Gujarat

નવરાત્રિમાં “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રાનો પ્રારંભ

અમદાવાદ : નવરાત્રિના (Navratri) પાવન પર્વમાં “માં”ના આશીર્વાદ સૌને મળે તે માટે નવરાત્રિના ત્રીજા નોરતે તા. 28 સપ્ટેમ્બરના રોજ સવારે 7 કલાકે “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રા અંગે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરએ જણાવ્યું હતું કે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના ભરડામાંથી ગુજરાતને મુક્તિ મળે અને ગુજરાતીઓને શાંતિ, સમૃદ્ધી મળે તે સંકલ્પ સાથે આયોજીત “ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર” યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરા, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેરની આગેવાનીમાં બે જુદા જુદા સ્થાનેથી નીકળશે. 200 કિલોમીટરથી વધુ લાંબી યાત્રા બે જુદા જુદા સ્થાનેથી નીકળશે.

“ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર”ની પ્રથમ યાત્રા ગુજરાત કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરા, ઋત્વિક મકવાણાની આગેવાનીમાં રાજકોટના રેસકોર્ષથી ઉમિયામાંતાના પાવનધામ સીદસર સુધી, બીજી યાત્રા ગુજરાત કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય અંબરીશ ડેરની આગેવાનીમાં રાજુલાથી શરુ થઇ ખાંભા, ચલાલા, બગસરા, જેતપુર થઇ લાખો ગુજરાતીઓના આસ્થાસ્થાન ઉમિયામાતા સીદસર અને ખોડલધામ ખાતે પોહાચશે.

Most Popular

To Top