Vadodara

શહેરમાં નાગરિકોને નડતરરૂપ ડિવાઈડર, રેલિંગ,સ્પીડ બ્રેકર અને થાંભલા હટાવાયાં

વડોદરા, : મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નાગરિકોને મુશ્કેલીની ફરિયાદો નિવારણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વાઘોડિયા ચોકડી ખાતે રેલીના કારણે અકસ્માતનો ભય રહેતો રાખવામાં આવી છે. જ્યારે સુખધામ રેસીડન્સી ખાતે સ્પીડ બ્રેકર ખૂબ ઓછું હોવાથી વાહનચાલકોને તકલીફ કરતાં લેવલની કામગીરી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પડતી ફરિયાદોને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ફરિયાદોનું નિવારણની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જેમાં આજવા રોડ ખાતે પંચમથી ભાગ્યલક્ષ્મી જવાના રોડ પર ૧૧૦થી વધુ ભગવાનના ફોટા રસ્તા પર પડ્યાં હતા પાલિકાની ટીમને બોલાવીને ભગવાનના ફોટા સાફ કરાવીને આસ્થાથી નદીમાં પધરાવી દેવામાં આવ્યા હતા.  વૈકુંઠ જય અંબે ફુલ જવાના રોડ પર ડિવાઈડર જે વાહન ચાલકોને વાહન ચલાવવામાં અગવડ પડતી હતી. તેના કારણે અકસ્માતના બનાવો પણ વધતા હતા. તેને લઈને ડિવાઈડર તોડાવી નાખવામાં આવ્યું હતું.

કોર્પોરેશનની હદમાં સોમા તળાવ બ્રિજ પાસે વાહનચાલકોને નડતરરૂપ 20 ફૂટ જેટલી રેલીગ તોડી નાખવામાં આવી હતી. વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડતી હતી.જેના કારણે અકસ્માતના કેસોમાં પણ વધારો નોંધાયો હતો. સ્થાનિકોની રજૂઆતને લઈને કામગીરી કરવામાં આવી હતી. પરિવાર ચાર રસ્તા પાસે રોડ સાંકડો હોવાથી રોડને નડતરરૂપ થાંભલો હટાવી દેવામાં આવ્યો છે. ડભોઇ રોડ પાસે સુખધામ રેસીડન્સી કુબેરેશ્વર જવાના રોડ પર સ્પીડ બ્રેકર હાઈટમાં વધુ હોવાથી અકસ્માતનો ભય રહેતા સ્થાનિક કોર્પોરેટરની રજૂઆતને લઈને સપીડ બ્રેકર લેવલિંગમાં કરી દેવામાં આવ્યું હતું.

Most Popular

To Top