Gujarat

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો 17 ઓક્ટોબરના રોજ બીજો દીક્ષાંત સમારોહ યોજાશે

ગાંધીનગર : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો (National Defense University) બીજો દીક્ષાંત સમારંભ 17મી ઓક્ટોબર 2022ના રોજ યોજાશે. આ દીક્ષા સમારંભમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ વિદ્યાર્થીઓને (Student) ડિગ્રી અને મેરીટ ઇનામો એનાયત કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. આ યુનિવર્સિટી 319 વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવાની તૈયારીમાં છે. જેમાંથી 23 ડિપ્લોમાં વિદ્યાર્થીઓ, 123 અંડર-ગ્રેજ્યુએટ (યુજી), 126 પોસ્ટ-ગ્રેજ્યુએટ (પીજી), 44 પીજી ડિપ્લોમા, 1 એમ. ફિલ અને 2 પીએચ.ડી. વિદ્યાર્થીઓ છે.

યુજી અને પીજી કોર્સના 10 વિદ્યાર્થીઓને અને 2 પીએચ.ડી. વિદ્યાર્થીઓને તેમની શ્રેષ્ઠતા અને તેમના સંબંધિત અભ્યાસક્રમોમાં એકંદર પ્રદર્શનના આધારે યુનિવર્સિટી ગોલ્ડ મેડલ એનાયત કરશે. આ ઉપરાંત, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાયર સેફ્ટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટડીઝ, બરોડા તરફથી 3 ફાયર ફાઇટર્સને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવશે.

Most Popular

To Top