પાદરાના મહુવડ ગામની ચોકડી બોરસદ જવાના રોડ પર આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગત મોડી ૨ કલાકે કોલ આવતા રાતના વડોદરા ફાયર ના ૨૫ જેટલા જવાનો અને આજુબાજુ ની કંપનીઓમાં ફાયર બ્રિગેડ ની ટીમ ની મદ્દદ લઇ આગ કાબુ માં લેવા બુજાવવા માટે પ્રયાસ હાથ ધરેલ હતા. – હર્ષવર્ધન પુવર, ફાયર ઓફિસર વડોદરા

Most Popular

To Top