Columns

નવ એકુ નવ . . . . . . પરફેક્ટ ‘૧૦’, પહેલાનો અનુભવ !

દુનિયાનો એકમાત્ર લાંબામાં લાંબુ ચાલતો નૃત્ય ફેસ્ટીવલ એટલે ગુજરાતની નવરાત્રી. નવ માતાજીઓની વન બાય વન પૂજા અને આશીર્વાદ સ્તુતિ સાથે સંગીતના તાલે ગરબા, રાસ અને સનેડો તરીકે રમાતી નવરાત્રી એક નવ મલ્ટી એક્ટીવીટીસ માટેનું ખાસ પ્લેટફોર્મ છે. સહુથી પહેલી શ્રદ્ધા અને પૂજા સાથે મંગાતા મા ના આશીર્વાદ માટે આરતી કરાય છે. બીજુ રોજ નવા ટ્રેડીશનલ ડ્રેસ જે ચણીયા ચોલી કે પછી ડીઝાઈનર આઉટફિટ હોય અને સાથે સાથે નાની છત્રી કે ગોગલ્સ જેવી એસેસરીઝમાં બેસ્ટ દેખાવું એ પણ દરેક સન્નારીનું ગૌરવ છે. ત્રીજુ ગરબા ઘૂમવા એ એક એરોબિક કસરત હોવાથી સ્વસ્થ રહેવાનો સંદેશ લેવો અને આપવો.

યોથુ આ સ્ટેજ દરમ્યાન વિજાતીય વ્યક્તિની નજરમાં આવવું કે તમારી નજરને એ ગમી જવું એ નોન કલીનીકલ લવ કનજેકટાઈવીટીસનો રોગ છે જે નવરાત્રીમાં એપીડેમીકની કક્ષા એ જોવા મળે છે. પાંચમું એક અંગત મિત્રો સાથે મળીને ગ્રુપ બનાવી રોજ જુદી જુદી કલબોમાં કે એલાઈટ ગરબા સ્થળોમાં જઈને તેમની કલાનું પ્રદર્શન કરીને હરીફાઈમાં વિજેતા બનવું એ ટીમ સ્પીરીટ બતાવે છે. છઠું નવરાત્રીના બહાને મનપસંદ વ્યક્તિ સાથે જુદા જુદા એરીઆમાં ડેટ રોમિંગ કરવું. છઠું નવરાત્રીના બહાને મનપસંદ વ્યક્તિ સાથે જુદા જુદા એરિયામાં ડેટ રોમિંગ કરવું. છઠું મિશન ભૂખ તરસ છીપાવવાનું હોય છે. જેવા ગરબા પતે એટલે કકડીને ભૂખ તરસ લાગે તેથી ટ્રેડીશનલ ડ્રેસ્ક ટોળું તેમના કાયમના અડ્ડા ઉપર જાય છે અથવા જે તે એરીઆના પ્રખ્યાત ફૂડ જોઈન્ટ ઉપર ગોળના ટુકડા ઉપર ગોઠવાતા મંકોડા અને માખીઓની જેમ નાના નાના મુડા ઉપ ગોઠવાઈ જાય છે.

સાતમું ચરણ ચા નાસ્તો આવે ત્યાં સુધી પોતપોતાના મોબાઈલ ઉપરના ફોટા વિડીઓ કે ઇનસ્ટા ફેસબુક અપડેટ ચેક કરે છે. સારા ફોટા વિડીઓને ગ્રુપમાં અપડેટ કરે છે. આઠમું ચરણ એકબીજાને હગ કરીને છુટા પડતા ગુડનાઇટ કોલ કરવાના બહાને આજની ગરબા મોમેન્ટસ વાગોળવાના પ્રોમિસની આપ લે કરે છે, નવમું ચરણ એક નવ દીવસના મુક્ત ડેટિંગની નબળી સાઈડઈફેક્ટ છે. કયારેક ડેટ રોમિંગમાંથી છુટા પાડીને કેટલાક કપલ લેટ(શયન) રોમિંગમાં બહેકી જાય છે અને અનાયાસે નવ મહિનાની પ્રોડક્ટનો કાચો માલ તૈયાર કરી બેસે છે. આ હંગામી પાર્ટનરશીપમાં મજનુને તો કઈ ફેર નથી પડતો પણ નવ અઠવાડિયામાં લયલાના તો માસિક પીરીયડ બંધ થઇ જાય છે. તેના અને તેની મમ્માના નવા સ્ટ્રેસના ક્લાસ ચાલુ થઇ જાય છે. બહુ ઓછા કપલ્સ નવ દિવસમાં ધડિયા લગ્ન કરી આ સંબંધોને સમ્માન આપે છે. બાકીના કોઈ નવા નવા ગાયનેક પાસે આ ગાયને થનારા વાછડાની ભૃણહત્યા કરે છે. .

બ્રહ્માંડમાં અગણિત આકાશગંગાઓ છે. તેમાં સૂરજદાદાની ચારેબાજુ આપણી પૃથ્વી સાથે બીજા આઠ ગ્રહો એમ નવ ગ્રહો પોતપોતાની ધરી ઉપર અને ગતિમાં પાણીના બળદની જેમ ગોળ ગોળ ફરે રાખે છે. સૂર્યમંડળના આ ગ્રહો સુરજની નજીકથી દૂર તરફ મરકયુરી, વિનસ, પૃથ્વી, માર્સ, જયુપીટર, સેટર્ન, યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લૂટો છે, મરકયુરી એ સુરજની એકદમ નજીક છે છતાં તે સહુથી ગરમ ગ્રહ નથી. આમ તો મરકયુરી એટલે પારો પણ તેનો એટલો ચડેલો નથી. તે નાનામાં નાનો ગ્રહ છે. તે એક સેકન્ડની 47 કિમીની સ્પીડના લીધે 88 દિવસમાં જ સુરજની પ્રદક્ષિણા કરતો હોવાથી તે બધા ગ્રહોમાં ફાસ્ટેસ્ટ છે.

તેનું નામ તેની સ્પીડના કારણે ગ્રીક મેસેન્જર ગોડ નેબુ ઉપરથી પડ્યું છે. ગ્રીક તેણે હરમીસ તરીકે અને રોમનસ તેણે મરકયુરી તરીકે ઓળખે છે. વિનસ સૂર્યમંડળનો બીજો ગ્રહ છે. તે ત્રણ રીતે યુનિક છે. નવે નવ ગ્રહોમાં તે હોટેસ્ટ ગ્રહ તો છે જ પણ (સુરજ અને ચાંદ પછી) આકાશમાં દેખાતો અત્યંત પ્રકાશમય હોવાથી તેનું નામકરણ રોમન ગોડેસ ઓફ બ્યુટી અને પ્રેમ વિનસ ઉપરથી પડ્યું છે. ગ્રીક લોકો તેને એફોડાઈટ તરીકે ઓળખે છે. તે બીજા ગ્રહોની સામે રોંગ સાઈડમાં સુરજની પ્રદક્ષિણા કરતો એકમાત્ર ધીમી ગતિનો ગ્રહ છે.

પૃથ્વી એ ત્રીજો ગ્રહ જે આપણું ઘર છે. તે એક માત્ર એવો ગ્રહ છે જેમાં જીવન પોસીબલ છે. તેનું નામ કોઈ રોમન ગોડ કે ગોડેસ ઉપરથી નથી પડ્યું. તે જર્મન શબ્દ એરડા’ઉપરથી પડ્યું છે જેનો અર્થ ધરતી કે માટી થાય છે. જો કે ગ્રીક તેણે ‘ગેઇઆ’અને રોમન ‘ટેલસ’ તરીકે ઓળખે છે જેનો અર્થ ફળદ્રુપ જમીન થાય છે. એક માત્ર ગ્રહ છે કે તે એકદમ ડેન્સ હોવાથી તેના મધ્યબિંદુનું તાપમાન સુરજની સરફેસ કરતા પણ વધુ ગરમ છે. માર્સ એટલે કે મંગળ જે રાતા રંગનો છે કેમ કે એની સરફેસ ઉપર આયન એક્ષાઇડનું થર છે.

ત્યાનો એક દિવસ 24 કલાકનો હોય છે પણ એક વરસમાં 687 દિવસ હોય છે. જયુપીટર પાંચમો ગ્રહ છે જે સૂર્યમંડળ નો મોટામાં મોટો ગ્રહ છે. પૃથ્વી કરતા 317 ઘણો મોટો અને જો બાકીના 8 ગ્રહો ભેગા કરીએ તો પણ અઢી ગણો મોટો છે. તેના ઉપર મુખ્યત્વે હાઈડ્રોજન અને હિલીયમ જેવા ગેસ હોવાથી તેને ગેસ જાયન્ટ’ તરીકે પણ ઓળખાય છે. છઠો ગ્રહ સેટર્ન કે શનિ છે જે પણ ગેસ જાયન્ટ છે અને તેના ફરતા 7 વલયો છે. તેણે 82 સેટેલાઈટસ હોવાથી કિંગ ઓફ મુન્સ’ પણ કહેવાય છે, સાતમો ગ્રહ યુરેનસ એ ‘આઈસ જાયન્ટ છે. મીથેન ગેસ હોવાના કારણે તેને બ્લ્યુ હ્યું દેખાય છે. વિનસની જેમ તે રોંગ સાઈડમાં મુવ કરે છે. આઠમો ગ્રહ નેપ્યુન છે જે સૂર્યથી દુર હોવાથી ‘આઈસ જાયન્ટ’ છે. નવમો ગ્રહ ‘પ્લટો’છે જો કે તેણે ડવાર્ફ ગ્રહ કહેવાય છે.2006 સુધી તે નવમો ગ્રહ હતો.

બોલીવુડમાં 9ના આકડાને ટાઈટલમાં ગુંથી લેતી નવી ફિલ્મો તો બની જ છે, લગભગગ ૫૦ વરસ સુધી ચિરયુવાન રહેલ અને રોમાન્સના આઇકોન સ્ટાર દેવઆનંદની સદાબહાર ‘નવ દો ગ્યારાહ’, ધ ગ્રેટ એક્ટર સંજીવકુમારની બોલીવુડની એકમાત્ર 9 રોલ વાળી ફિલ્મ ‘નયા દિન નથી રાત’, સુનીલ દત્ત અને વિનોદ ખન્ના ની ઉંદર બિલાડીની રમત વાળી ‘નહેલે પર દહેલા’, વહી શાંતારામની મોસ્ટ કલરફૂલ ‘નવરંગ’, કુણાલ ખેમુ અને બોમન ઈરાનીની ‘99’. સુનીલ દત્ત અને શકીલાની ક્લાસિક રહસ્ય ફિલ્મ ‘પોસ્ટ બોક્ષ 999’, નાના પાટેકર અને જોન અબ્રાહમ વાળી ‘ટેક્ષી નંબર 9211’, જેવી ફીલ્મો છે. બીજી બાજુ માત્ર એક કેરેક્ટર ‘ગાંધી’ ઉપર તો નવ ફિલ્મો બની છે, બાપુ ઉપર બનેલી એક ફિલ્મ ‘નાઈન હવર્સ ટુ રામા’આમ તો ગોડસેનું બાપુને ગોળી માર્યા પહેલાના 9 કલાકનું મનોમંથન હતું.

‘ગાંધીજી ઉપર લગભગ 9 ફિલ્મો બની છે, ‘ગાંધી’-1982’, ‘સરદાર’-1993, “મેકિંગ ઓફ મહાત્મા’-1996, “હે રામ’-2000, ‘મેને ગાંધીકો નહિ મારા’-2005. ‘લાગે રહો મુન્નાભાઈ 1 અને 2’ 2006, ‘ગાંધી માય ફાધર’-2007, ‘ગાંધી ટુ હિટલર’.2011, ન્યુમરોલોજી શાહમાં 9 ના એકને પાવરફુલ અને કમ્પ્લિટ અંક ગણાય છે, 9 ઉપર એક અચળ સમયગાળો પણ અજર અમર છે, આદમ અને ઈવના જમાનાના આદમી કે ઇવાઓથી માંડી રણબીર આલિયાને જે બેબી આવશે તે 9 મહિના નો ગર્ભવાસ કરીને જ આવશે, દુનિયાની કોઈ ટેકનોલોજી, કોઈ સંશોધન એક મેચ્યોર માનવ જીવને 9 મહિનાથી ઓછા સમયમાં પેદા નથી કરી શકયું. હા એટલું એડવાન્સમેન્ટ થયું છે કે શાહરૂખ કે સેઈફની જેમ તેમની પત્નીઓનું ફિગર બગાડ્યા વગર સરોગેટ મધસ્ના ભાડુતી ગર્ભાશયમાં તેમનું 9 મહીનાનું બાળક ઉછરી શકાય છે અથવા તુષાર કપુર કે કારણ જોહરની જેમ લગ્ન કર્યા વગર અને પરિણીતા લાવ્યા વગર પણ પિતા બની શકાય છે.

Most Popular

To Top