Comments

અમૃતકાળની ‘અનેરી’ સિધ્ધિ!!

નવું ભારત ફરી એક વાર વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. ભારત 1947 સુધી વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો. એટલે આ કંઇ નવું નથી. વિચાર એવો હોય કે રાજકીય સરહદો ઐતિહાસિક દેશોને અસર નથી કરતી તો ભારત હંમેશા સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. પણ રાજકીય સરહદો વાસ્તવિક છે અને બાકીની કલ્પના છે તેથી આપણે ઢોંગ કરીએ કે આપણે પહેલી વાર આ સિધ્ધિ મેળવી છે. બે દાયકા પહેલાં ભારતે જાહેર કર્યું હતું કે આપણે 100 કરોડની વસ્તીને આંબી ગયા છીએ અને તે સમયે દેશના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. આ બાળક જ પસંદ કરી ત્યારે પણ ભારે ફામફોસ કરી જાહેરાત કરવામાં આવી હતી કે આ રહ્યું એક અવનવું બાળક. અને નવા યુગની જાહેરાત કરવામાં આવી હતી.

તે જમાનામાં ભારતમાં વસ્તીની ગણતરી થતી હતી તેથી બહારની દુનિયાએ આપણને જણાવવાની જરૂર ન હતી કે આપણે ચીનને વળોટી ગયા છીએ. એ જ અરસામાં એ.પી.જે. અબ્દુલ કલામે એક પુસ્તક લખ્યું હતું. ઇન્ડિયા: 2020. તેમાં ચર્ચા એ હતી કે 2020 સુધીમાં ભારત વિકસિત રાજય કેવી રીતે બની શકે. જે કંઇ બન્યું છે તેની કોઇ આગાહી કે આશા ન હતી.
આપણે સૂત્રો બદલ્યા કરીએ છીએ. હવે આપણે ‘અમૃતકાળ’માં છીએ અને આપણી પાસે એ આવક છે જેણે ચીનને વળોટી જવામાં આપણને મદદ કરી છે. પછી આકારણીની જરૂર પડશે કે આપણે કયાં ઊભા છીએ.

પહેલાં મુદ્દો એ છે કે વસ્તીનું વળતર આપણી મોટા ભાગની વસ્તી કામ કરવાની ઉંમર ધરાવે છે. થોડાં વર્ષો પહેલાં આપણે આ સમયગાળામાં પ્રવેશ્યા પણ આપણે તેનો લાભ નહીં લઇ શકયા. કામ માટે 15 વર્ષથી વધુ ઉંમરનાં 40 ટકા લોકો જ પ્રાપ્ય છે. ભારતની સ્ત્રીઓ ખાસ કરીને બાંગ્લા દેશ અને પાકિસ્તાનની સરખામણીમાં મોટી સંખ્યામાં શ્રમકરનારાથી બહાર ધકેલાઇ ગઇ છે. આપણે જાતિ નહીં, પણ વસ્તીની વાત કરીએ છીએ. થોડા દિવસો પહેલાં ‘વોલ સ્ટ્રીટ જર્નલ’માં એક લેખ આવ્યો હતો. તેમાં મથાળું હતું ભારતની વસ્તી ચીન કરતાં વધી જવાથી વિશ્વનું ગુરુત્વ કેન્દ્ર બદલાઇ ગયું હતું.

તેમાં લખ્યું હતું કે ભારતે છેલ્લા એક દાયકામાં નોકરી રોજગારીમાં કોઇ વધારો નથી કર્યો. 10 કરોડ નવાં લોકો શ્રમ બજારમાં પ્રવેશ્યાં હોવા છતાં આ પરિસ્થિતિ છે. 2022માં ભારતમાં રોજગારી મેળવતાં લોકોની સંખ્યા 40.2 કરોડ હતી જે 2017માં 41.3 કરોડ હતી. ‘ધી ઇકોનોમિક ટાઇમ્સ’ અખબારમાં 2022ના સપ્ટેમ્બરમાં એક લેખ હતો, જેનું મથાળું હતું ભારતનો મૂડીરોકાણ દર એકંદર ઘરેલુ પેદાશના સૌથી ઊંચા 39 ટકાના દરથી ઘટી 31 ટકા પર પહોંચ્યો છે.

વિશ્વ બેંકના આંકડા પણ કહે છે કે એકંદર નિશ્ચિત મૂડીરચના ક્ષેત્રે ભારતનો ખાનગી ક્ષેત્રનો ફાળો 2011માં એકંદર ઘરેલુ પેદાશના 31 ટકા હતો તે 2022માં ઘટી 22 ટકા પર આવી ગયો છે. ભાવિ વિશે બજારમાં આશાવાદનો અને વિશ્વાસનો અભાવ છે. આપણે જેને હેરાન કરીએ છીએ તે લોકો સહિતના મોટા ભાગનાં ભારતીયોને ‘ધૂંધળા’ દેખાતા ભવિષ્ય માટે રોકાણ કરવામાં રસ નથી. વિક્રમજનક સંખ્યામાં કરોડપતિઓ કેમ ભારત છોડી ભાગી જાય છે તે સમજાય છે? અને વિદેશની ધરતી પરથી રાષ્ટ્રવાદના ગુણગાન ગવાય છે.

તા. 20 એપ્રિલ 2023ના અંકમાં ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ નામના અન્ય મોટા ગજાના વૈશ્વિક વ્યાપાર દૈનિકમાં અગ્રલેખ હતો. ભારતની લોકશાહીનો પછડાટ તેણે વાત તો ભારતની વસ્તીની માંડી હતી પણ વાત તો બીજી કરવી હતી જે આપણા પત્રકારો આપણને નથી કહેતા. ભારતને લાભ એક જ છે કે જયારે આંતરરાષ્ટ્રીય સંબંધોની વાત આવે છે ત્યારે તમામ રાષ્ટ્રો પોતાના સ્વાર્થની દૃષ્ટિએ જ વિચારશે.

ફુગાવો વધ્યો છે, યુરોપમાં ફરી યુધ્ધ ચાલે છે, ચીન આપણે માટે મુખ્ય ભયજનક બની ગયું છે અને ભારતને પ્રતિ સમતુલા તરીકે જોવાય છે ત્યારે ભારત પોતે જેનું પાલન કરતું હોવાનો દાવો કરે છે તે વૈવિધ્યપૂર્ણ સમાજ અને ખુલ્લાપણાનાં મૂલ્યોનું પ્રતિબિંબ પાડે તો સરસ છે, ભલે તે પ્રતિબિંબ પૂરેપૂરું ન હોય તો ય વાંધો નહીં. અન્ય ઉદાર લોકશાહીઓને આ બાબતનું પાલન કરવા પર આંતરિક દબાણ કરવામાં આવે છે. પણ તેની પણ મર્યાદા હોય છે. તેમાંય ખાસ કરીને વૈશ્વિક કટોકટીના કામમાં આ મર્યાદા લોપાતી જાય છે. બહારના પત્રકારો ઉધડો લેતા હોવા છતાં આપણે અમૃતકાળમાં વિશ્વગુરુ બની શકીએ છીએ. આપણા બંધારણ અને તેનાં મૂલ્યો આપણા રાજકારણના હાથમાં નથી. આપણે વધુ પડતી ઝડપથી આપણા કેન્દ્રથી ફંટાતા જતા હોઇએ તો તે કઇ દિશામાં છે? ભારતની વસ્તીની ‘યશગાથા’ને આ વાસ્તવિકતાના સંદર્ભમાં જોવી જોઇએ.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top