National

RBIના 90 વર્ષ પુર્ણ, મોદીએ કહ્યું, ‘છેલ્લા 10 વર્ષમાં જે થયું તે માત્ર ટ્રેલર હતું…’

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કેન્દ્રીય બેંક, ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) 90 વર્ષ પૂર્ણ કર્યા છે અને નવું નાણાકીય વર્ષ 2024-25 પણ શરૂ થઈ ગયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે 1 એપ્રિલે ભારતની આર્થિક રાજધાની મુંબઈની એક દિવસીય મુલાકાતે છે. તેમજ આરબીઆઈના 90 વર્ષ પૂરા થયાની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ પણ હાજર રહ્યા હતા અને બધાએ આરબીઆઈની ભૂમિકા પર વિગતવાર વાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નેરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે એક દાયકા પહેલા બેંકિંગ સેક્ટર ખૂબ જ તણાવમાં હતું. પરંતુ હવે બેંકિંગ સિસ્ટમ નફામાં છે અને રેકોર્ડ બ્રેક રીતે લોન આપી રહી છે. તેમજ કેન્દ્ર સરકારે સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં 3.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જેથી તે બેંકોને ફરીથી જીવંત કરી શકાય. UPIને હવે આખી દુનિયામાં ઓળખ મળી રહી છે. આરબીઆઈ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પર પણ કામ કરી રહી છે. પીએમ મોદીએ સરળ બેંકિંગ અને લોનની સરળ ઉપલબ્ધતા પર પણ ભાર મૂક્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RBIના કામની પ્રશંસા કરી હતી
આરબીઆઈના 90 વર્ષના કાર્ય વિશે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની બેંકિંગ સિસ્ટમને મજબૂત રાખવામાં આરબીઆઈની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી રહી છે. આરબીઆઈ જે પણ કામ કરે છે તેની સીધી અસર દેશના સામાન્ય લોકોના નાણાં પર પડે છે.

પીએમ મોદીએ કહ્યું કે આરબીઆઈએ સમય સમય પર તેની વિશ્વસનીયતા સાબિત કરી છે અને વિશ્વના ઘણા મોટા દેશોની કેન્દ્રીય બેંકો સામે આરબીઆઈએ તેની કામગીરી વધુ સારી રીતે સાબિત કરી છે. આરબીઆઈની ડિજિટલ કરન્સી ગેમ ચેન્જર તરીકે સામે આવી છે અને આરબીઆઈ વૈશ્વિક નેતૃત્વમાં ભારતની પ્રતિષ્ઠા સારી રીતે જાળવી રહી છે.

વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 10 વર્ષના અનુભવ અને વિકાસના આધારે આ કહી રહ્યા છીએ અને દેશના યુવાનોને આગામી 10 વર્ષમાં RBI દ્વારા વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં નવી તકો મળવાની છે. ભારત આજે ડિજિટલ ટેક્નોલોજીમાં મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે આપણે મોટા નિકાસકાર તરીકે ઉભરી રહ્યા છીએ અને દેશ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતના દરેક ક્ષેત્રમાં લોનની ખૂબ જ જરૂર પડશે કારણ કે આ દેશ ઉપલબ્ધિઓ અને સંભાવનાઓથી ભરેલો છે અને જ્યાં લોનની જરૂર છે ત્યાં દેશની બેંકિંગ સિસ્ટમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આરબીઆઈએ આ બ્લુપ્રિન્ટ માટે પોતાની નિપુણતા વિકસાવવી જોઈએ અને ‘બૉક્સની બહાર’ વિચારસરણી પર કામ કરવું જોઈએ, અને RBI આ બાબતે કામ કરી રહી છે. આજે ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વૈશ્વિક લીડર બની ગયું છે અને આનો ઘણો શ્રેય આરબીઆઈને જાય છે.

Most Popular

To Top