SURAT

બે યુવાનો વજનદાર બેગ સાથે દેખાતા પોલીસને શંકા ગઈ અને પછી જે વસ્તુ મળી તે જોઈને….

સુરત : સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ (Niol Checkpost) પાસેથી રોકડા રૂ. 68.88 લાખ અને સોનાનાં 15 નંગ બિસ્કિટ (Gold Biscuits) મળી કુલ રૂ. 1,16,99,700 નો મુદ્દામાલ સાથે લઈને જઈ રહેલા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કબજે કરેલ રોકડ અને સોનાનાં બિસ્કિટ ક્યાંથી લાવ્યા અને ક્યાં ડિલિવરી (Delivery) આપવાની હતા તે અંગે પૂછપરછ હાથ ધરી છે. આ સાથે પોલીસે ચૂંટણી પંચ અને ઇન્કમટેક્સ અધિકારીને પણ જાણ કરી આગળની તપાસ આપી છે. હાલમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે કરવામાં આવી રહેલા ચેકીંગમાં આ બાબત પકડાઇ હોવાની વિગત જાણવા મળી છે.

બે યુવાનો વજનદાર બેગ સાથે દેખાતા પોલીસને શંકા ગઈ
સુરત શહેરમાં બે કોલેજિયન બેગ સાથે પગપાળા આવી રહ્યા હતા. ત્યારે તેમને જોઈ પોલીસને તેમની પર શંકા ગઈ હતી. જેથી પોલીસે તેમને અટકાવી પૂછપરછ કરી બેગની તપાસ કરી હતી. દરમિયાન પોલીસને બેગમાંથી લાખો રૂપિયા અને લાખોની કિંમતનાં સોનાનાં બિસ્કિટ મળી આવ્યાં હતાં. આટલી મોટી માત્રામાં રૂપિયા અને સોનાનાં બિસ્કિટ મળી આવતા બંને યુવાનોની અટક કરી કાયદેસરની કાયવાહી હાથ ધરી હતી.

નિયોલ ચેકપોસ્ટ પાસેથી રોકડા અને સોનાનાં બિસ્કિટ ઝડપાયાં
સુરતની સારોલી પોલીસે પંચને સાથે રાખીને બંને યુવાનોની સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરી હતી. દરમિયાન બંને યુવાનો મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલા બંને યુવાનો સુધીરસીંગ શ્રીરામલખનસીંગ સેંગર અને રજનેશપૌલ ઉત્તમકુમાર વાર્ડ હોવાનું જાણવા મળ્યું હતું. પંચને સાથે રાખીને પોલીસ તેમના બેગની તપાસ કરી રહી હતી ત્યારે તેમની બેગમાંથી રોકડા રૂ. 63.88 લાખ અને સોનાનાં 15 નંગ બિસ્કિટ કિંમત રૂ. 52.50 લાખ, બે લેપટોપ અને 4 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,16,99,700 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પગપાળા ચાલતા આવતા બંને યુવાનો પાસેથી આટલી મોટી માત્રામાં રોકડા રૂપિયા અને સોનાનાં બિસ્કિટ મળી આવતા પોલીસે બંને યુવાનોની ધરપકડ કરી હતી અને આગળની તપાસ હાથ હતી.

રાજકીય પાર્ટીના ઇન્વોલમેન્ટ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ
યુવાનો પાસેથી પકડવામાં આવેલા આ બિસ્કીટ કોને આપવાના હતા કે પછી કોઇ રાજકીય પાર્ટીને આપવાના હતા. તે મામલે હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ સોનાની લગડી અને રોકડા નાણાંનો ઉપયોગ ચૂંટણી માટે કરવાના હતા કે નહી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top