SURAT

લોકર બહાર પડેલ સોનાની બે લગડી 8 મહિના બાદ મૂળ માલિકને પરત- સુરતના કતારગામની ઘટના

સુરત : કતારગામના (Katargam) એક સેફ ડીપોઝીટ વોલ્ટના (Safe deposit vault) લોકર બહારથી મળી આવેલી લગભગ રૂપિયા 20 લાખની સોનાની બે લગડી (Gold Biscuits) મૂળ માલિકને 8 મહિના બાદ પરત આપી સેફ ડિપોઝીટ વોલ્ટના માલિકે સુરતીઓમાં પ્રમાણિકતા હજી જીવિત હોવાનું સાબિત કરી બતાવ્યું છે. હીરાના વેપારીએ જણાવ્યું હતું કે હું તો બિસ્કીટ સેફ ડિપોઝીટ વોલ્ટમાં મૂકી હોવાનું સમજી નિરાંત થઈ ગયો હતો. જોકે બન્ને સોનાની બિસ્કીટ ડિપોઝિટ વોલ્ટની બહાર જ પડી ગયા હતા. જે બહેનના લગ્ન ના ઘરેણાં બનાવવા માટે બિસ્કીટ લેવા ગયા ત્યારે ખબર પડી કે ડિપોઝિટ વોલ્ટમાં મુકતી વખતે સોનાના બિસ્કિટ બહાર પડી ગયા હતા. તપાસ કરતા સેફ ડિપોઝીટ વોલ્ટના માલિક દિનેશભાઈ ઠુમ્મરને મળ્યા તો તમામ ખરાય બાદ બન્ને બિસ્કિટ પરત મળ્યા હતા. એ જ અમારું નસીબ કહેવાય.

નીતિન વઘાસીયા (હીરા ઉદ્યોગકારી) એ જણાવ્યું હતું કે વાત 8 મહિના જુની છે. બહેનના લગ્નની તૈયારી ના ભાગરૂપે બે સોનાના બિસ્કિટ ખરીદ્યા હતા. ત્યારબાદ કતારગામ સેફ ડિપોઝીટ વોલ્ટમાં મુકવા ગયા હતા. ગોલ્ડના બે બિસ્કીટ અમે
લોકર બહાર જ મૂકીને ભૂલી ગયા હતા. ઘરે આવ્યા બાદ નિરાંત થઈ ગયા હતા. જે વાત ને આઠ મહિના એટલે લાંબો સમય વીતી ગયો હતો. બે દિવસ પહેલા જ હું મારા પિતાના સાથે સેફ ડિપોઝિટ વોલ્ટમાં આવ્યો હતો. ત્યારે ખભર પડી કે બન્ને ગોલ્ડ બિસ્કીટ ગુમ થઈ ગયા છે.

આ વાતથી મારા તો હોશ ઉડી ગયા હતા. ત્યારે બોર્ડ વાંચ્યું કે કોઈના કીમતી વસ્તુ ગુમ થયા હોય તો દિનેશભાઈ ઠુમ્મર સંપર્ક કરે, અમે દિનેશભાઈ નો સંપર્ક કર્યો ત્યારે ખબર પડી કે સોનાના બન્ને બિસ્કિટ દિનેશભાઇ ને આઠ મહિના પહેલા મળ્યા હતા અને તેમણે તે સંભળીને રાખ્યા છે. બસ પછી તમામ ખાતરીઓ અમારા બે ગોલ્ડ બિસ્કીટ પરત મળ્યા હતા. હું દિનેશભાઈ ઠુમ્મરનો ખૂબ આભારી છું.

દિનેશ ઠુમમર (સેફ ડિપોઝીટ વોલ્ટના માલિક) એ જણાવ્યું હતું કે કતારગામ કિરણ હોસ્પિટલ પાસે અમારું કતારગામ સેઈફ ડીપોઝીટ વોલ્ટ આવેલું છે. જે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે. આઠ મહિના પહેલા ગ્રાહક પોતાની દસ-દસ તોલાની સોનાની બે લગડીઓ અહી સેફમાં મુકવા આવતા બહાર જ ભૂલી ગયા હતા. મહિના સુધી કોઈ માલિકી સામે આવી ન હતી. જેને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જોકે સોનાની લગડીઓ સાચવીને રાખી હતી અને બાદમાં મૂળ માલિકને પરત કરવા માટે બધા જ ગ્રાહકોને ફોન અને મેસેજ કરીને જાણ પણ કરી હતી. પરંતુ 8 મહિના સુધી કોઈ સામે આવ્યું ન હતું .

આ દરમ્યાન એક ગ્રાહક સેફ ડીપોઝીટ વોલ્ટમાં પોતાની કિમતી વસ્તુ લેવા આવતા મળી આવી ન હતી. ગભરાહટ વચ્ચે આ ગ્રાહક અમારી પાસે આવ્યા હતા. તમામ હકીકતો જણાવતા જ પ્રથમ દષ્ટિએ આ બન્ને લગડીના માલિક મળી ગયા એ પાક્કું હતું બસ હવે માત્ર ખરાઈ બાકી હતી. તમામ પ્રક્રિયા સાચી પડતા ડાયમંડ એસોસિએશન અને વેપારીઓની હાજરીમાં મૂળ માલિકને તેની સોનાની બે લગડીઓ પરત કરવામાં આવી હતી.

દિનેશ ઠુમમરે વધુ જણાવ્યું હતું કે પ્રામાણિકતા એ જ અમારો વિશ્વાસ છે. કતારગામ સેફ ડિપોઝિટ વોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ છે. ગ્રાહક અમને રોજગારી આપે છે. પ્રમાણિકતા અમારી પ્રાથમિકતા સમજીને જ કામ કરીએ છીએ. અમારા ત્રણ હજારથી પણ વધુ કસ્ટમર છે તેમનો વિશ્વાસ એ જ અમારી માટે નફો છે. અમારા ગ્રાહકને ખબર પણ નહોતી કે તેઓ ગોલ્ડ સેફની બહાર ભૂલી ગયા છે. અમને પણ ખબર નહોતી કે આ ગોલ્ડ કયા ગ્રાહકનું છે. અમે પોતાની રીતે સેફ વોલ્ટની બહાર બોર્ડ પણ લગાવ્યો અને પોતાની રીતે પૂછપરછ પણ હાથ ધરી હતી. આખરે આઠ મહિના બાદ આ બિસ્કિટના માલિકને ખબર પડી હતી કે આ ગોલ્ડ નીતિન વઘાસીયાનું છે. જે તેમને પરત કરવામાં આવ્યું છે.

Most Popular

To Top